મરીનો ઉપયોગ રોજિંદા મસાલામાં થતો હોવાથી તેને સૌ ઓળખે છે. તેનો સ્વાદ તીખો હોવાથી ગામડાના લોકો તેને તીખા પણ કહે છે. મરી ખાસ કરીને દક્ષિણ ભારતમાં કર્ણાટક અને કેરાલાના જંગલોમાં થાય છે. ત્યાંની વાડીઓમાં મરીના વેલાઓને સોપારીના વૃક્ષો ઉપર ચડાવીને ઉછેરવામાં આવે છે.
મારીની વેલને વધવા દેવામાં આવે તો ૨૦ થી ૩૦ ફૂટ લાંબી થાય છે. પરંતુ મરી વધારે આવે તે માટે વેલને વારંવાર ઉપરથી કાપી નાખવામાં આવે છે. નાગરવેલ ની જેમ જ તેની વાવણી થાય છે. તેના પાન નાગરવેલના પાન જેવા હોય છે. મરી ના વેલાને ગુચ્છાદાર-ફળ મંજરીઓ આવે છે. એ ફળની જ મરી કહે છે. મરીની વેલ ઘણા વર્ષો સુધી ટકે છે. કલમ કરવાથી તેની વેલ સારી થાય છે.
લીલા મરીની મંજરીઓ ને સમુદ્રના પાણી સાથે પીપોમા ભરી બહાર મોકલાય છે. મરચા કરતા મરી ઓછા દાહક અને વધુ ગુણકારી છે. મરચા ને બદલે મરી વાપરવા વધારે હિતકારી ગણાય છે. મરીને યોગ્ય રીતે વાપરવામાં આવે તો તે રસાયન ગુણ આપે છે. એટલા માટે જ આયુર્વેદમાં મરી વિષે આ લખયેલું છે “युक्त्या व रसायन”.
કાળા અને ધોળા એમ બે પ્રકારના મરી થાય છે. મરીના અડધા પાકા દાણા ને સુકવીને વેચે છે, એ કાળા રંગના હોય છે. મારી સંપૂર્ણ પાક્યા પછી તેના ફોતરા સરળતાથી દૂર થાય છે અને તે સફેદ બને છે, તેને ધોળા મરી કહે છે. મરી પૂરેપૂરા પાકવાથી તેની તીખાશ ઓછી થાય છે અને તે કઈ સ્વાદવાળા બને છે. સફેદ મરી નથી ગરમ કે નથી ઠંડા પણ શીતવીર્ય છે. કાળા મરી કરતા સફેદ મરી ગુણમાં શ્રેષ્ઠ ગણાય છે. ધોળા મોરી મસ્તક માટે વધારે પોષક અને ચક્ષુસ્ય ગણાય છે.
ધોળા મરી દ્રષ્ટિ ની કમજોરી ને દૂર કરે છે. ધોળા રંગના ખાદ્ય પદાર્થોમાં અને પાપડમાં ધોળા મરી વપરાય છે તેમજ નેત્ર રોગ માં અંજન માટે પણ ધોળા મરી વપરાય છે. શરદી માટે સૂંઠ કરતા મરી વધુ સારા છે. સાધારણ શરદી માટે પણ મરી ઉત્તમ છે.
રસોઈમાં મરીનો ઉપયોગ છૂટથી કરવા જેવો છે. મગના ઓસામણમાં, દાળના ઓસામણમાં, શાકભાજીમાં, દૂધમાં, ચા માં શક્ય તેટલા વધુ મરી વાપરવાં હિતાવહ છે. વાટી રાખેલા મરી ન વાપરતા રોજ તાજા વાટીને વાપરવા, વાતકફના વિકારોમાં શરદી, ખાંસી અને શ્વાસમાં મરી ખૂબ જ ઉપયોગી છે.
મરી તીખા, તીક્ષ્ણ, અગ્નિ પ્રદીપ્ત કરનાર, કફ તથા વાયુ ને મટાડનાર ગરમ, પિત કરનાર અને રુંક્ષ છે. એ શ્વાસ, શૂળ અને કૃમિરોગને મટાડનાર છે.ધોળા મરી તીખા, ઉષ્ણ, રસાયણ તથા સરક છે, એ ત્રિદોષ ને ખાસ કરીને નેત્રરોગ, વિષ તથા ભૂત બધાને દૂર કરનાર છે.લીલા મરી પાકમાં મધુર, ઓછા ગરમ, તીખા, ભારે તેમજ કફને મટાડનાર છે પિત કરતા નથી.
સુશ્રુતના મત પ્રમાણે સફેદ મરી શીતવીર્ય છે. ધન્વંતરી મરીને “जन्तुसंताननाशनम्” અર્થાત બધી જાતના બેક્ટેરિયા, વાયરસ વગેરેનું નિકંદન કાઢનાર ગણે છે. મરીમાં તીખો રસ હોવાથી તે અપચો, ઉદરશૂળ, આફરો, કૃમિરોગો વગેરે મટાડે છે.
મરી ના ઔષધિય ગુણ
મરી અને લસણને પીસી, ભોજનના પ્રથમ કોળિયા માં ઘી મેળવીને ખાવાથી વાયુ દૂર થાય છે. યોગ્ય માત્રામાં હંમેશા મરી ખાનારાઓને વાયુની પીડા કદી થતી નથી. ભારે ભોજન લેનારે ભોજનને જલ્દી પચાવવા ભોજન સાથે મરીનું સેવન કરવું જોઈએ, ધોળા મોરી ઘી અને સાકર સાથે ખાવાથી મગજ ની ગરમી શાંત થાય છે અને આંખોનું તેજ વધે છે. મરીના 2 થી 3 દાણા રોજ ગળવાથી કોઈ પણ રોગ થતો નથી. ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાંખીને પીવાથી સળેખમ મટે છે.
મરીનું ચુર્ણ નાંખીને ઉકાળેલું દૂધ પીવાથી ઉધરસ મટે છે. અડધો મસો મરીનું ચૂર્ણ, ત્રણ માસા મધ અને સાકર ચાટવાથી ઉધરસ મટે છે. મરીનું બારીક ચૂર્ણ ઘી, મધ અને સાકર મેળવીને ચાટવાથી બધી જાતની ખાંસી મટે છે. પંદર-વીસ મરી રોજ વાટીને મધ સાથે ચાટવાથી શ્વાસ રોગમાં ફાયદો થાય છે.
મરીનું ચૂર્ણ દહીં અને ગોળ સાથે રોજ ખાવાથી લાંબા સમયની શરદી મટે છે. થોડા દિવસ ખોરાક બંધ કરી આ પ્રયોગ કરવો. એકલા દહીં પર રહેવાય તો વધુ સારું, બાળકોને મરીનું ચૂર્ણ ઘી અને ખાંડ સાથે સવાર-સાંજ ચટાડવો વાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે, નિર્બળતા દૂર થાય છે, બાળક બળવાન બને છે અને શરદી મટે છે. ત્રણ માસાથી છ માસા મરી લઈ, વાટી, ચાળીસ તોલા પાણીમાં નાખી, અષ્ટમાંશ કાઢો કરી, તેમાં બે તોલા સાકર મેળવીને પિવડાવવાથી તાવ ઉતરે છે.
કરીયાતા જેવી એકાદ કડવી ઔષધિ સાથે મરી ની ફાકી લેવાથી ઉતરે છે અને સુસ્તી ઉડી જાય. મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં મેળવીને પીવાથી મેલેરિયા મટે છે. મરી અને મીઠું એકત્ર કરીને ફાકવાથી ઉલટી માં ફાયદો થાય છે. તાજો ફુદીનો, ખારેક, મરી, સિંધવ, હિંગ, દ્રાક્ષ અને જીરુ એ બધા ની ચટણી બનાવી, તેમાં લીંબુનો રસ નીચોવી ને ખાવાથી મોંની ફીકાશ તથા વાયુ દૂર થઈ રુચિ અને સ્વાદ પેદા થાય છે તેમજ પાચનશક્તિ સતેજ બને છે.
મરીનો ફાંટ બનાવીને પીવાથી અથવા સૂંઠ, મરી,પીપર અને હરડેના ચૂર્ણ ને મધમાં મેળવીને ચાટવાથી અપચો અને આફરો મટે છે. મરી, ચિત્રક અને સંચળનું ચૂર્ણ છાશમાં મેળવીને પીવાથી ગોળો, પેટ ના રોગો, મંદાગ્નિ, બરોળ અને મસામાં ફાયદો થાય છે.
મરીનું બારીક ચૂર્ણ મધમાં ચાટી ઉપર છાશ પીવાથી કે એકલી છાશ સાથે લેવાથી લાંબા વખત નો મરડો મટે છે. મરી એક માસો, હિંગ એક માસો અને કપૂર બે માસ લઈ, પહેલા કપૂર અને હિંગ મેળવી પછી તેમાં મરી મેળવી, 16 ગોળીઓ બનાવવી, અડધા અડધા કલાકે એક એક ગોળી આપવાથી ઉલટી અને ઝાડા બંધ થાય છે અને ચાર છ કલાકમાં કોલેરા મટે છે. કોલેરા મા હાથ-પગમાં કળતર થતી હોય તો ડુંગળીના રસમાં મરીનું ચૂર્ણ નાખીને માલિશ કરવાથી મટે છે.
આદુ અને લીંબુના રસમાં એક માસો મરીનું ચૂર્ણ નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે. મરીનું ચૂર્ણ, સાકર અને ઘી સાથે લેવાથી માથા ની ચકરી અને ચક્કર આવતા મટે છે. મરીને દહી અને જુના ગોળમાં મેળવીને પીવડાવવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે. મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી તેમજ ધીમા મરી વાટીને લેપ કરવાથી શીળસ મટે છે.
મરીને ઠંડા પાણીમાં બારીક વાટીને લેપ કરવાથી વાયુથી અંગ જકડાઈ ગયું હોય તો ફાયદો કરે છે. મરી અને ગંધક ને વાટી, ઘીમા ખૂબ ખરલ કરી,એ ઘી શરીરે ચોપડવાથી અને તડકામાં બેસવાથી ખસ મટે છે. ધોળા મરીને દહીંમા અથવા મધમાં ઘસીને સવાર-સાંજ આંખમાં આંજવાથી રતાંધળાપણું મટે છે. મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફૂટી જાય છે.
મરીનું ચૂર્ણ આંખમાં આંજવાથી માણસ બેશુદ્ધ થઇ ગયો હોય તો ચેતન માં આવે છે.બેશુદ્ધ માણસના નાક માં મરીનું ચૂર્ણ ફૂકવાથી ઘણી છીંકો આવી બેશુદ્ધિ દૂર થાય છે. મરીનું ચૂર્ણ શુંઘવાથી ખૂબ છીંકો આવે છે. અડધો તોલો મરીનું ચૂર્ણ પાંચ તોલા માખણમાં મેળવીને ખવડાવવાથી કોમલનું વિષ ઉતરે છે. મરીની ભૂકી પાણીમાં કાલવી શરીરે ચોળવાથી હરતાલનું વિષ ઉતરે છે.
વૈજ્ઞાનિક મત પ્રમાણે મરી ઉષ્ણ, અગ્નિદીપક અને ઉત્તેજક છે. મરી ખાવાથી મો માં લાળ વધારે આવે છે. ધમનીમાં તેજી આવે છે, ચામડી સતેજ બને છે તેમજ ગર્ભાશય અને જનેન્દ્રિય પર ઉત્તેજક અસર થાય છે. એક કપ પાણીમાં અડધા લીંબુનો રસ નીચવીને, અને એમાં અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ અને અર્ધી ચમચી કાળું મીઠું (સિંધવ) મિક્ષ કરીને નિયમિત રૂપથી થોડા દિવસ પીવાથી ગેસની તકલીફ દૂર થઇ જાય છે.
ગળું બેસી જવા પર કાળામરીને ઘી અને સાકર સાથે મિક્ષ કરવાથી ચાટવાથી બંધ ગળું ખુલી જાય છે, અને અવાજ પણ સૂરીલો થઇ જાય છે. 8-10 કાળી મરી લઈને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરવાથી ગળાનું સક્ર્મણ દુર થઇ જશે. જો તમને પેટમાં કિડાની (કરમિયા) સમસ્યા હોય તો થોડી માત્રામાં કાળા મરીના પાઉડરને એક ગ્લાસ છાસમાં મિક્ષ કરીને પી લો. અથવા તો દ્રાક્ષની સાથે કાળી મરી દિવસમાં 3 વાર લો, તમને ફાયદો થશે તેનાથી પેટના તમામ કીડા મરી જશે.
જો શ્વાસ સંબંધિત કોઈ સમસ્યા હોય તો ફૂદીનાની છાંસમાં કાળા મરી એડ કરીને ખાવું તમારા માટે ફાયદા કારક સાબિત થશે. હરસથી પરેશાન લોકો માટે કાળી મરી દવાથી ઓછા નથી. જીરું, સાકર અને કાળામરીના દાણાને પીસીને પાઉડર બનાવી લો અને આને સવાર સાંજ ખાવો આ પાઉડરથી હરસની સમસ્યા દુર થાય છે. પરંતુ આના માટે તમારે જંકફૂડ અને ઓઈલી ફૂડ ખાવાથી દૂર રહેવું પડશે. પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા થવા પર તમે તરત લીંબુના રસમાં કાળામરીનું પાઉડર અને મીઠું મિક્ષ કરી પી લો, આ તમારી અપચો અને ગેસની સમસ્યાને પણ થોડા સમયમાં દૂર કરી નાખશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.