અનેક ઓષધી સમાન મરી મસાલા આમ તો શિયાળામાં ફાયદા કારક હોય જ છે પરંતુ તેમાં કેટલીક વસ્તુંઓ તો જીવન ભર તમને ફાયદો કરાવે છે અને તેમાંથી એક છે સુકી મેથીના દાણા, જી હા મેથીના દાણા રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવાથી શરીરમાં રહેલી અનેક બીમારીઓ દુર થાય છે.
આપડા આર્યુર્વેદ મા પ્રાચીન કાળ થી જ મેથી નો ઉપયોગ થાય છે. તેમાય જો આ મેથી ના દાણા ને રાતે પલાળી ને સવારે ભૂખ્યા પેટે સેવન કરવામાં આવે તો શરીર ને ઘણા લાભ થાય છે. સામાન્ય રીતે આપણે દાળ, કઢી કે અનેક શાકના વધારવામાં સુકી મેથી નાખતા હોઈએ છે કારણ કે મેથીથી ગેસ થતો નથી , કેટલીક વાયુ કરતી વસ્તુઓને બનાવતા વખતે મેથીનો ખાસ ઉપયોગ થાય છે તેનું આ એક મોટુ કારણ છે કે મેથી થી શરીરમાં ગેસ થતો નથી, પેટમાં દુખાવો નથી થતો.
મેથી ના દાણા ઘણી બીમારીઓ ના ઈલાજ મા વપરાય છે. તેમાય હાડકા થી લગતી પીડા મા અને તેમાં પણ સંધી વાં અને સાયટિકા જેવી બીમારી મા ઘણા ફાયદારૂપ થાય છે. આવા જટિલ રોગો માટે સૂંઠ ના પાવડર તેમજ મેથી ના દાણા નો પાવડર ભેળવી ને તેને નિયમિત માત્ર ને માત્ર એક ગ્રામ જેટલો નવશેકા પાણી સાથે દિવસ મા બે વાર પીવા મા આવે તો થોડાક સમય મા જ આ સમસ્યા માંથી જલ્દી મુક્તિ મળે છે.
મેથીમાં વિટામીન તથા ઘાત્વિક પદાર્થ અને પ્રોટીનની માત્રા ખુબ વધુ જોવા મળે છે, જો કે તેની કડવાશ દરેકને પસંદ નથી હોતી આ કડવાશ જમવાનો સ્વાદ જે રીતે વધારે છે, તેજ રીતે તેનું સેવન શરીરના ફાયદાને વધારે છે. આ પલાળેલી મેંથી ના દાણા ને રોજ ખાવા થી યુવકો મા ઉદ્ભવતી વંધ્યત્વ થી લગતી સમસ્યાઓ દુર થાય છે. આ દાણા નો રોજેરોજ પ્રયોગ શરીર માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે.
મેથીમાં રહેલી કડવાશ તેમા રહેલા પદાર્થ ‘ગ્લાઈકોસાઈડ’ ને કારણે હોય છે. મેથીમાં ફોસ્ફેટ, લેસીથિન, વિટામીન ડી અને લોહ અયસ્ક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્યને તદુંરસ્ત રાખે છે. રાત ના સમયે પાણી મા પલારેલ આ મેંથી ના દાણા ને પરોઢે નયણાં કોઠે આ પાણી પીવા મા આવે તો વજન વધવા ની તકલીફ મા થી મુક્તિ મળે છે અને ઘણા રોગો થી પણ શરીર ને મુક્ત રાખે છે.
મેથી ખાવાથી શારીર અંદરથી પણ તંદુરસ્ત રહે છએ અને બાહ્ય દેખાવમાં પણ ચમક અને સુંદરતા આપે છેજો વાટેલા મેથીના દાણાને સ્કીન પર લગાવવામાં આવે તો ત્વચા સુંદર અને મુલાયમ બનાવે છે. આ સાથે જ મેથીના દાણાને પલાળીને વાળમાં લગાવીને 2 કલાક પછી વાળ ધોવાથી વાળ મુલાયમ બને છે અને માથામાં ખોળ થતો અટકાવે છે,આ સાથે જ મેથીના દાણાના પાવડરને વાગ્યા પર લગાવાથી પણ રાહત થાય છે.
જે માણસો રક્ત દબાણ થી પીડાતા હોય છે તેમના માટે આ દાણા ઘણા લાભદાયી સાબિત થાય છે. રાત ના સમયે આ દાણા ને પાણી મા પલાળી બીજા દિવસે સવાર તેમજ સાંજે બે સમય જો ૫ ગ્રામ જેટલા આ પલાળેલ મેથી નુ પાણી પીવે તો તેમના શરીર મા રક્ત સંચાર સારી રીતે પરિભ્રમણ કરે છે અને રક્ત દબાણ ની મુશ્કેલી દુર થાય છે.
આ સાથે જ જ્યારે સ્ત્રી સુવાડી હોય છે ત્યારે તેના ખોરાકમાં મોટે ભાગે મેથીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી શરીરમાં ગરમાટો રહે છે અને બાળક પણ તંદુરસ્ત રહે છે. શિયાળામાં લોકો મેથીપાક બનાવીને પણ ખાતા હોય છે જેથી શરીરમાં તંદુરસ્તી અને તાજગી રહે છેમેથીમાં પાચક એંજાઈમ છે, જે અગ્નાશયને વધુ ક્રિયાશીલ બનાવી દે છે. જેના કારણે પાચન ક્રિયા પણ સરળ અને સારી છે.મેથી ગેસ્ટ્રિક અલ્સરના ઈલાજમાં પણ ઉપયોગી છે.
મેથીના સ્ટેરોએડયુક્ત સૈપોનિન અને લસદાર રેશા રક્તમાં શર્કરાને ઓછી કરી નાખે છે. તેથી મેથીનુ સેવન ડાયાબીટિશના રોગીઓ માટે ખાસ ફાયદાકારક છે. મેંથી ના દાણા શરીર મા રહેલા ઝેરી તત્વો ને શરીર ની બહાર કાઢે છે તેમજ મનુષ્ય ની કિડની ને પણ સ્વસ્થ રાખે છે. આ સિવાય તે પેટ મા થતી ગેસ તેમજ એસિડિટી જેવી વાયુ થી લગતી સમસ્યાઓ ને પણ દૂર રાખે છે.
હરસ એક ગંભીર રોગ માનવામા આવે છે. જેના લીધે પીડિત વ્યક્તિ ને અસહ્ય વેદના ભોગવવી પડે છે. આ રોગ ના નિદાન મા પણ આ મેંથી ના દાણા ઘણા કામ કરે છે. રાત ના સમયે પાણી મા પલાળેલ દાણા ને સવારે પીવા મા આવે તો ઘણો ફાયદો થાય છે. આ સિવાય આ રોગ મા મેથી ના બી ને વાટી હરસ પર લગાવવા મા આવે તો પણ આ રોગ ની અસહ્ય પીડા માંથી મુક્તિ મળે છે.
મોઢાં પર થતા ખીલ તેમજ ખરતા વાળ ની તકલીફ હોય તો આ મેંથી ના દાણા ને પાણી મા પલાળી તેનુ ઘટ્ટ પેસ્ટ બનાવી વાળ ઉપર લગાવવા મા આવે તો તેનાથી વાળ ખરતા અટકે છે અને તેની મજબૂતાઈ મા વધારો થાય છે. આ સિવાય સફેદ વાળ પણ પાછા કાળા થવા લાગે છે. આ સિવાય નયણાં કોઠે આ દાણા નુ સેવન ખીલ જેવી સમસ્યા ને દુર કરી દે છે.