સાવ સામાન્ય દુખાવાથી લઈને ટ્યુમર સુધીના રોગનું લક્ષણ છે માથા નો દુખાવો. માથાના દુખવાની તકલીફના પણ ઘણા જુદા-જુદા પ્રકાર છે. જરૂરી નથી કે માથામાં દુખાવો ગંભીર જ હોય, પરંતુ એનો પ્રકાર કયો છે એ જાણવું જરૂરી છે.માથા નો દુખાવો એક એવી તકલીફ છે જે કદાચ મોટાભાગના વ્યક્તિ ઓ એ ક્યારેક ને ક્યારેક તો અનુભવી હશે જ. પ્રત્યેક વ્યક્તિ ને એના જીવન માં કૈક તો માથા નો દુખાવો ચાલતો જ હોય .ઘણી વખત દોડધામ ભરેલું જીવન અને અનિયમિત ખાણીપીણીની આદતોના કારણે માથાના દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે.
ઘણી વાર માથાના દુખાવા ના સામાન્ય કારણો હોય છે જેમકે શરદી કે તાવ,દાંત માં કોઈ તકલીફ કે દુખાવો હોય તો તેના કારણએ , આંખો નો વધુ ઉપયોગ કે ખેંચાણ, માનસિક ચિંતા , તનાવ કે ટેન્શન વાળો સ્વભાવ, શારીરિક અને માનસિક થાક, સાયનસ, સિગરેટ , તમાકુ , દારૂ જેવા વ્યસનો,ચા / કોફી – વધુ પડતા લેવાવા કે આદત બંધ કરવી, સુવા માં ઘણી વાર એવા પ્રકાર ની તકલીફ, કબજિયાત / ગેસ.
માથાના પાછળના ભાગમાં અને ગરદન પર એકદમ પ્રેશર અનુભવાય અને એ ભાગ એકદમ ટાઇટ થઈ ગયેલો લાગે અને ક્યારેક એ વસ્તુ આખા માથામાં પ્રસરતી હોય એવું લાગે. સૌથી વધારે પ્રેશર લમણા પર જ હોય કે પછી આઇબ્રોની ઉપરના ભાગમાં કે માથાની આગળના ભાગમાં હોય એમ લાગે.વળી માથાના દુખાવામાં મગજની બન્ને બાજુ દુખાવો સરખો જ થતો હોય છે, ફક્ત કોઈ એક બાજુ જ થાય એવું નથી હોતું.
માથાનો દુખાવો કોઈ બીજા લક્ષણ સાથે આવતો નથી. માત્ર માથું જ દુખતું હોય છે, બીજું કંઈ થતું નથી.માથાના દુખાવાની કોઈ પૅટર્ન પણ હોતી નથી. ગમે ત્યારે થાય અને પાછો આવશે જ કે ક્યારે આવશે એ બાબતે કંઈ કહી શકાય નહીં. આ દુખાવો મિનિટોથી લઈને દિવસો સુધી લંબાઈ શકે છે.
માથા ના દુખાવા નો સૌ પ્રથમ ઉપાય તો આરામ છે . પુરતી ઊંઘ , પુરતો આહાર અને પ્રસન્ન મન હોય તો ભાગ્યે જ માથા નો દુખાવો થાય અને થાય તો એ તરત મટી પણ જાય . એ માટે દર વખતે દવા , ગોળી લેવા ની જરૂર નથી. આદુ માથાના દુખાવાથી છુટકારો અપાવવા માટે શ્રેષ્ઠ છે, એક વાસણમાં પાણી લો, તેમાં આદુ અને લીંબુનો રસ મિક્સ કરીને ગરમ કરો. તે હૂંફાળું થાય એટલે તે પાણી પીઓ. તેનાથી તમારા માથાના દુખાવામાં રાહત થશે. જો તમે પી ન શક્તા હોવ તો ગરમ પાણી કરીને તેમાં આદુ નાંખો, ત્યાર બાદ તે પાણીનો નાસ લો.
ગરમીના કારણે સિરદર્દ થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે, એક કપડામાં બરફના ૮-૧૦ ટુકડા બાંધી, આઈસપેક બનાવવું. આ આઈસપેક ૧૦-૧૫ મિનિટ માથા પર મુકી, આરામ કરવાથી થોડી વારમાં જ માથાના દુઃખાવાથી રાહત મળે છે. ચંદન ને પાણી ની સાથે મિલાવીને તેનો લેપ માથાના દુખાવા વાળી જગ્યા માં લગાવો.
ચંદન ની તાસીર ઘણી ઠંડી હોય છે. તેના લેપ થી માથામાં ઠંડક પહોંચે છે અને માથાના દુખાવામાં ઘણી રાહત મળે છે.માથામાં અસહ્ય દુખાવો થતો હોય ત્યારે લવિંગને લસોટીને તેને રૂમાલમાં બાંધીને માથા પર લપેટો. આ ઉપરાંત તે સમયે બીજા રૂમાલમાં લવિંગનો ભૂકો બાંધીને તેને સૂંઘો, આમ કરવાથી માથાના દુખાવામાં રાહત રહેશે.
સામાન્ય રીતે તણાવના કારણે માથામાં દુખાવો રહ્યા કરે છે. હકીકતમાં આ માંસપેશિઓમાં થતા તણાવ અને થાકના કારણે થાય છે. તેથી જો માથામાં દુખાવાના કારણે વધુ તણાવનો અનુભવ થતો હોય તો રોજ ઓછામાં ઓછું ૧૫ મિનિટ સુધી એક્સરસાઇઝ કરવી.સખત માથાનો દુઃખાવો થતો હોય ત્યારે ગરમ પાણીમાં લીંબુનો રસ ઘોળીને પીવાથી તાત્કાલિક આરામ મળે છે. કાળી ચા માં લીંબુનો રસ મિલાવીને પીવાથી પણ માથાનો દુઃખાવો ઓછો થાય છે.