ભારતીય રસોડામાં અનેક મસાલાઓનો ઉપયોગ થતો હોય છે. આ મસાલાઓ આપણી ઈમ્યૂનિટીને સ્ટ્રોન્ગ બનાવવામાં મદદ કરે છે. સાથે જ ઘણાં પ્રકારની તકલીફોને ઠીક કરવામાં પણ મદદ કરે છે. એવો જ એક મસાલો છે કાળા મરી. કાળા મરીનો ઉપયોગ બધાંના ઘરમાં કરવામાં આવે છે. પણ ઘણી નાની-નાની સમસ્યાઓમાં તેના નુસખાઓ વિશે લોકોને ખબર હોતી નથી. કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોવાને કારણે ખૂબ જ અસરકારક ઔષધી પણ માનવામાં આવે છે. રોજ કાળા મરીનો ઉપયોગ કરવાથી ઘણાં રોગો સામે રક્ષમ પણ મળે છે.
ગળું બેસી જવા પર કાળામરીને ઘી અને સાકર સાથે મિક્ષ કરવાથી ચાટવાથી બંધ ગળું ખુલી જાય છે, અને અવાજ પણ સૂરીલો થઇ જાય છે. 8-10 કાળી મરી લઈને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરવાથી ગળાનું સક્ર્મણ દુર થઇ જશે.
કાળી મરીને ઝીણા પીસીને ઘી માં મિક્ષ કરી લેપ કરવાથી ચામડીનાં રોગ દૂર થઇ જાય છે.પેટમાં કિડાની (કરમિયા) સમસ્યા હોય તો થોડી માત્રામાં કાળા મરીના પાઉડરને એક ગ્લાસ છાસમાં મિક્ષ કરીને પી લો. અથવા તો દ્રાક્ષની સાથે કાળી મરી દિવસમાં 3 વાર લો, તમને ફાયદો થશે તેનાથી પેટના તમામ કીડા મરી જશે.
આંખ નબળી છે, તો કાળા મરીને પીસીને એનો પાઉડર બનાવી લો. અને એને દેશી ગાયના ઘીની સાથે મિક્ષ કરવાથી તેનું નિયમિત સેવન કરવાથી તમારી આંખની કમજોરી દૂર થઇ જશે.
જે લોકોને ગઠિયાના રોગની પરેશાની છે, તે લોકો તલના તેલને ગરમ કરીને તેમાં કાળા મરી મિક્ષ કરો અને એને ગઠિયા વાળી જગ્યા પર માલીસ કરો, આવું કરવાથી દુ:ખાવામાં આરામ મળશે.
જો શ્વાસ સંબંધિત કોઈ સમસ્યા હોય તો ફૂદીનાની છાંસમાં કાળા મરી એડ કરીને ખાવું તમારા માટે ફાયદા કારક સાબિત થશે.કાળા મરી ખાવાથી ચહેરાની ઘણી બધી સમસ્યાઓ જેવી કે દાગ-ધબ્બા, સ્કિનની બીમારીઓ સારી થઇ જાય છે.
હરસથી પરેશાન લોકો માટે કાળી મરી દવાથી ઓછા નથી. જીરું, સાકર અને કાળામરીના દાણાને પીસીને પાઉડર બનાવી લો અને આને સવાર સાંજ ખાવો આ પાઉડરથી હરસની સમસ્યા દુર થાય છે. પરંતુ આના માટે તમારે જંકફૂડ અને ઓઈલી ફૂડ ખાવાથી દૂર રહેવું પડશે.
દાંતોની તમામ પ્રકારની સમસ્યાઓ જેવી કે દાંતનો દુ:ખાવો, દાંત ખરાબ થવા વગેરે કાળામરીથી સારું થઇ જાય છે. દાંતમાં દુ:ખાવો થાય ત્યારે કાળામરીના દાણાને ચાવવા જોઈએ, આનાથી દાંતનો દુ:ખાવો સારો થવા લાગે છે. દાંતોમાં પાએરિયાની સમસ્યા હોય તો મરીના પાઉડરને મીઠા સાથે મિક્ષ કરીને દાંતો ઉપર લગાવો. તમને રાહત મળશે.
પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા થવા પર તમે તરત લીંબુના રસમાં કાળામરીનું પાઉડર અને મીઠું મિક્ષ કરી પી લો. આ તમારી અપચો અને ગેસની સમસ્યાને પણ થોડા સમયમાં દૂર કરી નાખશે. ખાંસી થવા પર મધ સાથે કાળામરીના દાણાને ખાવા જોઈએ, અને આવું દિવસમાં 3 વાર કરવું. કાળા મરીની તીખાસ ગળા અને નાકની સમસ્યાને થોડા સમયમાં દૂર કરી દે છે. કાળામરી શરદીમાં ખુબજ ફાયદા કારક હોય છે, એટલા માટે દૂધમાં કાળામરી નાખીને નિયમિત પીવાથી શરદીની સમસ્યા દૂર થાય છે.
કાળામરી બ્લડ પ્રેસરને નિયંત્રિત કરવા અને શરીરને આરામ અપાવવામાં ઘણા ફાયદાકારક છે. જો તમને હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા છે, તો રોજ જમ્યા પછી એક ચમચી કાળામરી એક ગ્લાસ પાણી સાથે પીવો તો તમારું બ્લડ પ્રેસર કંટ્રોલમાં આવી જશે.
કાળા મરીનો ઉપયોગ બધાંના ઘરમાં કરવામાં આવે છે. પણ ઘણી નાની-નાની સમસ્યાઓમાં તેના નુસખાઓ વિશે લોકોને ખબર હોતી નથી.કાળા મરીમાં એન્ટિબેક્ટેરિયલ,એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોવાને કારણે ખૂબ જ અસરકારક ઔષધી પણ માનવામાં આવે છે. રોજ કાળા મરીનો ઉપયોગ કરવાથી ઘણાં રોગો સામે રક્ષણ પણ મળે છે.કાળા મરીમાં રહેલાં તત્વો ઝડપથી તકલીફો દૂર કરે છે, જાણો તેના ફાયદા અને ઉપયોગ
ઉધરસ વધુ હોય અને ઊંઘી ન શકતા હોય તો મરીના એકાદ દાણાને મોંમાં મૂકી ચૂસતા રહો. ઉધરસમાં આરામ મળશે તથા ઊંઘ પણ સારી આવશે. થોડો આદુ તથા 3-4 મરી ભેગા કરી ઉકાળો બનાવી પીવાથી તરત ઉધરસમાં લાભ થશે. ચાને બદલે આનો પ્રયોગ કરી શકો છો.
શીતપિત્ત થયું હોય તો 4-5 કાળા મરી વાટી તેમાં એક ચમચી હૂંકાળું ઘી તથા ખાંડ મેળવીને પીવાથી લાભ થાય છે. ઉધરસ તથા તેની સાથે નબળાઈ પણ લાગતી હોય તો 20 ગ્રામ મરી, 100 ગ્રામ બદામ, 150 ગ્રામ ખાંડ અથવા સાકર મેળવી તેને દળીને પાવડર બનાવી શીશીમાં ભરી લો. 1 ગ્રામ જેટલું સવાર-સાંજ ગરમ દૂધ કે પાણી સાથે લેવાથી જૂની ઉધરસ મટી જશે. તેનાથી નબળાઈમાં પણ લાભ થાય છે.
હેડકી અથવા માથાના દુખાવામાં મરીના 3-4 દાણાને બાળી તેનો ધૂમાડો સૂંઘવાથી લાભ થાય છે.કાળા મરીમાં આયર્ન વધુ માત્રામાં હોય છે. જેથી તેને ડાયટમાં ખાવાથી લોહીની ઊણપની સમસ્યા દૂર થાય છે.કાળા મરીમાં પેપરીન હોય છે. જે મેટાબોલિઝ્મને વધારે છે. જેનાથી બોડીમાં ફેટ જલ્દી બર્ન થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે