શરીરને તાંબાની જેમ ચમકાવી દરેક રોગથી જીવનભર દૂર રહેવા કરી લ્યો માત્ર આ એક નાનકડું કામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કોપર એટલે કે તાંબુ આપણા શરીરનું એક મહત્વનું ઘટક છે. શરીરના ચયાપચયની યોગ્ય કામગીરી માટે આ તત્વ અનિવાર્ય છે. કોપરનું તત્વ જરૂર કરતાં વધુ થાય તો અપચો થઇ શકે છે. ત્વચાને રંગ આપવાની કામગીરી કોપર કરે છે.

નાનાં બાળકોને કોપરની ખાસ જરૂર હોય છે. બાળકની ચામડીના રંગને ઓપ આપવા માટે કોપર અનિવાર્ય છે. કોપર યોગ્ય માત્રામાં શરીરમાં લેવામાં આવે તો યોગ્ય રીતે સ્કીન કલર મળે. નહીં તો અતિશય ગોરા કે અતિશય કાળા થવાની સંભાવના રહે છે. શરીરમાં મેલેનિન નામનું દ્રવ્ય વધુ હોય તો તેની ચામડીનો રંગ ઘેરો(ડાર્ક) અને મેલેનિન ઓછું હોય તે વધુ ગોરા રહે છે. કોપર અને મેલેનિન વચ્ચેની પ્રક્રિયા સ્કીનને કલર આપે છે.

જઠર નાનું કરાવવાની સર્જરી કોપર ડેફિસયન્સી માટે જવાબદાર, હાડકાંની જાળવણી કરવા અને મજબૂતી ટકાવી રાખવા માટે કોપર અનિવાર્ય ઘટક છે: કોપરની અછતથી ચાલતી વખતે બેલેન્સ જાળવવું મુશ્કેલ બની જાય છે.

શ્વસન
માનવ શરીરમાં કોષ દ્ધારા શ્વસન ક્રિયા થાય તે દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઈડની આપ-લે કરવા માટે કોપર ખૂબ જરૂરી ગણાય છે.

રક્તકણો
શરીરમાં નવાં રક્તકણો બનવાની અને જન્મ સમયે આ રક્તકણોની બનવાની અને કોપરનો તેમાં વપરાશ થવાની ક્રિયા આજીવન ચાલુ રહે છે.

કોલેસ્ટેરોલ
કોલેસ્ટેરોલ અને ગ્લુકોઝમાં ચયાપચયની ક્રિયામાં પણ કોપર મહત્વની ભૂમિકા ભજવે છે.

હાડકાંની જાળવણી
હાડકાંની જાળવણી કરવા અને મજબૂતી ટકાવી રાખવા માટે કોપર અનિવાર્ય ઘટક છે. બે અવયવોને જોડતા સ્નાયુ તંતુઓની જાળવણી, મગજની સક્રિયતા અને હ્રદયને કાર્યક્ષમ રાખવા, જાળવણી માટે કોપર અત્યંત જરૂરી ઘટક છે.

રોગપ્રતિકારક શક્તિ
શરીરમાં થયેલા ઇન્ફકેશનનો પ્રતિકાર અને ઘા રુઝવવાની કામગીરી કરે છે. રોગ પ્રતિકારક તંત્રને સક્રિય રાખે છે.

કોપરની ઉણપથી થતી સમસ્યા
કોપરની ઉણપથી બ્યુકોપેનિયા એટલે કે શ્વેતકણો ઘટી જાય છે. શ્વેતકણો શરીરના સૈનિક છે. કોપરના અભાવે શરીરમાં તેનું પ્રમાણ ઘટી જાય છે. તેથી રોગ પ્રતિકારક શકિત ઘટી જાય છે.

ચેતાતંત્ર
આ ઉપરાંતતે ચેતાતંત્રને પણ અસર કરે છે. તેથી વ્યક્તિને ચાલવામાં તકલીફ પડે છે. કોપરની અછતથી ચાલતી વખતે બેલેન્સ જાળવવું મુશ્કેલ બની જાય છે. હાથ-પગના પંજા અને આંગળીઓ પર ખાલી ચઢી જાય અને કીડીઓ ચટકા ભરતી હોય. તેને પેરિફેરલ ન્યુરોપથી કહે છે. તેનો અર્થ એ થયો કે તમારું ચેતાતંત્ર બરાબર કામ કરતું નથી.

દૃષ્ટિ:
કોપરની ઓપ્ટિક ન્યુરોપથી પર પણ અસર જોવા મળે છે. તેને કારણે કલર ઓળખવાની ક્ષમતામાં ધીમે ધીમે ઘટાડો જોવા મળે છે. W.H.O. વર્લ્ડ હેલ્થ ઓગેનાઈઝેશને કોપર શરીરમાં કેટલું હોવું જોઇએ તે સૂચવ્યું છે અને રોજ કેટલું લેવું જોઇએ તે જણાવ્યું છે:

1 થી 3 વર્ષ- 0.34mg
4 થી 8 વર્ષ 0.44mg
9 થી 13 વર્ષ ૦.70mg
14 થી 18 વર્ષ 0.89mg
18 થી ઉપરની ઉંમર 1.3mg
કોપર ડેફિસિયન્સી થવાનાં કારણો
કોપર યુક્ત ખોરાકની માત્રા ઓછી હોય તે મુખ્ય કારણ છે.

બેરિયાટ્રિક સર્જરી: આમાં જઠરના કેટલાક ભાગને સ્ટીચ કરી દઈ જઠરનું કદ અત્યંત નાનું બનાવી દેવાય છે. તેમાં ૨૦૦થી ૨૫૦ ml થી વધુ ખોરાક ન જાય, તેવી ગોઠવણ કરાય છે. પરિણામે જઠરમાંથી લોહતત્વ, વિટામિન B-12નું યોગ્ય પ્રમાણમાં અવશોષણના થવાથી કોપર ડેફિસિયન્સી વધે છે.

ઝિન્ક: ઝિન્કનાં ઘટકો ઘરાવતો ખોરાક વધુ લેવામાં આવે તો પણ કોપર ડેફિસિયન્સી થાય છે.

કોપરયુક્ત આહાર: કાજુ, દાક્ષ, જવ, ઘઉં, ચોખા, બટાકા, નારિયેળ, પપૈયુ, સફરજન, વટાણા,પિસ્તા વગેરેમાંથી કોપર સારા પ્રમાણમાં મળી રહે છે.

કોપર મુક્ત ઓષઘ: ચંદ્રકલારસ – કોપર ડેફિસિયન્સીના કારણે કેટલાક લોકોને સતત ઝીણો તાવ રહ્યા કરે છે. અંદરથી બળતરા થતી હોવાનું જોવા મળે છે. તેમાટે ચંદ્રકલારસ લઈ શકાય. તેમાં મુખ્ય ઘટક તામ્રભસ્મ (કોપર) છે.

વાતવિધ્વંસ રસ: અવયવોમાં સંવેદનહીનતા માટે વપરાતું ઓષધ છે જેમાં તામભસ્મ ઉપરાંત બગભસ્મ, સૂંઠ, મરી, પીપર, ગંધક વગેરે છે વાયુને કારણે થતી તકલીફો ઘટાડે છે. હાથ-પગમાં ખાલી ચઢવી વગેરે સમસ્યાને હળવી કરી દે છે

કોપર વધુ પડતું લેવાય તો?
કોપર ઘટક શરીરમાં વધુ પડતું લેવાય તો અને કારણે એનિમિયા- લોહીથી અછત થઈ શકે છે. પેટનો દુ:ખાવો થઈ શકે છે. માથું દુ:ખે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હ્રદય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top