Breaking News

હાડકાના દુખાવા, કિડની, લીવર જેવા ગંભીર અને જીવલેણ રોગોનું મૂળ કારણ છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

આર.ઓ. મશીન દ્વારા શુદ્ધ થતાં પાણીનો ઉપયોગ કરવામાં આવે  છે. આ પાણી માનવ આરોગ્ય માટે ખૂબ જોખમી છે, એવો અત્યારના રિપોર્ટ વિશ્વ આરોગ્ય સંગઠન- ડબ્લ્યૂ એચ ઓ દ્વારા જારી કરાયો છે, જે આપણા સૌની આંખો ખોલે  છે.

આર.ઓ. પાણી પીવાથી શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને મિનરલ્સ મોટા પ્રમાણમાં ઓછા થઇ જાય છે. કેલ્શિયમનું પ્રમાણ ઘટવાથી ઓસ્ટિયોપાઇરોસીસ યાને હાડકાં નબળાં પડવાની, હાડકાંને નુકસાન થવાની, વાળ ઓછા થવાની તેમજ ડિપ્રેશનમાં જવાની  બીમારી સર્જાય છે, જ્યારે મિનરલ્સ ગુમાવવાથી   ડાયાબિટીસ, ઇન્સોમનિયા જેવી  ઊંઘને લગતી બીમારી, હાયપરટેન્શન તથા ઓસ્ટિયોપાઇરોસીસ જેવા રોગોનો શિકાર બને  છે.

આર ઓથી ક્લિન થયેલા પાણીમાં બધા  ડિસોલ્વ સોલિડ્સ જેવી  ટીડીએસ કાઉન્ટનું પ્રમાણ ૫થી લઈને ૪૦ પાર્ટ મિલિયન (પીપીએમ) સુધી નીચે આવી જાય છે. આ પીપીએમ એટલે સરળ ભાષામાં કહીએ તો પાણીમાં રહેલી અશુદ્ધિ. માણસ અને પ્રાણી-પંખીઓ જેવા તમામ સજીવોમાં અશુદ્ધિ પચાવવાની ક્ષમતા લગભગ ૫૦૦ પીપીએમ જેટલી હોય છે.

અત્યારની જનરેશનમાં થયેલા સંશોધનોમાં જાણવા મળ્યું છે  કે માણસ સતત આર ઓથી શુદ્ધ થયેલું પાણી પીવે છે એના કારણે શરીરમાં શુદ્ધિઓનું  પ્રમાણ ઘટી જાય છે. શરીરના સંતુલન માટે એ અશુદ્ધિનું પ્રમાણ જળવાય તે પણ આવશ્યક હોય  છે.

 

આરોનું પાણી પીવાથી સોડિયમની અપૂરતી માત્રાને કારણે લો બ્લડપ્રેશર થાય છે તો વધુ પડતું સોડિયમ હાઈ બ્લડ પ્રેશર માટે જવાબદાર છે. શરીરમાં કેલ્શિયમની ઉણપથી હાડકા નબળા પડે છે. કેટલીકવાર હાડકાં ઓગળવા માંડે છે અને ઓસ્ટીયોપોરોસિસની બીમારી પણ થઈ શકે છે.

પોટેશિયમ શરીર માટે બહુ મહત્વનું ખનીજ તત્વ છે. શરીરમાં પોટેશિયમનું લેવલ ઓછું થતા જ થાક લાગવા લાગે છે અને વધુ માત્રામાં ઓછું થયેલું પોટેશિયમ પેરલિસિસના હુમલા માટે જવાબદાર બને છે.

૭૫ થી ઓછી માત્રામાં ટીડીએસ ધરાવતા પાણી પીવાથી હાડકા નબળા પડે છે જ્યારે 150ની માત્રાથી વધારે ટીડીએસ લેવલ ધરાવતું  પાણી પણ નુકસાનકારક હોય  છે. પાણીમાં વધુ પડતા ટીડીએસથી પથરી પણ થઈ  શકે છે. પાંચ સો થી વધારે ટીડીએસ ધરાવતું પાણી જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

પહેલાના સમયમાં લોકો દૂર-દૂરથી તળાવમાંથી કે નદીમાંથી પાણી ભરીને લઈ આવતા હતા પછી તેને ધીરે ધીરે નળ આવ્યા અને નળમાંથી ગાળીને પાણી વાપરવામાં આવતું હતું અને હવે તો લગભગ દરેક ઘરની અંદર પીવાના પાણી માટે આર.ઓ સિસ્ટમ લગાડવામાં આવે છે.

પાણીમાં વધુ પડતી ટીડીએસની માત્રા નુકસાનકારક હોય છે જેનાથી બચવા માટે લોકો ઘરમાં આરો સિસ્ટમ લગાવે છે, પણ આરો સિસ્ટમ દ્વારા પાણીમાં વધુ પડતી ઘટી જતી ટીડીએસનું  પ્રમાણ નુકસાનકારક  છે.

આર ઓનું પાણી લાંબો સમય વાપરવાથી કિડની, હાર્ટ અને લીવર સાથે સક્ળાયેલા રોગ થઈ શકે છે. ડોક્ટર પણ  આરો પ્લાન્ટનું પાણી વાપરવાને બદલે ઉકાળેલું પાણી પીવાનું સૂચન કરે છે. પાણી ઉકાળવાથી શુદ્ધ થાય છે અને તેના મિનરલ્સ પણ જળવાઈ રહે છે.

આરો પાણીમાં રહેલા શરીર માટેના જરૂરી મિનરલ્સ પણ દૂર કરે છે. પાણી માંથી મળતા મિનરલ્સની ઊણપ થી હાડકા, લીવર, કિડનીની બીમારી ઉપરાંત બ્લડપ્રેશર અને હૃદયને લગતી સમસ્યાઓ પણ ઊભી થઈ  શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!