પીપરને આપણે ગુજરાતીમાં ‘લીંડીપીપર’ કહીએ છીએ. પાતળી, તીખી, કૃષ્ણવર્ણની અને તોડવાથી વચ્ચે જે લીલા રંગની હોય તે પીપર ઉત્તમ ગણાય છે. ઔષધોપચારમાં આવી જ પીપરનો ઉપયોગ કરવો જોઈએ. પીપર એ લતા વર્ગની વનસ્પતિ છે. તેની વેલ બહુવર્ષાયુ અને તેનાં પાન નાગરવેલનાં પાન જેવા જ પણ કદમાં સહેજ નાના હોય છે.
આયુર્વેદ પ્રમાણે પીપર સ્વાદમાં તીખી, નહીં ગરમ કે નહીં ઠંડી, ચિકણી, પચવામાં હળવી, પાચક, જઠરાગ્નિવર્ધક, વૃષ્ય-કામોત્તેજક, રસાયન, હૃદય માટે હિતકારી, વાયુ અને કફનાશક, મૃદુરેચક તથા રક્તશુદ્ધિકર છે. તે શ્વાસ-દમ, ઉધરસ, અજીર્ણ, મંદાગ્નિ, કબજીયાત, પેટનાં રોગો, હરસ, આમવાત, કટીશૂળ, મૂત્ર અને ત્વચાનાં રોગોને મટાડે છે. તાજી પીપર પિત્તશામક છે. જ્યારે સૂકી પીપર પિત્તકારક છે. તો ચાલો હવે આપણે જાણીએ પીપરના લાભો.
પેટનો વાયુ તથા કફની તકલીફ વાળાને લીલી પીપરનું અથાણું ખવડાવવામાં આવે છે. તે અગ્નિ દીપન કરનાર તથા હૃદયને પ્રિય છે. પાચનકારક, મૂળવ્યાધિ, પ્રમેહ વગેરે અનેક રોગોમાં એનો ઉપયોગ થાય છે. પીપરનું ચૂર્ણ ગોળમાં ખાવાથી, અરુચિ, હૃદયરોગ, શ્વાસ, ક્ષય, મળો વગેરે મટે છે. મધ સાથે ખાવાથી મેદ, કફ, શ્વાસ વગેરે માટે વધુ ઉપયોગી છે.
ગરમ કરેલા દૂધમાં પીપરનું ચૂર્ણ નાખી ફાકવાથી સ્તનમાં દૂધ પેદા થાય છે. પીપર તથા હરડે સરખા ભાગે લઈ ગરમ પાણીમાં ફાકવાથી આમાતિસારમાં થતું શૂળ દૂર થાય છે. પેટના રોગમાં પીપરનું લાંબો સમય સેવન કરવાથી ઉત્તમ લાભ થાય છે. એનાથી ઊલટી બંધ થાય છે મોં તથા ગર્ભસ્થાનને તથા આંતરને મજબુત છે. એનાથી પુરુષત્વમાં વધારો થાય છે.
પક્ષાઘાત, શરદીની ખાંસી તથા નાના સાંધાના દરદો વગેરે મટે છે. છાશ તથા મધ સાથે પીપરને ફાકવાથી પથરીની તકલીફ ઓછી થાય છે. ખોરકનું બરાબર પાચન થતુ ન હોય ત્યારે જમ્યા બાદ તરત પીપરની ભુકી મધમાં ચાટવાથી ઉત્તમ ગુણ કરે છે.
પીપર, મરી અને સૂઠ ત્રણનું સરખે ભાગે ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના સેવનથી અગ્નિ પ્રદીપ્ત થાય છે. પીપર, પીપળીમૂળ, બહેડા, અજમો, જવખાર, મરી, નાગરમોથ, અતિવિધ કળી અને કાકડાશિંગ એ દરેક ચીજ સરખે વજને લઈ તેનું ઝીણું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના ઉપયોગથી ખાંસી, તાવ, અતિસાર, ક્રમ તથા ઝાડા મટે છે.
પીપર, નાગરમોથ અને કાકડિશગ દરેક સરખે વજને લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના ઉપયોગથી તાવ, ઉધરસ, અતિસાર અને ઊલટીની વ્યાધિ મટે છે. પીપર, સૂંઠ, ગળો, બેઠી ભોરીંગણીનાં મૂળ, ગોયો, દેવદાર, કરિયાતું અને નાગરમોથ આ બધી ચીજો સરખે ભાગે લઈ તેને અક્ચરું ખાડી લેવી પછી તેનો ઉકાળો બનાવવો. આ ઉકાળાંનો ઉપયોગ કમળો તથા કળતર થઈ હોય ત્યારે ઉપયોગ કરવાથી તે મટે છે. પિત્તના વિકાર, ખોટી ગરમી તથા વિષમ જ્વર મટાડવા પણ એનો ઉપયોગ થાય છે.
પીપર, પીપરીમૂળ, ચિત્રક મૂળ, દરેક દસ- દસ ગ્રામ લઈ તેની ચટણી પાણીમાં વાટી તૈયાર કરવી. આ રીતે બનાવેલી ચટણીના ઉપયોગ વડે છાતી મધ્યેનો દુખાવો વાયુને કારણે થયો હોય તો તે મટાડે છે. પીપર ચૂર્ણ માં આદુનો રસ તથા મધ મેળવીને ચાટવાથી શ્વાસ રોગમાં ફાયદો થાય છે.
પીપર 10 ગ્રામ અને સુંઠ 5 ગ્રામ લઇ ચૂર્ણ કરી, ઘીમાં શેકી, તેમાં 200 ગ્રામ દૂધ અને 10 ગ્રામ સાકર મેળવીને, ઉકાળો, રાબડી બનાવીને ચાટવાથી શરદી, સળેખમ વગેરે મટે છે. અરડૂસીનો રસ કાઢીને તેમાં મધ ભેળવીને ખાવાથી ઉધરસ મટે છે. અરડૂસીના રસમાં મધ અને સિંધવ ભેળવીને તેમજ સિંધવ ભેળવીને પીવાથી ખાંસી મટે છે.
બાળકોને ઉધરસ, દમ થાય ત્યારે વાંસ, કપૂર, અતિવિષ કળી, પીપર, કાકડાશિંગી, નાગરમોથનું ચૂર્ણ કરીને મધ સાથે લેવાથી આ ઉધરસ અને દમ મટે છે. બાળકોને ઉધરસ, દમ ઉપર વાવડીંગ, અતિવિષ, કળી, કડકડી શીગી, લીંડી પીપર, સમપ્રમાણ લઈ ખાંડી, વસ્ત્ર ગાળ કરી, ચારથી પાંચ ચણાભાર મધ સાથે ચાટવાથી ઉધરસ અને આ શ્વાસના રોગો મટે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.