વગર ઓપરેશને માત્ર ૩ દિવસમાં જ ચરબીની કે રસોળીની ગાંઠ ગાયબ, 100% આયુર્વેદિક ઉપાય શેર કરી દરેકને જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણી વખત આપણે જોયું હશે કે ઘણા લોકોને હાથના કાંડા પાસે અથવા પગની ઘુંટી પાસે કે કોણી પાસે ચરબી ની ગાંઠ બની હોય એવું દેખાય છે. પહેલા તો આ ચરબી ની ગાંઠ થી દુખાવો થતો નથી પરંતુ પછી ક્યારેક ક્યારેક દુખાવો થવાનું શરૂ થઇ જાય છે. ચરબી ની ગાંઠ શરીરની અંદર અને બહાર બંને બાજુ થઈ શકે છે. આ ગાંઠને આપણે દબાવીએ તો તે ઓછી દેખાય છે અને આપણને કાંઈ થતું પણ નથી. પરંતુ આ સામાન્ય ઓપરેશનથી દૂર થઈ જાય છે.

પરંતુ આજે અમે તમને જણાવાના છીએ કે આ ચરબીની ગાંઠ ને દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય. જ્યારે આપણા શરીરની અંદર વાત પિત્ત કે કફ વધી જાય છે. ત્યારે આ પ્રકારની ગાંઠ બને છે. સામાન્ય રીતે ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર લોકોને ચરબી ની ગાંઠ થવાના ચાન્સીસ વધારે હોય છે. જે લોકોને ચરબી ની ગાંઠ થઈ હોય તે લોકોએ સફેદ વસ્તુનો ઉપયોગ ન કરવો જોઇએ. જેમ કે સફેદ ખાંડ, મીઠું, મેંદો કે મેંદાની કોઈપણ બનાવટ.

આયુર્વેદમાં કહ્યું છે કે જે લોકોને ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, પેટમાં ગેસ હોય, રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકોને ચરબી ની ગાંઠ જોવા મળે છે. અને જે લોકોને શરીરમાં વાયુ પ્રકોપ થયો હોય તે લોકોને પણ આ ગાંઠ જોવા મળે છે. જે લોકોને ચરબી ની ગાંઠ થાય તે લોકોએ પોતાના ખોરાકમાં પરિવર્તન લાવવું જોઈએ. રીફાઈન તેલ ન વાપરવું જોઈએ. જે લોકોને ચરબીનું પ્રમાણ વધારે હોય તે લોકોને આ ચરબીની ગાંઠ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

પહેલાના સમયમાં નાના બાળકને અઠવાડિયે એક વખત દીવેલ પીવરાવવા માં આવતુ હતું. કારણ કે જો દીવેલ પીવામાં આવે તો પેટ સ્વચ્છ રહે અને ગંદકી દૂર થાય. અને ચરબી ની ગાંઠ પણ થતી અટકે છે. આ ઉપરાંત પેટ સાફ થવાથી પણ ચરબીની ગાંઠ આપમેળે જ ઓછી થઈ જાય છે. ઉપવાસ કરવાથી પણ ફાયદો થાય છે. જો આપણે એક દિવસ માટે ભૂખ્યા રહીએ તો શરીરમાં રહેલો કચરો આપમેળે જ દૂર થઇ જાય છે. અને આ ચરબીની ગાંઠ માંથી પણ રાહત મળે છે.

રોજ સવારે ૧૦ થી ૧૫ મિનિટ સુધી પ્રાણાયામ કરવાથી પણ રાહત મળે છે. પ્રાણાયામમાં કપાલભાતિ એ ખૂબ જ અસરકારક ઉપાય છે. આ સિવાય રોજ સવારે એક ચમચી દેશી ગાયનું ઘી પીવાથી પણ પાચન શક્તિ સારી થાય છે. અને ગાંઠથી રાહત મળે છે. જે ખાઈએ છીએ તેનો ડાયજેશન બરાબર ન થાય તો ચરબી ની ગાંઠ નિકળવાની સમસ્યા વધારે જોવા મળે છે. જો નાનું આંતરડું કે મોટું આંતરડું ચોખ્ખું છે તો ક્યારેય પણ ચરબીની ગાંઠ નહિ પડે. અને એટલે જ ક્યારેય શરીરમાં કબજિયાત ન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તે માટે ત્રિફળા ચૂર્ણ કે હરડેનો પાવડર નો ઉપયોગ કરવો જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top