100થી વધુ રોગોનું મુખ્ય કારણ છે માત્ર આ એક વસ્તુની ઉણપ, જરૂર જાણો અને દરેકને શેર કરી જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે તે જાણતાં છતાં ઘણા બધા લોકો પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીતા નથી. આવશ્યક પ્રમાણમાં પાણી ન પીવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. અને ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે.

લક્ષણો:

અમુક ઉંમર પછી અથવા તો વ્યક્તિની તરસની સંવેદના ઓછી થઈ જવાને કારણે તરસ ઓછી લાગતી હોય તો ખરેખર શરીરની ફ્લુઇડની જરૂરિયાત પૂરી થાય છે, કે નહીં એ સમજવું અઘરું બની જાય છે.  આ સમયે યુરિનનું કોન્સન્ટ્રેશન અને માત્રા તપાસીને શરીરની પાણીની જરૂરિયાત રેગ્યુલેટ કરી શકાય છે. જો યુરિન સતત ઘેરા પીળા અથવા તો ધૂંધળા રંગનું જ આવ્યા કરતું હોય તો કિડનીને પૂરતું પાણી નથી મળતું એમ સમજી શકાય.

જ્યારે શરીરમાં પાણીનું પ્રમાણ શરીરમાં ઘટી જાય છે. ત્યારે મોઢુ સુકાવા લાગે છે. જો વારંવાર મોઢુ સુકાઇ રહ્યુ છે તો સમજી લો કે શરીરમાં પાણીની અછત થઇ રહી છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક પાણી પી લેવું જોઇએ.

પાણી ઓછું પીવાથી પરસેવો ઓછો થાય છે અને શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર નીકળી શકતા નથી. શરીરમાં પાણીની કમી સર્જાતા ત્વચા શુષ્ક અને રૂખી થઇ જાય છે. અને તેનાથી કેટલીય ત્વચા સંબંધિત રોગ થવાની શક્યતાઓ રહે છે.

પાણીની ઉણપથી માત્ર મોઢા અને ગળાને અસર નથી થતી પરંતુ આંખો પર પણ તેની સીધી અસર પડે છે. આંખ ડ્રાય અને લાલ થઇ જાય છે. શરીરમાં પાણીની અછત હોવાનો અર્થ બૉડીમાં મસલ્સ માસમાં ઘટાડો થવો.

જ્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે ત્યારે પેશાબ ડાર્ક પીળા રંગનો થાય છે. તેની સાથે તેનું પ્રમાણ સામાન્યથી ઓછુ હોય છે અને પેશાબ બાદ પ્રાઇવેટ પાર્ટમાં બળતરા અથવા ખંજવાળની સમસ્યા થઇ શકે છે.

જો શરીરમાં પાણીની અછત સર્જાય ત્યારે શરીર, લોહીમાંથી પાણી લેવા લાગે છે. તેનાથી લોહીમાં ઑક્સીજનની અછત સર્જાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે તેનાથી તમને થાક અને સુસ્તીનો અનુભવ થવા લાગે છે.

જો શરીર માં પાણી ની અછત થાય ત્યારે છાતી અને પેટમાં બળતરા થવા લાગે છે. ચામડી શુષ્ક થઈ જવાથી એમાં કરચલી પડી જાય છે .જો પાણી ઓછું હોય તો  ખાટા ઓડકાર આવે છે.  કબજિયાત ની પણ સમસ્યા થઈ શકે છે. અને કારણ વગર થાક લાગે છે,  પાણી ની અછત ના લીધે હાંફ પણ ચડે છે.  સ્નાયુઓમાં અને સાંધાઓમાં દુખાવો પણ થઈ શકે છે.

ઉપાય:

વર્કઆઉટ પહેલા, વચ્ચે અને વર્કઆઉટ બાદ પાણી પીવાથી બૉડી હાઇડ્રેટ રહે છે.  અને પાણીનો ઉપયોગ યોગ્ય જગ્યાએ થાય છે. મોઢું કે ગળું સુકાય એટલે પાણી અવશ્ય પીવું. કસરત કરતાં પહેલાં પાણી પીવાનું ન ભૂલો. સવારે મોં સાફ કર્યા પછી ત્રણથી ચાર ગ્લાસ પાણી પીઓ. એનાથી રાતની ઊંઘ દરમિયાન ઉદ્ભવેલી નિર્જલાવસ્થાને દૂર કરીને મળવિસર્જનમાં મદદ થાય છે.

નાસ્તો, લંચ કે ડિનર લેવાના અડધો કલાક પહેલાં એકાદ ગ્લાસ પાણી પીઓ. જમતાં-જમતાં વચ્ચે ખોરાકને રસમય બનાવવા જરૂરી હોય એટલું પાણી ઘૂંટડે-ઘૂંટડે પીવું. જો ભોજનમાં સેમી-લિક્વિડ વાનગીઓ રાખશો તો પાણી પીવાની જરાય જરૂર નહીં પડે. જમ્યા પછી કોગળા કરીને દાંત સાફ કરી લેવા, પરંતુ એકાદ ઘૂંટડાથી વધુ પાણી ન પીવું.

જમી લીધા પછી દોઢ કલાક પછી જ પાણી પીવું. રાતે સૂતાં પહેલાં એક ગ્લાસથી વધુ પાણી ન પીઓ. વધુ પીશો તો અડધી રાતે ભરનિદ્રામાંથી પેશાબ માટે ઊઠવું પડશે ને નહીં પીઓ તો પાણી પીવા માટે ઊઠવું પડશે.

સામાન્ય સંજોગોમાં સાદું એટલે કે સમશીતોષ્ણ પાણી પીઓ. તાવ-શરદી-ખાંસી જેવી તકલીફોમાં સહેજ હૂંફાળું પાણી પીવું. ખાટા ઓડકાર આવતા હોય, ગળામાં કે પેટમાં બળતરા થતી હોય અથવા ખૂબ તાપ-તડકાનો સામનો કરવો પડ્યો હોય ત્યારે સહેજ ઠંડું પાણી પીવું. વજન વધારવા માગતા કૃશ લોકોએ આખો દિવસ ગરમ પાણી પીવું. ગરમી એક ઊર્જા છે જે શરીરને પ્રાપ્ત થવાથી વજન વધે છે. વજન ઘટાડવા માગતા લોકોએ ઠંડું પાણી પીવું. ઠંડા પાણીને ગરમ કરવા શરીરને પોતાની ઊર્જાનો ખર્ચ કરવો પડે છે.

શિયાળો, ઉનાળો, ચોમાસું – એમ સીઝન પ્રમાણે વાતાવરણમાં ફેરફાર થતાં એની સીધી અસર શરીર પર પડે છે. શિયાળામાં ઠંડા વાતાવરણમાં પસીનો ઓછો થવાથી ડીહાઇડ્રેશન ઓછું થાય છે. તેથી શરીરને ઓછું પાણી જોઈએ છે. એ જ રીતે ઉનાળામાં પરસેવો વધુ થવાથી વધુ પાણી પીવું પડે છે.

શરીરને શ્રમ પડે એવું કામ કરનારાઓને વધુ પાણી જોઈએ છે. જ્યારે એસી ઓફિસમાં બેસીને કામ કરનારાઓને એટલી તરસ લાગતી નથી. સ્પોર્ટ્સ પર્સનને નોર્મલી લોકો જેટલું પાણી પીએ એના કરતાં લગભગ દોઢગણું પાણી પીવા જોઈએ છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top