વગર ઓપરેશનએ પથરીનો દુખાવો દૂર કરી, પથરીને બહાર કાઢવા માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક ઘરેલુ ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વાસ્તવમાં પથરીની બીમારી ખૂબ જ કોમન છે અને તેની સારવાર પણ સરળ છે. તેમાં શરીરનાં કેટલાંક અંગોમાં મિનરલ અને સોલ્ટ જામીને પથ્થરનું સ્વરૂપ લઈ લે છે, જેને પથરી કહે છે.

પથરી થવાના કારણો :

શરીરમાં કેલ્શિયમ કે પ્રોટીનનું પ્રમાણ વધુ હોવું, વધુ મીઠું કે પ્રોટીન જેવા કે મટન, ચિકન, પનીર, ફિશ, ઇંડાં, દૂધ વગેરે ખાવાં. કેટલીક પથરી વિસ્તાર સાથે પણ જોડાયેલી છે.જેવા કે  પહાડી વિસ્તારો, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન જેવા વિસ્તારોમાં તેની સંભાવના વધુ છે.

વાસ્તવમાં આપણા યુરિનમાં કેટલાંક એવાં તત્ત્વ હોય છે, જે શરીરમાં સ્ટોન બનતા રોકે છે. આ તત્ત્વ છે સાઇટ્રેટ, વિટામિન બી-6, મેગ્નેશિયમ અને કેટલાંક ખાસ પ્રકારનાં પ્રોટીન વગેરે. જે લોકોમાં આ તત્ત્વ હોતાં નથી, તેમાં સ્ટોન બનવાની આશંકા વધી જાય છે આવા લોકોને વધુમાં માત્રામાં (દિવસમાં લગભગ 12થી 15 ગ્લાસ) પાણી પીવું જોઈએ. જો શરીરમાં વધુ માત્રામાં પાણી હોય તો પેશાબ ઓછો ગાઢ આવે છે અને પથરી બનતી નથી.

પથરીને મટાડવાના ઉપાયો :

‘કળથી’ આ રોગની ખાસ દવા છે. કળથીને પથરીનાશક ગણાવવામાં આવી છે. કિડનીની પથરી અને પિત્તાશયની પથરી માટે ફાયદાકારક ઔષધિ છે. આયુર્વેદમાં ગુણધર્મ અનુસાર કળથીમાં વિટામિન એ હોય છે. તે શરીરમાં વિટામિનની પૂર્તિ કરી પથરીને રોકવામાં મદદરૂપ બને છે. બજારમાં તે કોઇપણ કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી રહે છે.

કળથીના સેવનથી પથરી તૂટીને કે ઓગળીને નાની થઇ જાય છે જેનાથી પથરી સરળતાથી મૂત્રાશયમાં જઇને પેશાબના માર્ગે બહાર નીકળી જાય છે. તેના સેવનથી પેશાબની માત્રા અને ગતિ વધી જાય છે જેનાથી રોકાયેલા પથરીના કણ પર વધુ દબાણ પડવાને કારણે તે નીચેની તરફ ખસીને બહાર થઇ જાય છે.

જે વ્યક્તિને પથરી એકવાર થઇ જાય છે તેને તે ફરીથી થવાનું જોખમ રહે છે માટે પથરી નીકળી ગયા પછી પણ રોગીઓએ કળથીનું સેવન કરતા રહેવું. કળથી પથરીમાં અમૃત સમાન છે. શુધ્ધ તુલસીનો રસ લેવાથી પણ પથરીના યુરીનને રસ્તે નીકળવામાં મદદ મળે છે. ઓછામાં ઓછું એક મહિનો તુલસીના પાંદડાના રસ સાથે મધ લેવાથી ખુબ લાભ મળે છે. તુલસીના તાજા પાંદડા પણ રોજ ચાવવા જોઈએ.

કારેલા આમતો ખુબ જ કડવા હોય છે પણ પથરીમાં રામબાણની જેવું કામ કરે છે. કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ નામના તત્વ હોય છે, જે પથરીને બનતા રોકે છે. પથરી થયા પછી બે નાની ચમચી કારેલા ના રસને સવાર સાંજ 8-10 દિવસ પીવો તેનાથી નાના નાના કણોમાં પથરી તૂટીને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.

લીંબુનો રસ અને જેતુન (ઓલીવ ઓઈલ) ના તેલનું મિશ્રણ કરીને પીવાથી કીડની ની પથરી ની સમસ્યા દૂર થી છે. પથરીના દર્દીને પથરી થયા પછી 60 મી.લી. લીંબુના રસમાં તેટલી જ માત્રામાં કુદરતી જેતુનનું તેલ ભેળવીને સેવન કરવાથી તરત જ રાહત થઇ જાય છે. લીંબુનો રસ અને જેતુન નું તેલ સ્વાસ્થ્ય માટે પણ ખુબ સારું રહે છે.

પથરી થાય તો અજમાનો વધુમાં વધુ ઉપયોગ કરો. અજમાનું સેવન બમણો લાભ કરે છે. તેનાથી પેશાબ વધુ આવે છે અને અજમો પથરીના ઉત્પતિનો નાશ કરે છે, એટલે કે પથરી ફરી વખત નહી બને. રોજ સવારે એક ચમચી અજમાને ગરમ પાણી સાથે લો. તેનાથી એક મહિનામાં પથરીમાથી છુટકારો મળે છે.

પાણી વધારે પીવું તે પથરીની સારવાર અને પથરી ને ફરી થતી અટકાવવા માટે ખુબ જ જરૂરી છે. લીલા શાકભાજી અને તાજા ફળો નું વધારે પ્રમાણ ધરાવતા સમતુલિત ખોરાક લેવો ફળોમાં કેળા, મોસંબી, ચેરી, પાઈનેપલ, અને શાકભાજી માં ગાજર, કારેલા, શીમલા મિર્ચ વગેરે વધુ લેવા.

વિટામીન સી વધુ માત્રા માં ન લેવું. રાત્રે વધુ ભારે ખોરાક ન લેવો, મેદસ્વી વ્યક્તિઓ માં પથરી નું જોખમ વધારે હોવાને કારણે સમતોલ ખોરાક લઈ વજન કાબુમાં રાખવું. જેનાથી પથરી ફરીવાર થવાનો ભય રેતો નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top