મોટાભાગના લોકોને લાગે છે કે સોપારી ખાવાથી નુકસાન થાય છે. પરંતુ ઘણા ઓછા લોકો એવા છે કે જે સોપારીના ફાયદાઓ વિશે જાણે છે. સોપારીનું સેવન કરવાના કારણે સામાન્ય રીતે વ્યક્તિઓનું મોં સાફ રહે છે. તેમાં રહેલા વિટામિન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.સુપારી એનીમિયા, પાચન અને કબજિયાત જેવા રોગોથી રાહત મેળવવા સોપારીને અસરકારક માનવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ સોપારીના સેવનથી આપણાં શરીરને કયા કયા ફાયદાઓ થાય છે.
ડાયાબિટીસને કારણે અનેક લોકો વારંવાર મુખ સૂકાઈ જવાની સમસ્યા થાય છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો જ્યારે પણ મુખ સૂકાઈ જાય ત્યારે સોપારીનો એક ટુકડો મુખમાં રાખો. એવા લોકોને આ સ્થિતિથી બચવા માટે સોપારી ખૂબ જ મદદ કરે છે, કારણ કે ચાવવાથી મોટી માત્રામાં સ્લાઈવા બહાર આવે છે.
સોપારી ચામડીની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ મદદગાર હોય છે. દાદર, ખુજલી, ખાજ અને ચકામા થાય ત્યારે સોપારીને પાણીની સાથે ઘસીને લેપ કરવાથી ફાયદો થાય છે. ખૂબ જ વધુ ખંજવાળ આવી રહી હોય તો સોપારીની રાખને તલના તેલમાં મેળવીને લગાવવાથી લાભ થાય છે.
સોપારી ખાવાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. એક સંશોધન પ્રમાણે એ વાત સામે આવી છે કે સોપારીમાં રહેલ ટૈનિન નામનું તત્વ એન્જિયોટેનસિન હાઈ બ્લડપ્રેશર કંટ્રોલમાં ઉપયોગી છે. સોપારી ની અંદર ટેનિન નામ નું તત્વ હોય છે. આ માટે જેઓ ને હાઈ બીપી હોય તેવા લોકો ને સોપારી ખાવી એ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે હાઈ બીપી ના પેસ્ન્ટ એ ક્યારેક ક્યારેક સોપારી ખાવી પણ યાદ રહે તમાકુ વિના જ.
જૂની અને કાચી સોપારી કફ અને પિત્ત દૂર કરે છે. જો મિત્રો કૃમિની સમસ્યા હોય તો સોપારીનો ભૂકો દિવસમાં 2 થી 3 વાર ખાવાથી ફાયદો થાય છે. જે લોકોને કમરનો દુખાવો હોય તો તેવા લોકોએ સોપારીના તેલની માલિશ કરવાથી રાહત મળે છે. સોપારી કામોત્તેજક હોય છે. સોપારી પેશાબ ની વિકૃતિ માં પણ ઘણી લાભદાયક છે. જો શેકેલી સોપારી હોય તો તે વધુ સારી ગણાય છે તે 3 દોષો ને દૂર કરે છે.
અમુક લોકોના મોઢામાં લાળનું પ્રમાણ ઓછુ હોય છે. એટલે કે જેમનું મોઢું સુકું સુકું જ રહે છે. જેના લીધે મોઢામાં બેક્ટેરિયાનું નિર્માણ થાય છે. જેના લીધે મોઢા સબંધિત ઘણી બીમારીઓ થાય છે. અને ઘણી વાત એમના મોઢા માંથી વાસ પણ આવે છે. જો પણ કોઈને આ રીતની સમસ્યા હોય તો તમારે સોપારી મોઢામાં રાખવી. તેના દ્વારા મોઢામાં લાળનું નિર્માણ થતું રહેશે અને મોઢામાં વાસ આવવાની સમસ્યા થી છુટકારો મળશે.
જો કબજિયાતથી પરેશાન છો, તો સોપારી ઘરગથ્થુ ઉપચાર માટે સંપૂર્ણ લાભકારક ઉપાય છે, આ માટે સોપારીને રોજ એકથી બે ટુકડા ચાવવાથી શરીરના તમામ ઝેરી પદાર્થો દૂર થઈ જાય છે અને જલ્દીથી તમને કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. સોપારીનુ સેવન કરવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે. સોપારી ખાવાથી પાચન પ્રવૃત્તિ પણ જાળવાય રહે છે અને સરળ થાય છે.
સોપારી નું સેવન કરવાના કારણે વ્યક્તિને હેડકીની સમસ્યામાંથી રાહત મળે છે. સાથે સાથે તેનું સેવન કરવાના કારણે વ્યક્તિ અવાજમાં ઘણું બધો સુધારો થાય છે. માંસપેશીઓ તાકાતવાર બને છે. સોપારીનો ઉપયોગ ડાયાબિટીસની સમસ્યા ના ઈલાજ માટે પણ ખૂબ કારગર સાબિત થાય છે. નિયમિતરૂપે સોપારી નું સેવન કરવાના કારણે તથા મોઢાની અંદર તેને ચાવવાના કારણે મોઢામાં ભરપૂર માત્રામાં ઉત્પન્ન થાય છે. જે આપણા શરીરની અંદર જઈ શરીરમાં રહેલા ઇન્સ્યુલિનને કંટ્રોલ કરે છે.
સોપારી રક્ત પાતળુ કરે છે પરંતુ, જેમને કોલેસ્ટેરોલની સમસ્યા હોય તેમણે થોડા પ્રમાણમા સોપારી ચૂસવાની આદત પાડવી જોઈએ. જેથી તેમના રક્તનુ પરિભ્રમણ સરળતાથી થઈ શકે અને તેમને હાઈ કે લો બ્લડ પ્રેશર ની સમસ્યા ના ઉદભવે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો ઘાવ થયો હોય તો સોપારી ના ઉકાળાને તે જગ્યાએ લગાવવાથી વહેતું લોહી બંધ થઈ જાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.