માત્ર 1 દિવસમાં શરદી, કફ, ખાંસી, તાવનો જડમૂળથી દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વસંત ઋતુમાં શરીરમાં ભરાયેલો કફ પીગળે છે. વળી, ઋતુના આ સંધિકાળમાં વાઈરસ પણ માથું ઉચકતાં શરદી-ખાંસીની તકલીફ સૌ કોઈને સતાવતી હોય છે. ગાળામાં કફ એ મોટી સમસ્યા છે, આ કફ જામવાથી વ્યક્તિને ગળું સાફ કરવાની જરૂર પડે છે. ગળામાં કફને લીધે ગળું ભારે રહે છે અને ખંજવાળ આવે છે તો ક્યારેક ગળામાં બળે પણ છે. આ પરિણામે કફ બેચેની ઉભી કરે છે.

કફ ગળામાં જમવાની સાથે છાતીમાં પણ ચીપકી જાય છે. કોઈ ચીજમાં એલેર્જી હોવાને લીધે ગળામાં કફ જામે છે, શ્વસન તંત્રની ક્રિયામાં ચીકાશ  બને છે જેમાં મૃત કોશિકાઓ અને કચરો હોય છે. જે કફ સ્વરૂપે બહાર આવે છે. આ સરળ ઘરેલુ ઉપચારોથી તમને શરદી-ખાંસીમાં અવશ્ય રાહત મળશે.

હળદર એ ઉત્તમ એન્ટીસેપ્ટિક, એન્ટીબાયોટિક છે. તે શરદી- ફ્લૂ જેવા વાઈરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનને દૂર કરવા માટે ખૂબ કારગત છે. જો ગળામાં બળતરા થતી હોય તો એક કપ નવશેકા પાણીમાં થોડું મીઠું અને હળદર નાંખી દિવસમાં બે-ત્રણ વાર તેના કોગળા કરો. રાત્રે એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર નાંખી પી જાઓ. સવારે ગળાના દર્દમાં ઘણી રાહત મહેસૂસ કરશો. હળદર પણ મધની જેમ કફને છૂટો પાડવાનું કામ કરે છે.

કફ દુર નીકાળવો અને શ્વાસ લેવાની તકલીફને દુર કરીને અસ્થમાના રોગને નિયંત્રિત ઈ શકાય છે. અંજીર ખુબ સ્વાસ્થ્યપ્રદ હોય છે. અંજીરનો ઉપયોગ કરવા માટે ત્રણ સુકા અંજીરને પલાળીને રાખો.  બીજા દિવસે સવારે ખાલી પેટે તેને પાણી સાથે પી લેવા.  આમ અસ્થમાના રોગમાં અંજીરની અસર લાંબા સમય સુધી રહે છે.

વડનાં કુમળાં પાનને છાંયડામાં સૂકવીને વાટી લેવાં. અડધા લિટર પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખીને ઉકાળો બનાવવો. જ્યારે ચોથા ભાગનું પાણી શેષ રહે ત્યારે ઉતારીને ગાળી લેવું અને દળેલી સાકર મેળવીને નવશેકું કરીને પીવું. પ્રયોગ શરદીમાં લાભદાયક છે. હળદર,મીઠાવાળો શેકેલો અજમો જમ્યા પછી કાયમ મુખવાસ તરીકે ખાવાની ટેવ પાડવાથી શરદી-ઉધરસ મટે છે.

ફુદીનાથી બનેલા તેલમાંથી ઘણીબધી દવાઓ બને છે. જેમાંથી કફ નીકાળવાની દવા અને કફ સિરપ પણ બને છે. ફુદીનામ એન્ટી સેપ્ટિક અને એન્ટીસ્પાસ્મોડિક ગુણ હોય છે. જે કફ સાથે ખાંસી, સાઈનસાઈટીસ, ગળામાં સંક્રમણ, શરદી, ફ્લુ અને અસ્થમા જેવી સમસ્યામાં રાહત આપે છે.

ઘરોમાં અસ્થમા માટે સામાન્ય રીતે આદુનો ઉપયોગ કરવામાં આવે છે,  એક ચમચી આદુનો રસ એક  કપ પાણીમાં ભેળવીને દરરોજ સાંજે પીવાથી અસ્થામમાં રાહત રહે છે. દવાઓથી થયેલા અસ્થમામાં માંસપેશીની શિથિલતા દુર કરે છે. આદુનો રસ દમના રોજના દર્દીને કપ દુર કરવામાં ફાયદો આપે છે.

તુળસી અસ્થમાના નિયંત્રણ માટે ખુબ જ લાભદાયક છે. તુલસીના પાંદડા સારી રીતે સાફ કરીને તેમાં કાળા તીખા સાથે છૂંદો બનાવીને ખાવાથી અસ્થમા નિયંત્રણમાં રહે છે. આ સિવાય તુલસીને પાણી સાથે વાટીને તેમાં મધ ભેળવીને ચાટવાથી અસ્થમામાં રાહત રહે છે.

ભોયરીંગણીનો આખો છોડ મૂળ સાથે ઉઘેડીને તેને ધોઈ સાફ કરીને છાયડામાં સુકવીને તેના નાના નાના ટુકડા 10 ગ્રામ જેટલા લઈને કપડામાં બધીને પોટલી બનાવીને મગ સાથે બાફવાથી તેના બધાં જ ઔષધીય ગુણો મગમાં ઉતરશે. છતાં મગનો સ્વાદ પણ બગડશે નહિ. આમાં આદું, લસણ વગેરે નાખી ખાવાથી કફ છુટો પડે છે.

એક ગોળનો ટુકડો અને અડધી ડુંગળી તેને સાથે મિક્સ કરીને દિવસમાં બે થી ત્રણ વખત સેવન કરવાથી કફથી છુટકારો મેળવી શકાય છે. ગોળનો ઉપયોગ શ્વસનતંત્ર સંબંધી બીમારીઓને દુર કરવા માટે થાય છે.  જેમાં ગળામાં ખરોચ, શરદી અને ઉધરસ વગેરે બીમારીઓ સામેલ છે. ગોળ રેસ્પીરેટરી ગુણ ધરાવે છે જેથી તે કફની બીમારી દુર કરે છે.

ભોરીંગણી, જીરા ને આમળાનું ચૂર્ણ મધમાં ચાટવાથી અસ્થમા દમ અને શ્વાસ સંબંધી રોગો મટે છે. ભોરીંગણીના પાન, ફળ, ફૂલ, છાલ અને મુળની ભૂકી દુધમાં લેવાથી અસ્થમા (દમ) હલકો પડે છે. ભોરીંગણીના ફળનો ઉકાળો સિંધ મીઠું અને હિંગ ભેળવીને પીવાથી ભયંકર અસ્થમામાં પણ ફાયદો કરે છે.  નાની ભોરીંગણીના મૂળ, ધોળા જીરું અને આમળા સાથે બનેલા ચૂર્ણમાં મધ ભેળવીને ખાવાથી અસ્થમામાં રાહત થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Scroll to Top