કોઈ પણ ઋતુની શરૂઆત પવનની દિશા બદલવાથી અને આબોહવામાં ફેરબદલ થવાથી આપણે કફ અને તેને લીધે થતી શરદી, ઉધરસ, ખાંસી જેવી બીમારીઓનો ભોગ બનીએ છીએ. સાથે શરદી ઉધરસ સાથે જોડાયેલી બીમારીઓ માથામાં દુખાવો, તાવ અને વાઈરસનું સંક્રમણ જેવી ઘણી બીમારીઓ લાગે છે.
આવી બીમારીઓમાં મુખ્ય કફનો આધાર રહે છે. કફમાં આ રોગના વાયરસ ભળી જાય છે અને બીમારીઓને ફેલાવામાં મદદ મળે છે. માટે જો કફનો ઈલાજ કરીને કફને કાઢી નાખવામાં આવે તો અન્ય બીમારીઓ પણ અટકી શકે છે. કફ ફેફસામાં હોય છે માટે અમે આ લેખમાં કફને દુર કરવાના ઉપચારો જણાવી રહ્યા છીએ.
અનાનાસનો રસ એન્ટીઇન્ફલેમેટ્રી અને એન્ટી ડીટોક્સીફાઈ ગુણ ધરાવે છે જેના કારણે અનાનસનો રસ કફથી રાહત અપાવે છે. એક ગ્લાસ તાજો અનાનાસનો રસ ભોજન સાથે કે ભોજન બાદ દિવસમાં 1 થી 2 ગ્લાસ અનાનાસના રસનું સેવન કરવાથી કફ નીકળી જાય છે.
અરડૂસી કફના ઈલાજ તરીકે વર્ષોથી ઉપયોગ કરવામાં આવે છે. અરડૂસીના પાંદડાનું સેવન, રસ, ઉકાળો વગેરે બનાવીને સેવન કરવાથી ફેફસા અને છાતીમાં રહેલો કફ નીકળે છે. આ ઈલાજ કરવાથી કફની સાથે જોડાયેલા રોગ પણ મટે છે. જેમાં અસ્થમા, ટીબી, ખાંસી, દમ જેવા રોગો એન શરદી પણ ઠીક થાય છે.
પાણીમાં જાયફળ ઉકાળી કોગળા કરવાથી ગળું બળતું હોય તો રાહત થાય છે. આદુંમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ગળાનાં ઇન્ફેક્શન અને દુખાવામાં આરામ આપે છે. એક કપ પાણીમાં આદું નાખી ઉકાળો. ત્યાર બાદ તે પાણી બેથી ત્રણ વાર પીવો. આમ કરવાથી ગળાના ખરાશમાં ઘણી રાહત મળશે.
ગળોનો પાંદડા અને વેલામાંથી રસ કાઢીને મધ સાથે સેવન કરવાથી કફનો નાશ થાય છે. ગોખરુ અને અશ્વગંધાનું ચૂર્ણ દરરોજ દરરોજ મધ સાથે લેવાથી અને ઉપરથી દૂધ પીવાથી ઉધરસ અને ગળાનો સોજો મટે છે. તુલસીનો રસ મધ સાથે લેવાથી કફ અને ઉધરસ મટે છે. ડમરાના છોડ બાળીને તૈયાર કરેલો ક્ષાર ચણાના દાણા જેટલો ઘી સાથે લેવાથી કફ નીકળી જાય છે અને ઉધરસ મટે છે.
ભોયરીંગણી નાં મૂળ આસોપાલવનાં પાનમાં વાટી તેનો ઉપયોગ વાળા ઉપર કરવાથી તે ફોલ્લા ફૂટી વાળો બહાર નીકળે છે. તેનાં બીજની ધુમાડી આપવાથી દાંતના ચસ્કા મોળા પડે છે. ભોંયરીંગણીનો ઉકાળો પીપર સાથે લેવાથી ખાંસીમાં ઘણી રાહત થાય છે. જે લોકોને કોરી ઉધરસ આવતી હોય તેને ભોંયરીંગણી નું ચૂર્ણ એ મધમાં નાખીને ખાવાથી તેનાથી ઉધરસ મટે છે.
અજમો ખુબ જ ઉપયોગી છે, જે હાલ ચાલી રહેલી કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે ઉપયોગી છે ખાવાથી અને તેનો નાસ લેવાથી શરૂઆતમાં જ કોરોના વાયરસનો નાશ કરે છે અને તેને નબળો પાડીને તેનું સંક્રમણને નાકમાં કે ફેફસામાં પહોચતા પહેલા જ નાશ કરે છે. કફ છૂટો પડીને બહાર કાઢી નાખે છે.
મેથી બેક્ટેરિયાના નાશ માટેના અને સોજે દુર કરવાના ગુણ ધરાવે છે. 1 ચમચી મેથીના દાણા લઈને તેને 1 પાણીમાં પલાળી દો. આખી રાત્રી પલળવા દીધા બાદ તેને સવારે ગાળીને ગરમ કરી લો અને તેમાં મધ નાખીને હર્બલ ચા બનાવીને પીવો. આ ઉપાય કરવાથી શરીરમાંથી કફ સરળતાથી નીકળી જશે.
એક ગ્લાસ પાણીમાં છ થી સાત લવિંગ નાખીને ઉકાળીને પીવાથી બેસેલો અવાજ ખૂલી જાય છે, તેમજ શરદી-ઉધરસ પણ ઓછી થઇ જાય છે. જેઠીમધ ગળામાં ખરાશ, શરદી, ઉધરસ અને દમ જેવી બીમારીમાં અકસીર રામબાણ ઉપાય છે. જેઠીમધ શ્વસનતંત્રમાં થયેલા સંક્રમણને દુર કરે છે. એન્ટી ઓક્સીડેન્ટ ગુણના કારણે જેઠીમધ સોજાને ઓછો કરીને વાયુમાંર્ગને શાંત કરે છે.
ડુંગળીમાં એવા ગુણો હોય છે જેનાથી છાતીમાં જામેલા કફમાં તરત આરામ આપે છે. 1 નાની ડુંગળી, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી પાણી અને અડધી ચમચી મધ ભેળવીને થોડું ગરમ કરીને આ મિશ્રણને પીવાથી કફ સરળતાથી છાતીમાંથી બહાર નીકળી જાય છે.
કાળા મરી કફ નાશક છે. કાળા મરીના થોડા દાણાને સારી રીતે વાટી લો. બે કપ પાણી ગરમ કરીને તેમાં આ કાળા મરીનો પાવડર નાખીને મિક્સ કરી લો. જયારે આ પાણી ઉકળીને અડધું થઇ જાય ત્યારે તેને ઉતારીને ગાળી લો. તેમાં એક ચમચી મધ ભેળવીને સારી રીતે મિક્સ કરીને સવારે અને સાંજે સેવન કરવાથી ફેફસામાંથી કફ નીકળી જાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.