મેથી દાણા એક પ્રકારની જડીબુટ્ટી છે. તેનો ઉપયોગ દરેક પ્રકાર ની બીમારિયો દૂર કરવા માટે થાય છે. મેથી દાણામાં એવા ઘણા ઔષધીય ગુણો છે, જેના કારણે તેનો આયુર્વેદમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. આમ તો મેથી દાણા એક પ્રકારનો મસાલો છે, જેનો ઉપયોગ દરેક રસોડામાં કરવામાં આવે છે.
મેથીના દાણામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને જસત જેવા ઘણા પ્રકારના ખનીજ હોય છે. આ ઉપરાંત, મેથીના દાણા ઘણા વિટામિન્સ અને આવશ્યક પોષક તત્વોનો ખૂબ સારો સ્રોત છે. જેમાં વિટામિન બી 6, વિટામિન એ, વિટામિન સી, ફોલિક એસિડ, થાઇમિન, રાયબોફ્લેવિન અને નિયાસિન વગેરે શામેલ છે. મેથીમાં ઘણા ફાયદાકારક ફાયટોન્યુટ્રિએન્ટ્સ છે.
મેથીમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ ગુણો ને કારણે મેથી હૃદયરોગ માટે ખુબ જ ફાયદેમંદ છે. તે લોહીના પરિભ્રમણ ને લેવલ માં રાખે છે. મેથીમાં ફાઈબર હોય છે જે હૃદયરોગ ના હુમલા ને આવતો અટકાવે છે. મેથી નો ઉકાળો મધ સાથે લેવાથી ખુબ જ ફાયદો થાય છે. કોલેસ્ટ્રોલ ને પણ મેથી દ્વારા ઘટાડી શકાય છે. દરરોજ મેથીના દાણા ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ધીમે ધીમે ઓછું થતું જાય છે.
મેથીમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે. મેથીમાં જોવા મળતું ડાયસોજેનિન નામનું તત્વ આંતરડાના કેન્સર સામે રક્ષણ આપવા સક્ષમ છે. આ સિવાય તેમાં જોવા મળતું સેપોનિન, મ્યુસિલેજ, પેક્ટીન વગેરે આંતરડાની મ્યુકસ મેમ્બ્રેનનું રક્ષણ કરે છે. આ રીતે, તે આંતરડા પરના ખરાબ પ્રભાવોને દૂર કરીને કેન્સર સામે રક્ષણ આપે છે. તેમાં રહેલા એન્ટીઑક્સીડન્ટોને લીધે મુક્ત રેડિકલથી થતા નુકસાનને અટકાવવું પણ શક્ય છે.
રોજ રાત્રે બે ચમચી મેથી પાણીમાં પલાળી રાખી, સવારે તે મેથી ને ખુબ મસળી પાણી ગાળી લઇ એક મહિના સુધી આ રીતે ગાળેલું પાણી રોજ સવારે પીવાથી પેશાબ માં જતી શુગર ઓછી થઇ જાય છે. મેથી કડવી હોવાથી તેમ ડાયાબીટીસમાં પેશાબ માર્ગે જતી શુગર ઓછી કરવાનો ખાસ ગુણ છે.
મેથી સંધી વા માટે શ્રેઠ ગણાય છે. મેથી ને ઘીમાં શેકીને, દળી ને તેનો લોટ બનાવવો. પછી ગોળ-ઘીનો પાક કરીને સુખડીની માફક હલાવી, તેના નાના નાના લાડુ બનાવવા. રોજ સવારે એક એક લાડુ ખાવાથી અઠવાડિયામાં વા થી જકડાઈ ગયેલા અંગો છુટા થાય છે. અને હાથ-પગે થતી વા ની કળતર મટે છે.
આજ મોટા ભાગ ની મહિલાઓ માસિકધર્મ સંબંધિત સમસ્યા થી પરેશાન છે. માસિકધર્મ ને એસ્ટ્રોઝેન નામનું એક હોર્મોન નિયંત્રિત રાખે છે, મેથી માં એસ્ટ્રોઝેન ના ગુણ હોય છે, માટે જ માસિકધર્મ દરમિયાન મેથી ખાવું યોગ્ય માનવામાં આવે છે. આ સમસ્યાને દૂર કરવા માટે દરરોજ ૧ થી ૨ ગ્રામ જેટલા મેથીના દાણા દરરોજ સવારે નણેકોઠે ખાવાથી ફાયદો થાય છે.
જો તમેં બ્લડપ્રેશર ની સમસ્યા થી પરેશાન છો તો મેથી નો ઉપયોગ અવશ્ય કરો. મેથીમાં એન્ટીહાઈપરટેન્સીવ નો ગુણ છે, જે બ્લડપ્રેશેર ને કન્ટ્રોલ માં રાખે છે. તમે દરરોજ ૧થી ૨ ગ્રામ મેથીના દાણા ચાવીને ઉપર પાણી પી જવાનું રાખો થોડાક જ દિવસ માં ફાયદો જણાશે.
મેથી પાચનતંત્રને અનેક રીતે ફાયદો કરે છે. તે પેટ અને આંતરડામાં બળતરા અને સોજોમાં રાહત આપે છે. તે પેટ અને આંતરડાના અલ્સરમાં રાહત આપે છે. તેના પાણીમાં દ્રાવ્ય તંતુ આંતરડાને શુદ્ધ કરે છે અને કબજિયાતને દૂર કરે છે. અને આંતરડાની શક્તિમાં વધારો કરે છે. મેથી થી ભૂખ ખુલી જાય છે. ખોરાકમાં આ રસ જાગૃત થાય છે. મેથી ચયાપચયમાં પણ સુધારો કરે છે. જેના કારણે નબળાઇ દૂર થાય છે.
મેથી દાણા માં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોવાથી તે આપણા શરીર માં જમા થયેલો વધારાનો કચરો બહાર કાઢી અને પાચનક્રિયા સુધારે છે.