રોજ એક ચમચી પલાળેલી મેથી અને કલોંજીના દાણા ખાવાથી ઘણા ફાયદા થાય છે. આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં કડવી, તીખી, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવી, બળપ્રદ, હૃદય માટે હિતકારી અને મળને અટકાવનાર છે. આ બંનેમાં તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે પૂરતા પ્રમાણમાં રહેલાં છે. આપણે મેથીના દાણાનો મસાલામાં ઉપયોગ કરીએ છીએ. તો ચાલો આજે જાણીએ પલાળેલી મેથી અને કલોંજીના દાણાના ફાયદાઓ.
પલાળેલા મેથી અને કલોંજીના દાણામાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે, તેનું સેવન ખાલી પેટ પર કરવામાં આવે તો બધા રોગોને મૂળમાંથી મટાડે છે. આ પાચક શક્તિને મજબૂત બનાવે છે, જે ખોરાકના પાચનમાં મદદ કરે છે. કબજિયાત મટાડવાનો આ એક ખૂબ જ સરળ ઉપાય છે. આ માટે મેથી અને કલોંજીને પલાળીને પાણીમાં પકાવો અને તેનું સેવન કરો. આના સેવનથી કબજિયાત, એસિડિટી અને પેટથી સંબંધિત બીજા રોગો પણ દૂર થાય છે.
હાડકાંમાં કેલ્શિયમની અછતને કારણે સાંધાનો દુખાવો થાય છે અને મેથીના દાણા કેલ્શિયમનો સ્રોત છે. તે કેલ્શિયમની ઉણપને પૂર્ણ કરે છે, જેથી તમે સાંધાનો દુખાવો, સંધિવાની પીડાની સમસ્યાને દૂર કરવા માટે પલાળેલી મેથી અને કલોંજીનું સેવન કરવું જોઈએ.
મેથી અને કલોંજીના દાણામાં રહેલ એન્ટીબૈકટીરિયલ પ્રોટીન વાયરલ બીમારીથી બચાવે છે. મેથી દાણામાં રહેલા ફાઈબર શરીરમાંથી કચરો બહાર કાઢે છે. તેનાથી કોલોન કેન્સરનો ડર દૂર થાય છે.
કલોંજીના એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ત્વચાને મોશ્ચરાઈઝ્ડ કરે છે અને ડ્રાઈનેસ ઓછી કરવામાં મદદ કરે છે. ખીલ દૂર કરવા માટે કલોંજી અને મેથીના દાણાને પાણીમાં ઉકાળીને ઠંડું કરો. આ પેસ્ટનો ઉપયોગ કરો. તેનાથી ખીલ ઝડપથી દૂર થશે. મેથીના દાણામાં વિટામીન સી અને વિટામીન કે હોય છે. જે ડાર્ક સર્કલ્સને દૂર કરે છે. 2 ચમચી મેથીના અને કલોંજીના દાણા પલાળીને દૂધમાં પીસીને આંખો નીચે લગાવો. સૂકાઈ જાય ત્યારે સાદા પાણીથી મોઢું ધોઈ લો.
ડાયાબિટીસમાં મૂત્ર સાથે જતી સાકર પ્રમાણ ઘટાડવાનો મેથીમાં કડવી હોવાથી ખાસ ગુણ રહેલો છે. ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી અને કલોંજી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લઈ એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે. ડાયાબિટીસના દર્દી આ સરળ ઉપચાર કરી શકે છે.
પલાળેલી મેથી અને કલોંજી વજન ઘટાડવામાં મદદ કરે છે, જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો મેથી અને કલોંજીના દાણાને રાતે પલાળીને સવારે એનું પાણી પીવે અને દાણાને ચાવીને ખાય તો થોડા જ દિવસોમાં તેમની ચરબી ઓછી થઈ જાય છે. મેથીને જો થોડી માત્રામાં જો રોજ લેવામાં આવે તો તેનાથી માનસિક સક્રિયતા વધે છે. સાથે શરીરના કોલેસ્ટ્રોલનુ સ્તર પણ ઘટાડે છે.
પલાળેલી મેથી અને કલોંજી મોતિયાની સારવારમાં મદદરૂપ બને છે જે આંખોને તેજ બનાવે છે. તે યકૃતની ગંદકીને દૂર કરે છે. જેઓ ને પથરીની સમસ્યા છે. તેઓ એક મહિનો સુધી પલાળેલી મેથી અને કલોંજીનું પાણી પીવે તો પથરી ઓગળી અને એની મેળે જ બહાર નીકળી જશે. પથરી ની સમસ્યા ખુબ જ પીડાદાયક હોય છે.
જે માણસો રક્ત દબાણથી પીડાતા હોય છે તેમના માટે મેથી અને કલોંજીના દાણા ઘણા લાભદાયી સાબિત થાય છે. રાતના સમયે આ દાણાને પાણીમા પલાળી બીજા દિવસે સવાર તેમજ સાંજે બે સમય આ પલાળેલ મેથી અને કલોંજીનુ પાણી પીવે તો તેમના શરીરમા લોહી પરિભ્રમણ સારું કરે છે અને રક્ત દબાણની મુશ્કેલી દુર થાય છે.
હરસ-મસાની બીમારીમાં મેંથી અને કલોંજીના દાણા સારું કામ કરે છે. રાતના સમયે પાણીમા પલાળેલ આ દાણા ને સવારે પીવામા આવે તો ઘણો ફાયદો થાય છે. આ સિવાય આ રોગમા મેથી અને કલોંજીના દાણાને વાટી હરસ પર લગાવવામા આવે તો પણ પીડા માંથી મુક્તિ મળે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.