મળી ગયો શરીરમા જમા થતા એસિડ અને પિત્તનો જોરદાર દેશી ઈલાજ, 100% ગેરેન્ટી સાથે જીવનભર ગેસ-એસિડિટી કબજિયાત ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જો તમારા શરીરમા વાત-પિત્ત અને કફનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે તો તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહો છો પરંતુ, જો આ ત્રણ માંથી એક નું પણ સંતુલન અસ્તવ્યસ્ત થાય તો તમારે અનેકવિધ પ્રકારની સ્વાસ્થ્ય સંકળાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. આયુર્વેદમા આ સમસ્યાઓ ના નિરાકરણ માટે અનેકવિધ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાયો અજમાવીને તમે તમારા શરીર મા ઉદભવતી તમામ સમસ્યાઓ ને દૂર કરી શકો છો.

આ નુસખા ને કુંજલ ક્રિયા તરીકે ઓળખવામા આવે છે , આ નુસખા ને કેવી રીતે અજમાવવો તેની પદ્ધતિ વિધિવત જાણીએ. સોથી પહેલા એક પાત્ર માં શુદ્ધ પાણી લેવું અને તેને ગરમ કરી લેવું. ત્યારબાદ તમારે કાગાસનમા બેસવું અને તે જ સ્થિતિમાં આ ગરમ કરેલું હૂંફાળા પાણી નું સેવન કરવું. ત્યારબાદ ઉભા થઈને પેટથી વળીને ૯૦ ડીગ્રીનો ખુણો બનાવી આગળ તરફ નમવું. ત્યારબાદ હાથને પેટ પર રાખી અને જમણા હાથની બે-ત્રણ આંગળિયો ને જીભના પાછળના ભાગ તરફ જવા દેવી અને આ રીતે તમારે ઉલટી કરવી.

આમ કરીને પીધેલું બધું જ પાણી બહાર કાઢી લેવું. જ્યાં સુધી બધું પાણી નીકળી ના જાય ત્યાં સુધી આ રીતે મોઢામાં આંગળી નાખીને ઉલટી કરતા રહેવું અને બધું પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરવો. આ નુસખો અજમાવવાથી તમારા પેટમાં જે પચ્યા વગરનો આહાર છે તે પણ બહાર આવી જશે. આ પચ્યા વગરનો આહાર જ તમારા શરીરમાં વધારાનો એસિડ ઉત્પન્ન કરે છે.

જ્યારે તમારા પેટમાંથી કડવું અથવા તો ખાટું પાણી નીકળે ત્યારે તમારે સમજવું કે તે તમારા પચ્યા વગરના આહાર નું પાણી છે. હવે જ્યારે આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થાય છે અને બધુ જ પાણી તમારા પેટ માંથી સાફ થઈ જાય ત્યારે તમારે તે પછી ૧ ગ્લાસ ગરમ પાણી નું સેવન કરી લેવું અને પુનઃ એકવાર આ પ્રક્રિયા ને અનુસરવી જેથી તમારું પેટ સંપૂર્ણપણે સાફ થઈ જાય.

જો તમે પિત્તની સમસ્યા થી પીડાતા હોવ તો તમારે આયોડીન યુક્ત નમક નો ઉપયોગ ના કરવો જોઈએ. આ ઉપરાંત તમારે તળેલો આહાર તથા બહાર ના ફાસ્ટફૂડ નું સેવન ટાળવું. ગાય નું ઘી એ એક મહત્વનો ભારતીય આહાર છે. તમે તમારા નિયમિત આહાર માં કોઈને કોઈ રીતે ઘી નું સેવન કરતા જ હોવ છો પરંતુ, જો તમે ઘીમા ખાસ કરીને ગાય ના ઘીનો ઉપયોગ કરશો તો તે તમારી પિત્તની સમસ્યા ને દૂર કરવામાં લાભદાયી સાબિત થશે.

છાશમાં સાદા મીઠાની જગ્યાએ આ સંચળ નો ઉપયોગ કરવો , આ સંચળ વાળી છાશ નું સેવન તમને એસીડીટી ની સમસ્યા માંથી મુક્તિ અપાશે. આંબળા ના શરબત નું સેવન પિત ની સમસ્યા મા ખુબ જ રાહત આપે છે. આ માટે તમારે આંબળાને રાત્રે જ પલાળી લેવા અને પરોઢે તે જ પલાળેલા આમળાને ક્રશ કરીને તેમાં વાટેલું જીરુ અને સાકર ભેળવી તેનું શરબત બનાવી તેનું સેવન કરવું. આ શરબત નું સેવન તમને એસીડીટી ની સમસ્યામાંથી રાહત અપાવશે. તો આ હતા આયુર્વેદ મા દર્શાવેલા અમુક ચમત્કારિક ઉપાયો કે જેનો ઉપયોગ કરીને તમે એસીડીટી ની સમસ્યા ને જડમૂળમાંથી દૂર કરી શકો છો.

દૂધમાં ઘણી માત્રામાં કેલ્શિયમ રહેલું છે. જે એસિડિટીને ન્યૂટ્રલ કરવામાં મદદરૂપ બને છે. તે ઉપરાંત ઠંડુ દૂધ એસિડિટીને કારણે ગળા અને છાતીમાં થતી બળતરાને શાંત કરીને આરામ પહોંચાડે છે. એસિડિટી થાય ત્યારે ઠંડા દૂધમાં ખડી સાકર અને ગુલકંદ નાંખીને પીવાથી તરત જ રાહત પહોંચે છે.

તુલસી સ્ટમકમાં વધુ મ્યુક્સ પેદા કરવા માટે મદદરૂપ થાય છે. તેનો એન્ટી અલ્સર ગુણ ગેસ્ટ્રિક એસિડના પ્રભાવને ઓછો કરે છે. જ્યારે પણ તમને એસિડિટી જેવું લાગે ત્યારે તરત જ તુલસીનાં થોડાં તાજાં પાન ધોઈને તેને ચાવી જાઓ. તરત આરામ થશે.

વરિયાળી ગુણમાં ઠંડી છે, એટલે કે તે પિત્તને દૂર કરે છે અને હાથ, પગ, છાતીમાં થતી બળતરાને દૂર કરી ઠંડક પ્રદાન કરે છે. વળી, તેનામાં એન્ટી- અલ્સર ગુણ પણ છે, તે કબજિયાતને પણ દૂર કરે છે અને પાચનક્રિયાને સુચારુ બનાવે છે. એટલે જ આપણે ત્યાં ભોજન પછી મુખવાસમાં વરિયાળી ખાવાની પ્રથા છે. જો તમને સિવિયર એસિડિટી થઈ હોય તો એક ગ્લાસ પાણીમાં થોડી વરિયાળી, કાળી દ્રાક્ષ અને ખડી સાકર પલાળી રાખો. અડધા કલાક પછી તેને મિક્સરમાં ચર્ન કરી ગાળી લો અને પી જાઓ. એસિડિટી દૂર થશે.

ઈલાયચી પાચનક્રિયાને પ્રોત્સાહિત કરે છે, ગેસને દૂર કરે છે અને સ્ટમકની અંદરની લાઈનિંગમાં ઠંડક પહોંચાડે છે, જેથી જરૂર કરતાં વધુ એસિડ ઉત્પદન્ન થતો નથી. એસિડિટી થાય ત્યારે આઠ-દસ ઈલાયચીના દાણા લઈને તેને કૂટી નાંખો અને એક ગ્લાસમાં પાણીમાં નાંખી ઉકાળો, પાણી ઠંડુ થાય પછી તેને પી જાઓ. આનાથી એસિડિટીમાં તરત રાહત થશે.

લવિંગમાં વાયુને એટલે કે ગેસને દૂર કરવાનો ગુણધર્મ છે. તે પાચનક્રિયાને સુચારુ બનાવે છે. તેને દાંત વચ્ચે રાખવાથી તેનો તેજ સ્વાદ આખા મોંમાં ફેલાઈ જાય છે, જેથી લાળગ્રંથિઓ સતેજ થાય છે, જે પાચનક્રિયાને વેગીલી બનાવે છે અને સારા પાચનનો અર્થ છે એસિડિટીથી છૂટકારો!

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top