લોક વ્યવહારમાં જે વ્યાધિને ‘સંગ્રહણી’ કહેવામાં આવે છે, તેને વૈદ્યો ‘ગ્રહણી’ અને આધુનિકો ‘સ્ત્રી’ કહે છે. મનુષ્યો લોલુપતા વશ આહારના નિયમોનું ઉલ્લંઘન કરીને સ્વચ્છંદતા પૂર્વક યથેચ્છ આહાર દ્રવ્યોનું સેવન કરે છે. તેને ‘સંગ્રહણી’ નામનો રોગ થવાની શક્યતા રહે છે.
ઘણી વખત અતિસાર કે મરડાથી પીડાતી વ્યક્તિ આ રોગ મટયા પછી કે રોગાવસ્થામાં જ મિથ્યા આહાર વિહારનું સેવન કરે, જૂના મરડા કે કોલાયટીસ જેવો જ આ કષ્ટકારક વ્યાધિ છે.
મરડામાં ખાસ કરીને મોટા આંતરડામાં સોજો આવે છે. જયા સંગ્રહણીમાં તો ગ્રહણી નામનો પાચનતંત્રનો સમગ્ર ભાગ બગડવાથી સમગ્ર પાચનતંત્ર જ, જે કંઈ ખાવાપીવામાં આવે તેને પકડી રાખવાની-ધારણા કરવાની તેનું ઉચિત પાચન કરવાની કે તેના સાર ભાગનું શોષણ કરવાની શક્તિ ગુમાવી બેસે છે. એટલે કે સમગ્ર પાચનતંત્ર જ આ સંગ્રહણી નામના વ્યાધિમાં બગડે છે. તેથી દર્દી ખાધેલા આહારને યોગ્ય રીતે પચાવી શક્તો નથી, અને આહાર લેતાં જ તેને થોડીવારમાં વારંવાર સંડાસ જવું પડે છે.
આજકાલની ભાગદોડની ઝડપી જીવનધારામાં ખાવાપીવામાં અસંતુલન અને માનસિક તનાવગ્રસ્ત વ્યક્તિઓમાં આ રોગ જલદી જોવા મળે છે. વધારે પડતું તેલ, મસાલાવાળો આહાર, ઋતુપરિવર્તન, સમય તથા મળમૂત્ર વેગને દબાવી રાખવું – આવાં ઘણાં કારણોથી ગ્રહણી થઈ શકે છે.
પુરુષોની તુલનામાં મહિલાઓ વધારે આ રોગથી પીડાતી જોવા મળે છે. શરીરમાં વાતાદિદોષ પ્રકુપિત થઈને ક્ષીણ જઠરાગ્નિ સાથે મળી કે પાચ્યનાશાય અથવા ષષ્ઠિ પિત્તધરાને દૂષિત કરીને ગ્રહણી નામની બીમારી ઉદ્ભવે છે.
વધારે તરસ લાગવી, ભોજનમાં અરુચિ, પાચનમાં ગરબડી, ભારેપણું, ખાંસી, થાક, બેચેની અને કાનમાં અવાજ સંભળાયા કરે આ બધું ગ્રહણી થતાં પહેલાં થાય છે. પેટમાં મરોડ આવે અથવા દુખવા સાથે ક્યારેક કઠણ તો ક્યારેક પ્રવાહીરૂપ મળત્યાગ એ તેનું મુખ્ય લક્ષણ છે.તીવ્ર દુર્ગંધ અને ફીણવાળો મળત્યાગ થવો.,. મળત્યાગ પછી પણ હજી મળત્યાગ બાકી રહી ગયો છે તેવું લાગ્યા કરવું
રોગીને પેટમાં ભારે ભારે લાગવું કે આફરો થવો., પેટમાંથી અવાજ આવતો હોય તેવું રોગીને લાગ્યા કરે. રોગીનું શરીર દૂબળું થઈ જવું, શક્તિહીન થઈ ગયું હોય તેમ થાકેલું શરીર રહે કે પછી ચીડિયો સ્વાભાવ થઈ જાય કે પછી કંઈ પણ ખાતાં બીક લાગ્યા કરે ,ભોજનમાં અરુચિ થવી, છાતીમાં બળતરા, માથામાં દુખાવો, વારે વારે પેશાબ થવો કે ઘણાને મોઢામાંથી દુર્ગંધ આવવી પણ જોવા મળે છે.
જઠરાગ્નિ દુર્બળ હોવાથી ખાધેલો આહાર પક્વ, અપરિપક્વ અવસ્થામાં જ બહાર ધકેલાય જાય છે. આ વખતે મળ પ્રવૃત્તિમાં દુઃખાવો અને દુર્ગંધ બંને હોય છે. મળ ક્યારેક બંધાયેલો તો ક્યારેક દ્રવ રૂપે હોય છે. આવા દર્દીઓને વારંવાર મળ પ્રવૃત્તિ, તરસ, અરુચિ, વૈરસ્ય, રક્તાલ્પતા, પીંડીઓનો દુઃખાવો, પેટમાં ગડબડ, ચક્કર, વજન ઘટવું કે લોહી ઓછું થવાને લીધે સોજા, સાંધાઓમાં પીડા, ઊલટી-ઊબકા, જીર્ણ જવર, ખાટા અને કડવા ઓડકાર આવવા, અશક્તિ વગેરે થાય છે. ઘણાં દર્દીઓને આ વ્યાધિમાં પ્લીહા-સ્પ્લીન પણ વધી જાય છે.
આયુર્વેદમાં આ વ્યાધિને કષ્ટસાધ્ય ગણાવાયો છે. એટલે કે ખૂબ જ ચીવટપૂર્વકના ઉપચારથી લાંબા સમયે મટતો રોગ. ઘણીવાર તો આ વ્યાધિમાંથી મુક્ત થવા માટે એકથી દોઢ વર્ષ જેટલો સમય લાગે છે. જો આયુર્વેદિય રીતે યોગ્ય પરેજી સાથે ઉપચાર ક્રમ ગોઠવવામાં આવે તો સંગ્રહણી ધીમેધીમે સાવ મટે છે.
આમલીના પાનનો રસ સાકર સાથે લેવાથી સંગ્રહણી મટે છે.દાડમના દાણાનો રસ કાઢી, તેમાં જાયફળ, લવીંગ અને સુંઠનું થોડું ચુર્ણ તેમજ મધ મેળવી પીવાથી સંગ્રહણી મટે છે.
સુકા દાડમની છાલ ઘસી, પાણી મેળવી પીવાથી સંગ્રહણી મટે છે.સુંઠ અને જીરુ સાથે બાફેલાં ગાજર ખાવાથી સંગ્રહણી મટે છે.સુંઠની ભુકી પાણી સાથે ચટણી માફક પીસી, ઘીમાં તળી, તેને ઘી સાથે ખાવાથી વાયુ નાશ પામે છે અને સંગ્રહણી મટે છે.એક હળવો જુલાબ લઈ ૧૫-૨૦ દીવસ માત્ર કેરીના રસ પર રહેવાથી સંગ્રહણી, પ્રવાહીકા અને પેટના રોગો મટે છે.
સંગ્રહણીમાં છાશ સર્વોત્તમ છે. એટલે શરૂઆતના દિવસોમાં માત્ર મોળી, તાજી, ખાટી, છાશ પર જ રહેવું. તથા તેમાં જીરું, સૂંઠ વગેરે નાખી શકાય. દાડમનો રસ લીંબુનો રસ, સફરજન, નારંગી, મોસંબીના જ્યૂસ લઈ શકાય. પછી રોગ કાબૂમાં આવતો જાય તેમ તેમ ધીમેધીમે વાયુ, પિત્તાદિને ધ્યાનમાં રાખીને ધીમેધીમે આહાર છૂટ લઈ શકાય.
આમળા, ચિત્રકમૂળ, બાળ હરડે, લીડીપીપર, સિંધવ આટલા ઔષધો સરખા ભાગે લઈ તેને ખાંડી ચૂર્ણ બનાવી લેવું આ થયું વૈદ્યોનું ખૂબ માનીતું “આમ-લક્યાદિ ચૂર્ણ.” આ ચૂર્ણ એક ચમચીની માત્રામાં દિવસમાં ત્રણ વખત લેવાથી સર્વ પ્રકારના તાવ દૂર થાય છે. મલાદિકનો ભેદ થાય છે. રૂચિ થાય છે. કફ દૂર થાય છે અને અન્નનું પાચન થાય છે.
વધારે તેલ, ગરમ મસાલા, તીખો ખોરાક છોડીને સાદો આહાર લેવો જોઈએ. રોગીને આશ્વાસન આપવું જોઈએ, ભૂખ લાગવી અને પાચન થાય તે માટે ઔષધિઓનો પ્રયોગ લાભપ્રદ હોય છે. કડાછાલ, મોથ, ગુડૂચી, શુક્તિ, પિપ્પલી, આમલકી રસ પાચન માટે બહુ જ ફાયદાકારક ઉપચાર છે.