શિલાજીત એ એક પથ્થર માંથી ઝરતો રસ છે. ખાસ કરીને પથ્થરના પહાડો પર થાય છે. પર્વતોના છિદ્રમાંથી એ ટપકી ટપકીને બંધાઈ જાય છે. એની ઘણી જાતો થાય છે. નેપાળમાં એક જાતની માટી ઉત્પન થાય છે. એ દેખાવે ઘેરા લાલ રંગ જેવી હોય છે પણ એ પર્વત માંથી ઝરેલો રસ છે. એ સહેલાઈથી બળીને રાખ થઈ જાય છે. તેની વાસ ગૌમૂત્ર જેવી હોય છે.
હવે અમે તમને જણાવીશું શિલાજિતના ફાયદાઓ વિશે વિગતવાર. શિલાજીત ગુણમાં પૌષ્ટિક, શીતલ, મૂત્રલ તથા શોધક છે. શુદ્ધ શિલાજિતનો કફ, મેદ, પથરી, ઉન્માદ, ઉદરરોગ તથા કૃમિનો નાશ કરવા ઉપયોગી થાય છે. શિલાજિત પેશાબની બળતરા મટાડે છે. એ મૂત્રક વ્યાધિનો નાશ કરે છે. શિલાજિતનો લેપ પક્ષીઘાત માટે તેમજ ચામડીના છોલાવા પર બહુ ઉપયોગી થાય છે.
શિલાજીત ગર્ભાશય સંકોચનાર છે તથા ગર્ભમાં બાળક મરણ પામ્યું હોય તો તેને એકદમ કાઢી શકે છે. શિલાજિતના, એલચીના દાણા પીપર સાથે મેળવી ખાવાથી પ્રમેહ, મૂત્રરોગ તથા મૂત્રકૃચ્છ ના રોગનો નાશ કરે છે. તો ચાલો હવે આપણે જાણીએ શિલાજિતના પ્રયોગો.
વજ, નાગરમોથ, કરિયાતું, ગળો, દેવદાર, હળદર, અતિવિષ, દારૂ હળદર, પીપરી મૂળ, ધાણા, હરડે, બહેડા, આમળાં , ચવક, ગજપીપ૨, સુંઠ, મરી, લીંડી પીપર, સુવર્ણમાયિક, ભસ્મ, વાવડિંગ, જવખાર, સાજીખાર, સંચળ, સિંધાલૂણ એ બધી વસ્તુ અને પા તોલો નસોતર, દંતીમૂળ, તમાલપત્ર, તેજ, એલચી, અને વંશલોચન આ બધુ એક તોલો, લોહાભસ્મ બે તોલા, સાકર ચાર તોલા, શિલાજિત અને ગૂગળ દરેક આઠ તોલા, દરેકને ખાંડી, બારીક કરી ગોળી લગભગ બે વાલની બનાવવી.
આ રીતે બનતી ગોળી વીસ પ્રકારના પ્રમેહનો નાશ કરે છે. તે મૂત્રકૃચ્છને, મૂત્રાઘાતને પેશાબની જગ્યાએ, પથરી બંધાવાને, મળમૂત્ર બંધ થવાના રોગને, પેટના ફુગાવાના શુળ તથા પાઠાંની ગાંઠ સહિતના તમામ રોગમાં ખૂબ જ અકસીર છે.
શુદ્ધ શિલાજીત, લોહ ભસ્મ, સુવર્ણ તથા માલિક ભસ્મ, અને બંગ ભસ્મ દરેક બે તોલા ત્રિફળા અને ત્રિકટુ દરેક એક તોલો, ચિત્રમૂળ અને વાવડિંગ એ દરેક પા તોલો તથા સાકર ત્રણ તોલા લઈ ખાંડી, બારીક ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણમાંથી 2 ચમચી જેટલું લઈ આપવાથી તાવ ઊતરી જાય છે. ઉપરાંત મૂત્રવ્યાધિમાં તે છૂટે હાથે વપરાય છે.
શિલાજિત, લોહ ભસ્મ, અને મોતી ભસ્મ અડધો તોલો, ત્રિકટુ એક તોલો, ત્રિફળા સાવા તોલો એ બધુ ખાંડી બારીક ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના ઉપયોગથી મીઠા પ્રમેહ, કૌવતી તથા પ્રદર સ્ત્રાવ મટે છે. મહિલાઓમાં પીરિયડ્સ જેવી સમસ્યા જેમ કે ઓછું કે વધારે બિલ્ડીંગ થવું, પેટમાં દુખાવો થવો, અનિયમિત માસિક ધર્મ જેવી સમસ્યા શિલાજીતના ઉપયોગથી ખતમ થઇ જાય છે
શિલાજીત પોણો તોલો, ગોખરું પોણા બે તોલા, મધ પોણો તોલો લઈ તેની ગોળી બનાવીને છાંયડે સૂકવવી. આ ગોળી લેવાથી પેશાબ ઓછો આવતો હોય અથવા મૂત્રાશય તથા મૂત્રમાર્ગમાં દાહ ઉત્પન્ન થતો હોય તે મટે છે.
ડાયાબિટીસ વાળા લોકો માટે શિલાજીત ખૂબ ફાયદાકારક દવા છે. એક ચમચી ત્રિફળા પાવડર અને એક ચમચી મધ અને શિલાજીત સાથે ખાવાથી ડાયાબિટીસ મટે છે. સાંજે શિલાજીત ને દૂધ સાથે ખાવાથી વ્યક્તિ બીમાર થતો નથી. રોજ એક ચમચી માખણ સાથે શીલાજીત લેવાથી મગજની ક્ષમતા વધે છે. શિલાજીત જૂના કોષોને સુધારી નવા કોષો બનાવવામાં મદદ કરે છે. શરીરની નબળાઈ પણ દૂર થાય છે.
ચાલો આપણે જાણીએ શીલાજીત નું સેવન કોને ન કરવું જોઈએ. પ્રેગ્નેટ મહિલાએ શિલાજીતનું સેવન કરવું જોઈએ નહિ. 12 વર્ષથી નાના બાળકોને શિલાજીત આપવું જોઈએ નહિ. જે લોકોના શરીરમાં આયર્નની માત્રા વધારે છે તેમણે પણ શિલાજીત લેવું જોઈએ નહિ. ગંભીર હૃદય રોગના દર્દી અને હાઈ બ્લડ પ્રેશરના રોગીઓને આનું સેવન ન કરવું.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.