બદલાતી ઋતુમાં દરેકે ઘણું વધારે સાવધાન રહેવું જોઈએ. ઋતુ સાથે ઘણી બધી બીમારીઓ ફેલાય છે, જે શરીરને વધારે નુકશાન કરે છે. મોસમી બીમારીની સાથે ઘણાને એલર્જીની સમસ્યા પણ થાય છે. આ સમસ્યા એને થાય છે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. આ સમસ્યા ઘણી વધારે જોવા મળે છે. આજકાલના ભાગદોડ વાળા જીવનમાં લોકો ઘણી બેદરકારી રાખે છે, જેના કારણે તેમણે ઘણા પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો ચાલો આજે આપણે જાણીએ રોગપ્રતિકારક શક્તિને કઈ રીતે વધારી શકાય.
હળદર માં રહેલા કર્ક્યુમાઇનોડિસ રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં ખૂબ મહત્વના સાબિત થાય છે. તે એન્ટિ-ઇન્ફ્લેમેટરી સ્નાયુઓને કરનારા તથા હીલિંગ ક્ષમતા ધરાવે છે. પારંપરિક હળદર વાળું દૂધ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આદર્શ પીણું છે. આદુ ખૂબ જ સક્ષમ એન્ટિઓક્સિડન્ટ છે અને સાહજિક રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે વિવિધ પ્રકારના વિટામિન્સ જેમકે આયરન અને કેલ્શિયમ રહેલા હોય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફણગાવેલા કઠોળ ઘણા ફાયદાકારક હોય છે. તમારે ફણગાવેલા કઠોળ વધારે માત્રામાં ખાવા જોઈએ. એનાથી વિટામિન-સીની ઉણપ દૂર થઈ જાય છે. સાથે જ તમને મોસમી બીમારીઓ પણ થશે નહીં. ચ્યવનપ્રાશમાં ઘણુ વધારે વિટામિનસી મળી આવે છે, એવામાં તમારે એનું સેવન જરૂર કરવું જોઈએ. તમે ફણગાવેલા મગ અને ચણાની દાળ ખાઈ શકો છો, એમાં ઘણું વધારે વિટામિન-સી હોય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. આ શાકભાજીઓમાં પાલક, સરસવ વગેરે ખાઈ શકો છો. એનાથી ઘણો જલ્દી તમને આરામ મળશે. સાથે જ તમે સરગવાના પાંદડા ખાઓ તો ઘણું જલ્દી તમને રોગપ્રતિકારક શક્તિમાં વધારો જોવા મળશે. બદામ અને સુરજમુખીના બીજમાં રહેલાં વિટામિન રોગપ્રતિકારક શક્તિ માટે બહુ જરૂરી છે. તે ચરબીને ઓગાળે તેવું વિટામીન છે જે પ્રતિકારક શક્તિ ના કોષને પ્રવૃત્ત રાખે છે તથા બેક્ટેરિયા અને વાયરસ ની સામે લડવાની શરીરની ક્ષમતા વધારે છે.
બેરિઝ એટલે કે રસ ઝરતા ફળો, ખાસ કરીને ખાટા ફળો ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. બેરિઝ ખૂબ વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. બ્લેક બેરીઝ, સ્ટ્રોબેરી અને બ્લુબેરીઝમાં ફ્લેવોનોઇડ્ઝ હોય છે જે ખૂબ જ અસરકારક એંટીઓક્સિડેંટ છે. ફળો અને શાકભાજી મોસમ પ્રમાણે જ ખાવાથી તમારું સ્વાસ્થ્ય વધુ તંદુરસ્ત બનશે એન્ટિઓક્સિડન્ટ્સ પ્રતિકારક શક્તિ વધારે મજબૂત બને છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે તમારે વિટામિન-સીનું ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ. વિટામિન-સી શરીર માટે ઘણું વધારે મહત્વ રાખે છે. જે રીતે ખનિજ અને પ્રોટીનની જરૂર હોય છે, એવી જ રીતે વિટામિન-સી પણ જરૂરી હોય છે. વિટામિન-સીની ઉણપ દૂર કરવા માટે તમે ખાટ્ટી વસ્તુનું સેવન કરો
એક ચમચી તલનું તેલ અથવા નારિયેળ તેલને મોઢામાં ભરી લેવું. તેને બે ત્રણ મિનિટ સુધી મોઢામાં રાખી ફેરવવું. ત્યાર બાદ તેને બહાર કાઢી નાખવું. ત્યારબાદ ગરમ પાણીથી કોગળા કરી લેવા. આવું દિવસમાં એક કે બે વખત કરવું. આનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. કાચી કેરીની ઋતુની પણ શરૂઆત છે. તેની પાકવાની રાહ ન જુઓ, કાચી કેરી ખાઓ. તે કોરોના વાયરસ માટે નિવારક નથી, પરંતુ તે રોગપ્રતિકારક શક્તિને થોડીક વધારી શકે છે. જીવ લેયમ અથવા ચ્યવનપ્રાશ જેવા પરંપરાગત ઉપાયો છે તે પણ રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.
લીંબુ, સંતરા, મોસંબી, આંબળા, અનાનસ, ટામેટા વગેરે વસ્તુઓનું સેવન કરવાથી તમારી આ સમસ્યા દૂર થઈ જાય છે. તમારે આ વસ્તુઓનું ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ. એનાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ બધા સિવાય તમારે દૂધનું સેવન કરવું જોઈએ, જેનાથી તમને ઘણી વધારે મદદ મળશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.