મેથીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેના સેવનથી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. ખાસ કરીને મહિલાઓ માટે તે ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. મેથીના પાવડરમાં એન્ટિઓક્સિડેન્ટ, વિટામિન્સ અને મિનરલ્સ, પ્રોટીન, લિપિડ્સ, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, મેંગેનીઝ, વિટામિન સી અને વિટામિન બી જેવા પોષક તત્વો હોય છે. જો તમે તેનું સેવન કરો છો, તો તે મેનોપોઝ અને પીરિયડ્સમાં દુખાવો, વજન ઘટાડવા અને હાડકાંને મજબૂત બનાવવામાં ખૂબ મદદ કરે છે.
મેથીના ફાયદા:
મેથી પેટની તકલીફોનું ઉત્તમ ષધ છે. વાયુ, મોળ, ઊબકા, આફરો, ખાટા ઘચરકા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંક, બંધાયા વગરનો પાતળો ઝાડો એ બધાં ઉપદ્રવોમાં ખૂબ જ ઉપયોગી છે. બે ચમચી મેથી અને બે ચમચી સૂવાદાણા એ બંને અધકચરા શેકીને ચૂર્ણ કરી લેવું. સવાર-સાંજ એક-એક ચમચી જેટલું આ ચૂર્ણ ફાફી, ચાવીને પેટમાં ઉતારી જવું.પેટ ને લગતી બધી તકલીફોમાં ફાયદો થશે.
ડાયાબિટીસમાં મૂત્ર સાથે જતી સાકર (ગ્લુકોઝ)નું પ્રમાણ ઘટાડવાનો મેથીમાં (કડવી હોવાથી) ખાસ ગુણ રહેલો છે. ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લઈ એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે. ડાયાબિટીસના રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવા જેવો છે.
મેથીના પાવડરનું સેવન કરવાથી મહિલાઓમાં મેનોપોઝ દરમિયાન દુખાવાથી રાહત મળે છે. વાસ્તવમાં મેનોપોઝ દરમિયાન મહિલાઓને દુખાવો, બળતરા અને બેચેની જેવી સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં મેથીના પાવડરના સેવનથી તેમની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
દરેક માતા ઈચ્છે છે કે તેનું બાળક તેનું દૂધ પીવે. પરંતુ આજના સમયમાં ઘણી સ્ત્રીઓમાં માતાના દૂધનો અભાવ હોય છે. જેના કારણે તે પોતાના બાળકને ભરપૂર માત્રામાં સ્તનપાન કરાવી શકતી નથી. આવી માતાઓ માટે મેથીનો પાવડર પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ઘણી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવો, બળતરા અને ખેંચાણની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં, તમે મેથીના પાવડરનું સેવન કરીને પીરિયડ્સ દરમિયાન સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. આ માટે તમે મેથીના પાવડરને પાણીમાં મિક્સ કરીને તેમાં સ્વાદ અનુસાર મધનો ઉપયોગ પણ કરી શકો છો.
મેથીનો આમપાચક ગુણ આમવાતને હાંકવામાં સહાયભૂત થાય છે. અંગ્રેજીમાં રૂમટીઝમ તરીકે ઓળખતા આમવાતને કેડ, ઢીંચણ, ખબો કે પગની એડીમાંથી મેથી હકાલપટી કરે છે. માથામાં આમ વાયુની થતાં આમવાતનો દુ:ખાવો અને ઘણી વખત સોજો પણ આવે છે. ત્યારે સૂંઠ દિવેલના ઊકાળા સાથે મેથીનો વપરાશ અકસીર ગણાય છે. સંધીવા જેવા હઠીલા રોગમાં પણ મેથી અને દીવેલનું મિશ્રણ થતાં ફાયદો જણાય છે. જેમને અરૂચિ હોય અને ભૂખ ન લાગતી હોય એમણે મેથીનું સેવન કરવું જરૂરી છે.
રપ ગ્રામ મેથી દાણાનો પાવડર બનાવીને થોડું પાણી ઉમેરી લુગદી (પેસ્ટ) બનાવીને તપેલીમાં નાખવું. તેમાં ૧૦૦ ગ્રામ કોપરેલ ઉમેરવું. ધીમે તાપે ગરમ કરવું. લુગદીમાં રહેલું પાણી બળી જાય અને મેથીનો પાવડર લાલ થઈ જાય અને તેલમાંથી સાધારણ ધુમાડો નીકળવા માંડે ત્યારે ઉતારીને ઠંડુ થયે ગાળીને ભરી રાખવું. આ તેલનું માથામાં રોજ માલિશ કરવાથી નિસ્તેજ થઈ ગયેલા વાળમાં ચમક આવે છે. માથાની ચામડીમાંથી ઉખડતી ફોતરી (ખોડો) ધીમે ધીમે બંધ થઈને ખંજવાળ બંધ થાય છે. વાળ ઉતરવાની સમસ્યામાં ઘટાડો થતો જાય છે.