શક્કરટેટી મોટાભાગના લોકો ને ભાવતી હશે. પણ જેને નથી ભાવતી અને જે લોકો ઉનાળામાં શક્કરટેટી ખાતાં નથી, તેઓ પણ આજે અહીં અમે જણાવેલા તેના ફાયદાઓ જાણીને ખાવા લાગશે. ગરમીની સિઝનમાં રોજ એક ડીશ શક્કરટેટી ખાવાથી સ્વાસ્થ્યને અદભુત લાભ મળે છે. ગરમીની મોસમમાં આપણા શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે ટેટીનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે. ટેટીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ તેમાં વિટામિન સી, આયર્ન, વિટામિન બી6, પોટેશિયમસ કોપર, ફાયબર, વિટામિન કે અને મેગ્નેશિયમ પણ મળી રહે છે.
ચાલો હવે અમે તમને જણાવીએ કે શક્કરટેટી ખાવાથી તમને કયા કયા ફાયદાઓ થાય છે. શક્કરટેટી માંથી વધારે માત્રામાં ઓર્ગેનીક પીગમેન્ટ કેરોટેન્વાઈડ મળી આવે છે, જે કેન્સરથી બચાવવાની સાથે જ ફેંફસાના કેન્સરની સંભાવના ને દુર કરે છે.
ટેટીમાં એડોનોસીન નામનું એન્ટીકોએગુલેંટ મળે છે, જે રક્ત કોશિકાઓને જામતા અટકાવે છે. રક્ત કોશિકાઓ જયારે શરીરમાં જામી જાય ત્યારે હાર્ટ એટેક ની બીમારી થાય છે. ઓછી કેલરીને કારણે ટેટી ના સેવનથી વજન ઘટાડી શકાય છે. આ કેન્સર, વિરોધી વૃદ્ધત્વ અને ડાયાબિટીસ જેવા રોગોને ઘટાડે છે. વધારે વાળ ખરવાની સમસ્યાને પણ ટેટી દુર કરે છે. અને વાળમાં વિકાસ લાવવા ટેટી ફાયદાકારક છે.
શક્કરટેટીના બીજ ને મેવાની જેમ ઉપયોગ કરી શકો છો. ટેટી ના બીજ ને હલવો કે મીઠાઈમાં નાખી શકાય છે. આ ઉપરાંત સલાડમાં નાખીને કે મીઠાના પાણીમાં પલાળીને પણ આનું સેવન કરી શકો છો. શક્કરટેટીમાં વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સાથે જ આમાં બિટા કેરોટિન મળી આવે છે. આના નિયમિત સેવનથી આંખો સ્વસ્થ રહે છે અને આંખો સાથે જોડાયેલ રોગો નષ્ટ થાય છે.
શક્કરટેટીથી મળોત્સર્જન ની સમસ્યા પણ દુર થાય છે. જો તમે પાચન ક્રિયાની સમસ્યાથી પીડાતા હોવ તો શક્કરટેટી ખાવી જોઈએ. આનાથી શોચની સમસ્યા દુર થશે. આમાંથી મળી આવતા મિનરલ્સ પેટની એસીડીટીને દુર કરે છે, જેનાથી પાચનક્રિયા ઠીક રહે છે.
શક્કરટેટીમાં રહેલા પોટેશિયમ શરીરથી સોડિયમને બહાર કાઢી હાઈબ્લ્ડપ્રેશરને નિયંત્રિત કરવાના કામ કરે છે. શક્કરટેટી અનિન્દ્રા ની સમસ્યાને પણ દૂર કરે છે. તરબૂચમાં 95 ટકા પાણીની સાથે ખનીજ અને વિટામિન્સ મળી આવે છે. શક્કરટેટીની સાથે તેના બીજના પણ ઘણા ફાયદા છે. તો ચાલો જાણીએ હવે શક્કરટેટીના બીજના ફાયદાઓ કયા છે.
જો તમે તમારું વજન ઓછું કરવા માગો છો તો શક્કરટેટી ના બીજ તેના માટે ઉત્તમ રસ્તો હોઈ શકે છે. તેમાં ધણા પ્રમાણમાં સોડીયમ મળી આવે છે. સાથે જ તે ફેટ અને કોલેસ્ટ્રોલ થી પણ મુક્ત હોય છે. અને તેનાથી ઘણી ઓછી કેલેરી મળી શકે છે.
જો તમે કે તમારા ઘરના કોઈ સભ્ય ડાયાબીટીસની તકલીફનો સામનો કરી રહ્યા છો તો શક્કરટેટી ખાધા પછી તેના બીજને સુકવીને જરૂર રાખી લેવા જોઈએ. આવું એટલા માટે કહેવામાં આવે છે કેમ કે શક્કરટેટી ના બીજ ટાઈપ 2 ડાયાબીટીસમાં ઘણો ફાયદો પહોચાડે છે. જો નિયમિત રીતે તે ખાવામાં આવે તો ડાયાબિટીસ અટકાવી શકાય છે.
હ્રદયને સારું રાખવામાં ઓમેગા-3 ફેટી એસીડની ઘણી ખાસ ભૂમિકા હોય છે. ઓમેગા-૩ ફેટી એસીડ શાકાહારી લોકોને મળવી ઘણું મુશ્કેલ હોય છે એટલા માટે શક્કરટેટી ના બીજ પણ ખાઈ શકાય છે. શક્કરટેટી ના બીજમાં ઓમેગા-૩ ફેટી એસીડ મળી આવે છે સાથે અળસીમાં પણ તે હોય છે. તે પોષક તત્વ હ્રદયનું ધ્યાન રાખે છે.
શક્કરટેટીના બીજમાં ઉચ્ચ માત્રામાં પ્રોટીન મળી આવે છે. આ માત્ર ૩.૬ ટકા હોય છે. આટલી જ પ્રોટીનની માત્રા સોયામાં પણ મળી આવે છે. આથી શક્કરટેટીના બીજનું સેવન ગરમીઓમાં ઘણું ફાયદાકારક હોય છે. આ તમારા શરીરમાં પ્રોટીનની આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.
ઉનાળામાં બીજા ફળોની સરખામણી એ શક્કરટેટીમાં વધુ વિટામીન એ, સી અને ઈ હોય છે. શક્કરટેટી સાથે સાથે તેના બીજની અંદર પણ વિટામીન ઘણા ઊંચા પ્રમાણમાં મળી આવે છે. આવી રીતે જો શક્કરટેટી નું સેવનકરવામાં આવે તો આંખોનું સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે કેમ કે તે વિટામીન આંખો માટે ઘણું સારું માનવામાં આવે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.