શિયાળો ચાલી રહ્યો છે અને શાકબજાર, લારીઓ અને શેરીઓ વિવિધ લીલાં પાંદડાવાળી શાકભાજીઓથી છલકાઇ રહ્યાં છે. મોટા ભાગના ઘરોમાં એમાંથી સૂપ, મૂઠિયાં, પરાઠા અથવા સબ્જી અને અન્ય ઘણી ફૂડ આઇટમો બનતી હોય છે.
ઘાટી લીલી ભાજી પાલકમાં ઘણું બધું ફોલેટ રહેલું છે જે લાલ લોહીના ઉત્પાદનમાં વધારો કરે છે. કીડ્ઝ કાર્ટૂનમાં પોપાઇની લીલી ભાજી તરીકે પસંદગી પાલકની છે જેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન ‘એ’, વિટામીન ‘કે’સારા પ્રમાણમાં છે. એમાં માઇલ્ડ ફ્લેવર હોવાથી વિવિધ પ્રકારનાં ફળો અને શાક સાથે સહેલાઇથી મિક્સ કે સ્મૂધીમાં બ્લેન્ડ કરી શકાય છે.
શરીરમાં લોહીની કમી ઓછી હોય તો પાલવ ખૂબ જ સારો વિકલ્પ છે. પાલકનું સેવન અઠવાડિયામાં ત્રણ-ચાર વખત કરવો જોઈએ તેનાથી લોહીની ઉણપ પૂરી થઈ જાય છે. પાલક શરીર માટે પૌષ્ટિક આહાર છે અને તેને શાકભાજીનો રાજા માનવામાં આવે છે. પાલક ખાવાથી શરીરમાં અનેક પ્રકારના લાભ મળે છે અને તેનું સેવન કરવાની સલાહ પણ આપે છે.
પાલક એક પ્રકારનો છોડ છે જેની ઊંચાઈ દોઢ ફૂટની આજુબાજુ હોય છે. તેમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે અને તેને નિયમિત રૂપથી ખાવાથી અનેક રોગોથી બચી શકાય છે.
આંખોની રોશની વધારવા ઉપયોગી :
પાલકના ફાયદા આંખોની રોશની વધારવા મદદગાર છે. જે લોકોને ઓછું દેખાતું હોય તે લોકો માટે પાલક અમૃતથી ઓછું નથી. પાલક ખાવાથી આંખો પર સારી અસર પડે છે અને આંખોની રોશની સારી થઈ જાય છે તેથી સારી આંખ માટે પાલકનું સેવન કરવું જોઈએ.
સલાડમાં આનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે. પાલકમાં રહેલું બીટા કેરોટિન અને વિટામિન સી ક્ષય થવાથી પણ બચાવે છે. પાલકના ખનિજ તત્વો અને બીટા કેરોટિન સાંધાની બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.ત્વચાને ડ્રાય થતી બચાવે છે. પાલકની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા પણ નિખરશે. વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ.
લોહીની ઉણપ દૂર કરવા ઉપયોગી :
પાલકની અંદર આયર્ન હોય છે અને આયર્ન લોહી બનાવવામાં સહાયક હોય છે તેથી ખૂન ઓછું હોય તો પાલકનું સૂપ અથવા પાલકનું જ્યુસ બનાવી પીવું જોઈએ. રોગ પ્રતિરોધક શક્તિ કમજોર હોય તો શરીરમાં સરળતાથી બીમારી આવી જાય છે. તેથી જે લોકોને રોગપ્રતિરોધક શક્તિ કમજોર હોય તે લોકોને પાલકનો ઉપયોગ કરવો જોઈએ.
પાલક હાડકા માટે ખૂબ જ લાભદાયક હોય છે. પાલકનું સેવન કરવાથી હાડકા મજબુત રહે છે. પાલકની અંદર કેલ્શિયમની માત્રા ખૂબ જ હોય છે અને તે ખાવાથી શરીરમાં કેલ્શિયમની કમી નથી રહેતી.
ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે.પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે.
પાલક અંદર રહેલ ઓર્ગેનિક પદાર્થ શરીર ની અંદર યુરિક એસીડ બની જાય છે જે આપણા શરીર માટે નુકશાન કારક છે જે સમય જતા નાની પથરી માં પરિવર્તિત થઈ શકે છે. જો તમે પાલક ને બીજા ફાઈબર યુક્ત આહાર સાથે સેવન કરો છો તો તમારા શરીર ની અંદર ફાઈબર નું પ્રમાણ વધી જાય છે જેના કારણે તાવ,માથું દુખવું, અને લુસમોસન ની સમસ્યા ઉદ્ભવી શકે છે
પાચનક્રિયાને તંદુરસ્ત રાખવા માટે પણ પાલકનો જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે. આ શરીરના વિષાક્ત પદાર્થોને બહાર નિકાળવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તમને કબજિયાતની સમસ્યા છે તો પણ પાલકનો જ્યુસ તમારા માટે ફાયદાકારક રહેશે.