મોઢાની અંદર થતા ઘાને મોઢાનાં ચાંદા કે છાલા કહેવામાં આવે છે. મોઢાનાં ચાંદાને સહન કરવા બહુ મુશ્કેલ હોય છે. આ ઘા અને ઈજા જેવા હોય છે કે જે કાં તો જીભ, ગાળમાં, હોઠો પર કે મોઢાની નીચેની તરફ થાય છે. તેમનો દુઃખાવો બહુ મુશ્કેલ હોય છે અને જમતી વખતે કે બ્રશ કરતી વખતે બહુ તકલીફ પડે છે.
મોંમાં ચાંદા પડવાને કારણે તે જગ્યાએ કંઇ પણ જમવાનું કે પાણી પણ અડે તો બહુ બળે છે. હોર્મોનમાં ફેરફાર, વધારે પડતી એસિડીટી, હર્પિસ વાઈરસ ઈન્ફેક્શન, મોંમાં ઈજા, જીભ કે અંદરનો ગાલ ચવાઈ ગયો હોય તો, સ્ટ્રેસ, વારસાગત કારણોસર, વિટામિન બીની કમી, અપચો, મોં આવી જવું આ બધાને કારણે મોંમાં ચાંદા પડી જાય છે. આની સારવાર માટે ઘરગથ્થુ ઉપચાર કારગત નીવડે છે.
બૅકિંગ સોડામાં એલ્કલાઇન ગુણો હોય છે કે જે એસિડને બિનઅસરકારક કરી દે છે, કારણ કે આ એસિડ જ ચાંદાનું મુખ્ય કારણ હોય છે. બૅકિંગ સોડા અદ્ભુત રીતે અસરકારક છે, કારણ કે તે શરીરમાં એસિડને સંતુલિત કરે છે. તે બૅક્ટીરિયાને નષ્ટ કરે છે અને છાલાનો ઉપચાર કરીને સાજા કરે છે. તે બળતરાને ઓછી કરે છે. તે રોગાણુઓ અને બૅક્ટીરિયા દૂર કરી મોઢાનાં આરોગ્યને સારૂ બનાવે છે. 1/2 કપ પાણીમાં 1 ચમચી બૅકિંગ સોડા મેળવી કોગળા કરો. ધ્યાન રહે કે તેને સારી રીતે મેળવો. કોશિશ કરો કે આ મિશ્રણ મોઢાનાં અંદર તમામ બાજુ પ્રસરે અને બાદમાં તેને થૂકી દો. એવું દિવસમાં બે વાર કરો.
મોંમાં અને જીભ પરના ચાંદાથી છૂટકારો મેળવવા માટે રાત્રે સૂતાં પહેલાં દેશી ઘીને ચાંદા પર લગાવી રાખો. ઘી લગાવવાથી સવાર સુધીમાં ચાંદા ગાયબ થઇ જશે. મોંની ગરમીના કારણે થયેલા ચાંદાથી છૂટકારો મેળવવા માટે બરફનો ટૂકડો લઇને તેને ચાંદા પર લગાવો અને લાળ ટપકાવો. સવારે ઊઠતાંની સાથે કેટલાક તુલસીના પાન પાણી સાથે ચાવીને ખાવા. તુલસી જીવાણુનાશક અને કિટાણુનાશક છે જેનાથી મોંના બેકટેરિયાથી છૂટકારો મળી શકે છે.
મધમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે. તે ચાંદાઓથી આરામ અપાવવામાં સહાયક છે અને ઘા રૂઝવાની પ્રક્રિયા તીવ્ર કરે છે. મધ ઘાને સાજું કરે છે અને ચાંદાને આગળ વધતા પણ રોકે છે. મધમાં એક ચમચી આંબળા પાવડર મેળવી લગાવો. આ મિશ્રણને પ્રભાવિત જગ્યાએ લગાવો. ઘા જલ્દી રૂઝે, તેના માટે તેમાં હળદર પણ મેળવો. થોડાક દિવસ સુધી મધ લગાવવાથી મોંના અને જીભના ચાંદા દૂર કરી શકાય છે. દિવસમાં ૩-૪ વખત ચાંદા પર મધ લગાવો. જેનાથી તમને ખૂબ રાહત મળી શકે છે.
ઉકળતા પાણીમાં અડધા વાટકા જેટલી મેથીની ભાજી નાંખો. પાણીને ગાળીને ઢાંકી રાખો. આ પાણીથી દિવસમાં બેથી ત્રણ વાર કોગળા કરશો તો તાત્કાલિક રાહત મળશે. એક મુટ્ઠી કોથમીરનાં પાન લો અને તેમને સારી રીતે વાટી લો. તેને વાટ્યા બાદ તેના રસને ચાંદા પર લગાવો. જામફળનાં પાનને વાટીને તેનાં જ્યૂસને ચાંદા પર લગાવી શકાય છે. તેનાથી ચાંદામાંથી તરત આરામ મળે છે. હળદર પણ ચાંદામાં રાહત અપાવવા માટે ખૂબ મદદરૂપ છે. રોજ સવાર-સાંજ હળદર વાળા પાણીથી કોગળા કરવાથી ચાંદાથી અને તેનાથી થતા દુખાવાથી રાહત મેળવી શકાય છે.
એક કપ પાણીમાં બે મોટી ચમચી મીઠું ભેળવો. આ પાણીથી એક મિનિટ સુધી કોગળા કરો લીલી કોથમીર ખૂબ ઠંડી હોય છે. જેનાથી શરીરની ગરમી દૂર થઇ જાય છે. લીલી કોથમીરને વાટીને તેનો રસ કાઢી લો અને આ રસને ચાંદા પર લગાવી લો. બે-ત્રણ દિવસમાં રાહત મળી જશે. એલોવેરાના પાનની જેલને દિવસમાં બે વાર ચાંદા પર લગાવો. થોડાક દિવસમાં ચાંદાથી છૂટકારો મળી જશે.તરત આરામ મેળવવા માટે ભીની ટી બૅગને ચાંદા ઉપર રાખો. બ્લૅક ટીમાં ટેનિન હોય છે કે જે દુઃખાવામાંથી આરામ અપાવે છે.
બટર મિલ્ક એક જાદુઈ પદાર્થ છે કે જે ઘા ભરવામાં સહાયક છે. બટર મિલ્કમાં લૅક્ટિક એસિડ હોય છે કે જે થોડુંક એસિડિક હોય છે કે જે ચાંદાથી થનાર દુઃખાવો ઓછો કરે છે. મોઢાનાં ચાંદાનાં ઉપચાર માટે તુલસીનાં પાનને ચાવવા બહુ ફાયદાકારક હોય છે. તુલસીનાં પાનને ચાવો અને પાણી પી લો. આ ઔષધિય જડી-બૂટી આરોગ્ય સાથે સંબંધિત કોઈ પણ સમસ્યાનાં ઉપચારમાં સહાયક હોય છે. દિવસમાં 3 કે 4 વખત તુલસીનાં પાન ચાવવાથી મોઢામાં વારંવાર થતા ચાંદા રોકી શકાય છે.
કૅમોમાઇલમાં એંટી-સેપ્ટિક ગુણો હોય છે. માટે તેનો ઉપયોગ મોઢું ધોવા માટે કરી શકાય છે, કારણ કે તે દુઃખાવો ઓછો કરે છે. એક મુટ્ઠી કૅમોમાઇલનાં ફૂલ લો અને તેમને પાણીમાં નાંખો. દિવસમાં બે વખત આ પાણીને માઉથવૉશ તરીકે ઉપયોગમાં લાવો. તે મોઢાનાં ચાંદાનાં ઇલાજમાં બહુ અસરકારક હોય છે.