માત્ર આ દેશી ઈલાજથી પગના તળિયામાં થતી બળતરા 100% ગેરેન્ટી આજીવન થઈ જશે ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પગના તળિયા બળવાની સમસ્યા સામાન્ય વાત છે. ઘણી વખત શુગર વધવા અને વધુ ડ્રિંક કરવાના કારણે પણ પગમાં બળતરા થવા લાગે છે. પગમાં બળતરા થતાં લોકો અનેક પ્રકારની ક્રીમ અને લોશનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેનાથી થોડા જ સમય માટે આરામ મળે છે. થોડી વાર પછી ફરીથી બળતરા થવા લાગે છે.

પગના તળિયાઓને માલિશ કરતી વખતે, અમુક પોઇન્ટ્સ પર દબાણ પડે છે, જે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પગની નિયમિત માલિશ કરવાથી માનસિક તણાવ પણ દૂર થાય છે. આ માટે, લગભગ 3 થી 4 મિનિટ સુધી પગના તળિયાની માલિશ કરવી જોઈએ.

સરસિયુ આ એક એવી કુદરતી ઔષધી છે, કે જે પગની બળતરાથી છૂટકારો અપવવામા ખૂબ ફાયદાકારક નીવડે છે. માટે એક બાઉલમા આશરે બે ચમચી સરસિયુ લો, અને તેમા બે ચમચી ઠંડુ પાણી કે પછી એક બરફનો ટૂકડો ઉમેરી લો અને તેને બરાબર મિક્સ કરી લો. અને હવે પછી હળવા હાથથી પગના તળિયા પર લગાવીને તેની માલિશ કરો. આવુ અઠવાડિયામા બે વખત આ ઉપાય કરવાથી પગમા થતી બળતરાથી એકદમ રાહત મળી શકે છે.

જીરું અને મિસરી ના ભૂકા ને ઠંડા પાણી સાથે પીવાથી પગ માં થતી બળતરા માં રાહત મળે છે. સરસવ ના તેલ થી પગમાં માલિશ કરવાથી બળતરા દૂર થાય છે.આદું ના ટુકડા ને મોમાં રાખી ચગળવાથી લોહી નો સંચાર બરોબર થાય છે. જેથી પગમાં થતી બળતરમાં રાહત મળે છે.

કારેલાના પાનને બરાબર રીતે વાટી લો અને પછી તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને પગના તળિયા પર લગાવો જરૂર રાહત મળશે. માખણ અને મિસરી ને બરાબર માત્રમાં મેળવીને રોજ સવારે 2 ચમચી ચાટવાથી પગ અને હાથ ની બળતરા દૂર થાય છે. દૂધી ના છૂંદા ને પગના તળિયે ઘસવાથી પગ ને ઠંડક મળે છે. આંબા નો મોર ને પગના તળિયે ઘસવાથી રાહત મળે છે. દેશી ધી નો પગના તળિયે માલીસ કરવાથી બળતરા દૂર થાય છે.

હળદરમા એન્ટી ઇફ્લેમેન્ટરી ગુણ પણ હોય છે, કે જે પગની બળતરા અને પગના દુખાવાને દૂર કરે છે. માટે એક ગ્લાસ પાણીમા એક ચમચી હળદર મિક્સ કરીને તેને પીઓ અને દિવસ માં બે વખત આ ઉપાય કરવાથી રાહત મળશે. અને તે સિવાય આ હળદરનો લેપ બનાવીને પણ પગ પર લેપ લગાવી શકો છો તેનાથી પણ ઘણો ફાયદો મળશે.

ઠંડું પાણી પગમાં બળતરા માટે સૌથી સારું ઘરેલૂ ઉપાય છે. તેના માટે ટબમાં ઠંડુ પાણી ભરી તેમાં પગને થોડા મિનિટ માટે પલાળી રાખો. પગને થોડા રિલેક્સ કરી ફરીથી આવું જ કરો. પણ પગ પર સીધું જ બરફ કે આઈસ પેક ક્યારેય પણ ન લગાવવું જોઈએ. મહેંદીમાં લીંબુના રસની પેસ્ટને તળિયે લગાવવાથી રાહત મળે છે. સવારે અને સાંજે ખુલ્લા પગે ઘાસમાં ચાલવાથી પગ ની બળતરા દૂર થાય છે. તેમજ યાદશકતી માં પણ વધારો થાય છે.

લીંબુ અને વરિયાળી ના ભૂક્કા ને મિકસ કરી તેને ઠંડા પાણી સાથે લેવાથી પગ ના તળિયા ની અને આંતર ની ગરમી દૂર થાય છે. પગ ની બળતરાની રાહત માટે સંજીવની સમાન આ જ્યુસ તો જાણી લો કેવી રીતે બનાવવું , સૌપ્રથમ એક બાઉલ માં 100 ગ્રામ વરિયાળી લો. તેને 15 થી 20 મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ તેને એક મિક્સર જાર માં લઈને તેને પીસી લો. એક મોટા જગમાં ઠંડા પાણી સાથે 100 ગ્રામ ગોળ અથવા ખાંડ ઉમેરી તેના અગાઉ ક્રશ કરેલી વરિયાળી ઉમેરો. ત્યારબાદ આ શરબત માં જો અનુકૂળ હોય તો લીંબુ ઉમેરી શકાય. લીંબુ વગર પણ આ શરબત ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને પગ ની બળતરા માટે સંજીવની સમાન છે.

નવશેકું નારિયેળ કે જેતૂનના તેલમાં એક ચમચી આદુંનો રસ મિશ્ર કરી પગના તળિયે 10-15 મિનિટ માલિશ કરવાથી ફાયદો મળે છે.એપ્પલ સાઈડ વિનેગર.1 ગ્લાસ ગરમ પાણીમાં 2 ચમચી એપ્પલ સાઈડ વિનેગર નાખીને પીવાથી બળતરા ઓછી થવા લાગે છે.
ગરમી ના દિવસોમાં રસદાર ફળોનું સેવન વધારે માત્રમાં કરવું. આમ કરવાથી પગના તળિયા માં થતી બળતરા ની સમસ્યા દૂર કરી શકો છો, પગના તળિયા મજબૂત કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top