રાસ્ના એક છોડની જડ છે. તે સ્વાદે તમતમતી હોય છે. તેની દાંડી ફણગાવાળી હોય છે. તેના પાન પહોળા તથા લાંબા અને ખરસર હોય છે. એની પેદાશ ખાસ કરીને પહાડી જગ્યા કે પથ્થરવાળી જમીનમાં થાય છે. રાસ્નાનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. રાસ્નાની જડ ગરમીની મોસમમાં બહાર કાઢવામાં આવે છે. એના પંચાંગનો ઉપયોગ કરાય છે. એની જડનો ઉપરનો ભાગ ઘણો મજબૂત હોય છે.
રાસ્ના વિશે લોકોના ભિન્ન મત છે. કેટલાકને મતે એ જંગલી તથા કેટલાકને મતે એ બગીચામાં થતી રાસ્ના ગણાય છે. જે રાસ્ના લીલાશ પડતી, તાજી હોય તેવી રાસ્ના સારી ગણાય છે. એની જડ પૂળી રૂપે વેચાય છે. રાસ્ના ને સ્કુચિયા લેનસિઓલેટા, ગ્રેટરગજંગલ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. રાસ્નામાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા પોષકતત્વો રહેલા છે. તેના સેવન થી શરીર ને ઘણા લાભ થાય છે, ચલો જાણીએ રાસ્ના ના ફાયદા વીશે.
રાસ્ના લગભગ છ થી સાત ઇંચ લાંબી હોય છે. તેના ઉપર રૂંવાટી હોય છે અને તે સ્વાદમાં કડવી તથા તેની સુગંધ જટામાંસીને મળતી આવે છે, રાસ્ના ગુણમાં પાચન, કડવી તથા ઉત્તેજક છે. તેમા કફ, ખાંસી, શ્વાસ, તાવ, સોજા તથા ચામડીના રોગ મટાડવાનો ગુણ રહેલો છે. આમાશય, મૂત્રપિંડ તથા ગર્ભાશય ઉપર તેની ઉત્તેજક અસર જોવા મળે છે. રાસ્નાનો ઉપયોગ એકલી નહીં પણ અન્ય દવાઓ સાથે ક્વાથના રૂપમાં કરવામાં આવે છે. તેમાં પાચનશક્તિને, વીર્યનળને તથા મૂત્રાશયને કૌવત આપવાનો ગુણ રહેલો છે. એનાથી ઘેલછાપણું, ભય, ગમ વગેરે દૂર થાય છે, યકૃતની વ્યાધિમાં પણ રાસ્ના ગુણકારી છે. એનાથી આફરો મટે છે.
સંધાના દર્દ માટે, કમરનાં દર્દ માટે રાસ્ના ઉપયોગી છે, ગળો, દેવદાર, સૂંઠને અને એરંડમૂળને રાસ્ના પંચક કહેવામાં આવે છે, જ્યારે ગોખરું, દેવદાર, એરંડમૂળ, પુનર્નવા, ગળો અને ગરમાળાને રાસ્નાસપ્તક કહે છે, રાસનનો ધુમાડો દાંતને આપવાથી દાંતમાંના કીડા ખરી પડે છે. રાસ્ના ના ઉકાળાનો લેપ કરવાથી આધાશીશી, અપસ્માર તથા તમામ જાતની વ્યાધિ દૂર થાય છે. મહારાસ્નાદી કવાથને યોગરાજ ગુગળ સાથે પીવાથી ધ્રુજારી તથા કંપવાયું મટે છે. એનાથી વાયુના તમામ પ્રકારના રોગો મટે છે. રાસ્ના પંચક વાના રોગ ઉપર ઉત્તમ ગુણ ધરાવે છે. એ કવાથ ગૂગળ સાથે મેળવીને આપવાથી તેના ગુણમાં વધારો થાય છે.
સંધિવામાં પણ રાસ્ના સારી અસર બતાડે છે. રાસ્ના, સુંઠ અને પીપરને સારી રીતે ગરમ પાણીમાં ઉકાળીને, આ ઉકાળો પાવાથી શ્વાસ, કાસ વગેરે મટાડવા તે ઉપયોગી નીવડે છે. આમવાત ઉપર રાસ્ના ઉત્તમ ગુણ દર્શાવે છે. વધરાવળમાં પણ તેની સારી અસર થાય છે. એનો વધુ ઉપયોગ કરવાથી તે ધાતુને બાળે છે, વીર્યબળ ઓછું કરે છે.
રાસ્ના, ગોખરું, દેવદાર, એરંડમૂળ, પુનર્નવા, ગળી અને ગરમાળો એ સાતેયના ચૂર્ણને સૂંઠના ચૂર્ણ સાથે પીવાથી પગની પાની, કમર, પાંસળી, વાંસાનો તથા બંધનો તમામ વાયુ તથા શૂળનો નાશ થાય છે. રાસ્ના નો કવાથ બનાવીને પીવાથી ઋતુ સાફ આવે છે. એનાથી પેટનો વાયુ, શૂળ મટી ઋતુ આવવા લાગે છે.
રાસ્ના અને ગૂગળ સમભાગે લઈ ગોળી બનાવવી. આ ગોળીના સેવનથી વાતરોગ મટે છે. રાસ્ના જ્ઞાનતંતુઓની વિકૃતિથી થયેલા અર્ધગવાયુમાં ઘણું સારું કામ કરનારી દવા છે. તે આમવાત માટે પણ ઉપયોગી છે. લોહીમાં રહેલા અમ્લરસને તે દૂર કરે છે. તેમાં મૂત્રલ, શોધક તથા સારક દવાઓ નાખવી જેથી વાયુના બધાં દર્દો મટે છે.
રાસ્ના, ધમાસો, દરેક ૧૦-૧૦ ગ્રામ એરંડમૂળ, દેવદાર, કચૂરો, ધોળોવજ, લીલી અરડૂસી, સુંઠ, હરડે, ચવક, મોય, પુનર્નવા, લીલી ગળો, વરિયાળી, ગોખરું, અશ્વગંધા, હળદર, ધાણા, ભોયરીંગણી. દરેક પાંચ પાંચ ગ્રામ લઈ તેનું બારીક ચૂર્ણ બનાવવું. તેના ચાર પડીકા બનાવી રોજ એક પડીકાનો કવાથ બનાવી પીવો. આનાથી વાયુના તથા શૂળનાં દર્દો મટે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.