આ સામન્ય લાગતી વસ્તુ માનસિક તણાવ અને પેટની ચરબીને કરી દેશે બરફ જેમ ગાયબ, વજન ઘટાડવા માંગતા લોકો ખાસ વાંચે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આયુર્વેદમાં ને ઠંડક આપતું માનવામાં આવે છે. તેનાથી કબજિયાત દૂર થાય છે. આ ઉપરાંત છાતીમાં બળતરા, ગેસ, એસિડિટી તેમજ આંખે ઓછું દેખાતું હોય તેવી વ્યક્તિઓ માટે તેને ફાયદાકારક ગણવામાં આવે છે. આપણે ત્યાં ખાસ કરીને ચટણી, દહીં, અથાણાં, સલાડ અને અમુક ફળોમાં તેને ભભરાવીને વાપરવામાં આવે છે. સંચળને રેગ્યુલર ‘મીઠા’ની જગ્યાએ વાપરવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ સંચળના ફાયદાઓ વિશે.

સંચળ ગુણમાં ઉષ્ણવર્ય, રુચિદાયક, પાચન તથા રેચક અને દીપન કરનાર છે. ખાસ કરીને સંચળ રુચિ પેદા કરે છે. એ ઓડકાર સાફ લાવે છે. દસ્ત ખુલાસેથી ઉતારે છે. સંચળ જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. એ શૂળ, આફરો, કૃમિ તથા આમ વગેરેનો નાશ કરે છે. સંચળ હૃદયનાં દરદ મટાડે છે. તેનામાં લાહોરી મીઠાં કરતાં રેચક ગુણ વધારે છે. સંચળને આંબાની ગોટલી સાથે ખૂબ પીસી એકત્ર કર્યા પછી આપવાથી હેડકી બંધ થાય છે.

સંચળને પ્લીહા તથા યકૃતના વરમો તથા સોજા વગેરે ગ્રંથિઓ વૃદ્ધિ પામવાથી જે જે વ્યાધિઓ ઉત્પન્ન થતાં હોય તેવા રોગ પર ઘણું ઉત્તમ કામ કરે છે. અજીર્ણ તથા ચૂંક મટાડવા માટે સંચળ, આમળાં, જીરું સફેદ અને મરી દરેક અડધો તોલો લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી બીજોરાંના રસમાં મેળવી તેની ગોળી ત્રણથી પાંચ ઘઉં ભાર જેટલી બનાવી ઉપયોગમાં લઈ શકાય.

સંચળ, વડાગરૂ, બીડલવણ, સિંધવ, મરી, મીત્રો, ચણોઠી, ભીણમાં આકડાનાં મૂળ, થોરનાં મૂળ એ દરેક એક તોલો લઈ તે તમામનું ચૂર્ણ બનાવવું. ત્યાર બાદ એને લોહાનાં પાત્રમાં નાખી થોરના તથા આકડાના દૂધમાં તે ઘાટું થાય તેવો પાક બનાવવો. આ પાકથી સફેદ કોઢમાં રાહત થાય છે. બીજા કોઢમાં પણ ફાયદો થાય છે. અર્શ તથા મસાનો પણ નાશ કરે છે. અઢારે જાતના કોઢ ઉપર એ ઘણી રાહત કરે છે.

તણાવને દૂર કરવા માટે સંચળ એ સહાયક હોય છે અને તેને ખાવાથી મન શાંત થાય છે. તણાવ થવા પર રોજ રાતે સૂતા પહેલા થોડો એવો સંચળ ચાટી લો આરામ મળશે. ખરેખર સંચળ એ આપણા શરીરમાં સેરોટોનિન હોર્મોન ને વધારાનું કામ કરે છે. જેનાથી તણાવ થતો નથી. આવી રીતે અનિદ્રા માં પણ સંચળ ફાયદા કારક હોય છે. તેને ખાવાથી નીંદર ન આવવાની સમસ્યા દૂર થાય છે.

સંચળ, સિંધાલૂણ, નીમકલાહોરી, હીમજા હરડે, આંબળા, સૂકા, સૂંઠ, પીપર, અને મરી એ દરેક એક તોલો, અજમો, ચિત્રો અને ચિત્રાછાલ એડધો તોલો, લવિંગ તજ અને એલચી દાણા પા તોલો, અગર મસ્તકી અને જાવંત્રી દરેક નવ વાલ લઈ એ બધાનું ચૂર્ણ બનાવવું. એ ચુર્ણને લીંબુના રસમાં અથવા ચણાની ખાટમાં તેની ચણોઠી જેવી ગોળી બનાવવી. આ ગોળી દિવસમાં ત્રણ વખત લેવાથી ભૂખ વધારે છે. ખોરાકનું બરાબર પાચન કરે છે. પિત્ત મટાડે છે. વાયુ દૂર કરે છે, પેટમાં ગડગડાટ થતો અટકાવી પેટની ફુગાવો થતો મટાડે છે. એ મગજને પુષ્ટિ આપે છે. સાંધા પણ મજબૂત કરે છે.

સંચળ, વજ, સૂંઠ, પીપર, મરી, હિંગ, અતિવિષ અને હદળ એ દરેક એક તોલો લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણમાં પાયી અડધો તોલો ગરમ પાણી સાથે પીવાથી કફથી ઉત્પન્ન થયેલો અતિસાર દૂર થાય છે. પેટમાં દુખાવો અથવા તો મરડો થયો હોય તો સંચળ અને અજમાનો એકસાથે સેવન કરી લેવુ. થોડા અજમા ને ભેગા કરીને પીસી લો. પછી આ પાવડર માં સંચળ ભેળવી દો, આ પાણી સાથે સેવન કરો. આ ચૂર્ણ ખાવાથી મરડો અને દુખાવામાં આરામ મળે છે.

જે લોકો પોતાનું વજન ઓછું કરવામાં લાગી રહ્યા છે, તે લોકોએ મીઠાની જગ્યાએ  સંચળનો ઉપયોગ કરવો જોઈએ. સંચળમાં સોડિયમની માત્રા ઓછી હોય છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. સંચળ એસીડીટીને પણ દુર કરે છે, તમે લીંબુ પાણી પીઓ ત્યારે તેની અંદર સંચળ અવશ્ય નાખો. આ કારણે શરીરમાં થતી જલન દુર થાય છે.

સંચળ ખાવાથી લોહી પતળું થાય છે, જેથી તે આખા શરીરમાં સરળતાથી પહોચે છે, અને આ કારણે કોલેસ્ટ્રોલ ઓછો થાય છે, તેમજ હાઈબીપીની બીમારી દુર થાય છે. સોજાને ઓછો કરવા માટે સંચળ નો પ્રયોગ કરવો જોઈએ. ઘાવ અને સાંધાના દુખાવા અથવા સોજા થાય ત્યારે સંચળનો શેક કરવો જોઈએ. તમે સંચળને કોઈ મોટા વાસણમાં નાખીને તેને સારી રીતે ગરમ કરો. અને કોટનના કપડામાં બાંધી લો. આ કપડાને સૂતી વખતે સોજા અથવા તો દુખાવા પર શેક કરો. સોજા અથવા તો દુખાવો ઓછો થઈ જાય છે અને તમને આરામ મળશે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top