કરેણ એ એક સપુષ્પીય વનસ્પતિ છે, જે સામાન્ય રીતે બાગમાં જોવા મળે છે. આ વનસ્પતિ છથી દશ ફૂટ જેટલી ઊચાઇ ધરાવતું અને ધોળી, રાતી, પીળી, ગુલાબી રંગનાં એવા ચાર જાતોના ફૂલો વાળુ સર્વત્ર જોવા મળતું ફૂલઝાડ છે. કરેણના છોડને દેવી લક્ષ્મીનું ચિહ્ન માનવામાં આવે છે. દેવી લક્ષ્મીને ધોળી કરેણનાં ફૂલ ચઢાવવામાં આવે છે.
કરેણનો છોડ એક એવો છોડ છે જે દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે. કરેણના ફૂલ પણ એક અમૂલ્ય ઔષધી છે. તેનાથી ઘણી બધી બીમારીઓમાં રાહત મળે છે. તેમજ બીમારીઓથી બચી શકાય છે.કરેણના છોડને રેગિસ્તાની ગુલાબ પણ કહેવામાં આવે છે. ઔષધીમાં મોટાભાગે ધોળી કરેણના છોડનો ઉપયોગ વધુ થતો હોય છે. કરેણનો રસ સ્વાદમાં કડવો અને તીખો હોય છે. તેનું પાકેલું ફળ પણ કડવું હોય છે.
કોઈ વાગ્યાનો ઘાવ પડી ગયો હોય તો ધોળી કરેણના પાંદડાને સૂકવી તેને પીસીને તેનો પાવડર બનાવી તેને પ્રભાવિત જગ્યાએ લગાવવાથી ઘાવ જલ્દી રૂજાઈ જાય છે.સફેદ ફૂલ વાળા કરેણના મૂળને ગૌમૂત્રમાં ઘસીને લગાવવાથી પણ ધાધર અને દાગ જેવી સમસ્યા દૂર થાય છે.
આ ઉપરાંત ફોડલીઓ અને ફન્ગશ થઇ ગઈ હોય તો કરેણ ના ફૂલોને પીસીને એક પેસ્ટ બનાવી લો. ફોડલીઓ પર દિવસ દરમિયાન બેથી ત્રણ વખત લગાવો. તેનાથી તે ઝડપથી ઠીક થઇ જાય છે.ધોળા રંગ ની કરેણના મૂળને ડંખ પર ઘસવાથી ઝેર ઉતરે છે . આ ઉપરાંત તેના પાંદડાનો રસ સાપ અથવા વીંછી કરડ્યો હોય તેને પીવડાવવાથી પણ ઝેર ઉતરી જાય છે.
જો કોઈ પણ સાપ અથવા તો ઝેરી વીંછી કરડ્યો હોય અને તેનું ઝેર ચડી ગયું હોય તો સફેદ કરેણના મૂળ ને જે જગ્યાએ ડંખ થયો હોય તે જગ્યાએ ઘસવામાં આવે તો ઝેર તરત જ ઉતરી જાય છે. સાથે સાથે સફેદ કરેણના પાનને પીસી લઈ અને તેનો લેપ તે જગ્યાએ લગાવવાથી પણ ઘણો ફાયદો થાય છે.
હરસની સમસ્યા માટે પણ ઉપયોગી સાબિત થાય છે.ધોળી કરેણ અને લીમડાના પાંદડા બંનેને એક સાથે પીસીને એક પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ હરસના મસા પર નિયમિત દિવસ દરમિયાન બેથી ત્રણ વખત આ લેપ લગાવવો. તેનાથી હરસના મસા સુકાઈને ગાયબ થઇ જાય છે.
ધોળી કરેણના મૂળને ૧૦ ગ્રામ લેવા અને તેને પીસીને ત્યારબાદ તેમાં વીસ ગ્રામ વનસ્પતિ ઘી સાથે થોડી વાર પકાવી લો. ત્યાર બાદ તે એક મલમ જેવું બની જશે. આ મલમને ગુપ્તાંગ પર સવાર સાંજ લગાવવાથી નપુંસકતા બિલકુલ દૂર થશે. જ્યારે કોઈ કૂતરું કરડે તો તેના માટે બેસ્ટ ઉપચાર સાબિત થાય છે. તેના માટે ધોળી કરેણના મૂળની છાલનું ચૂરણ બનાવી ૬૦ ml ની માત્રામાં ચાર ચમચી દૂધ સાથે મિક્સ કરી દિવસમાં બે વખત પીવું. આવું અઠવાડિયા સુધી કરવાથી ઈન્જેકસન લગાવ્યા વગર જ કૂતરાનું ઝેર દૂર થઇ જાય છે.
જો શરીરનો કોઈ પણ ભાગ સોજી ગયો હોય તો લાલ અથવા ધોળી કરેણના પાંદડાનો ઉકાળો બનાવી પ્રભાવિત જગ્યા પર માલીશ કરવાથી સોજો ઝડપથી ઉતરી જાય છે. ધોળી કરેણના મૂળને પાણીમાં ઘસી કપાળે લેપ કરવાથી કફ-વાયુની મસ્તકપીડા મટે છે. ધોળી કરેણના ૧૦૦ ગ્રામ પાંદડાને બે લીટરપાણીમાં ઉકાળો તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એક લીટર પાણી બચે. ત્યાર બાદ તેને એક ડોલ સ્નાન કરવાના પાણીમાં ઉમેરી તેનાથી નિયમિત સ્નાન કરવાથી ચારથી પાંચ મહિનાની અંદર કોઢ દૂર થાય છે. આવું નિયમિત કરવાથી સફેદ દાગ દૂર થાય છે.
જો ધોળી કરેણ ની ડાળી નું દરરોજ સવારમાં દાતણ કરવામાં આવે તો તેના કારણે દાંત ની અંદર રહેલા કોઈપણ પ્રકારના દુખાવા દૂર થઈ જાય છે. અને સાથે સાથે દાંત મજબૂત બને છે. નિયમિતરૂપે તેનું દાતણ કરવાના કારણે દાંતમાં કુદરતી ચમક આવે છે.
ધોળી કરેણના ફૂલોને પીસીને એને ચહેરા પર લગાવવાથી ત્વચાનો રંગ નિખરે છે, અને ચહેરો કાંતિવાન બને છે. ધોળી કરેણની નીચેની છાલને તેલમાં ઉકાળો અને તેલને ઠંડું કરો. આ તેલને અસરગ્રસ્ત જગ્યાઓ પર લગાવવાથી એક્ઝિમા મટે છે. આનો ઉપયોગ કરવાથી એક્ઝિમા ઉપરાંત ખંજવાળ અને ડર્મેટોસિસની દરેક સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.
કરેણના ફૂલ સ્વાસ્થ્ય માટે તો લાભકારી છે જ પરંતુ સાથે-સાથે આ ફૂલની માળા બનાવીને ઘરના મંદિરમાં બિરાજેલા ભગવાનને અર્પણ કરવામાં આવશે તો ઘરમાં પણ સકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધશે અને જીવનમાં પણ. વધુમાં આ ફૂલો દ્વારા આપના ઘરનું સુશોભન પણ કરી શકો છો. કરેણ એક પ્રકારનું ઝેર છે. જે નુકશાન પણ પહોંચાડે છે તેથી તેનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેનો રસ પેટમાં ન જાય તો તે ખુબ જ નુકશાનદાયક પણ સાબિત થઇ શકે છે.