વગર દવાએ શરદી-તાવ, વાત્ત-પિત્ત, કફ અને સાંધાના દુખાવાથી છુટકારો, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મહુડાનાં વૃક્ષ બધી જ જગ્યાએ જોવા મળે છે. મહુડાના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકાતવાળા હોય છે. આ ફૂલોથી શરીરને ઘણા બધા લાભ મળે છે આ વૃક્ષના ફૂલનો રંગ આછો પીળો હોય છે. આ ફૂલમાં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષની છાલ, પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે. આજે અમે તમને મહુડાના ફાયદાઓ વિશે જણાવીશું.

મહુડાનાં ફૂલ નો ઉકાળો બનાવી સવાર-સાંજ પીવાથી શરદી દૂર થાય છે. તથા તેની અસર લાંબા સમય સુધી જોવા મળે છે.તેના ફૂલ ને દૂધ માં ઉકારીને પીવાથી શરદી તાવ મટે છે. તથા તેના ફૂલ નેહરદાર નાખી ઉકારો બનાવી પીવાથી તાવ અને શરદી મટે છે. વાત, પિત્ત અને કફ માટે મીઠું,અજમો મહુડાનાં ફૂલ તથા હરદર નો ઉકાળો બનાવી નાસ લેવાથી કફ ,પિત્ત દૂર થાય છે.

શરીરના કોઈ પણ ભાગમાં થતા દુખાવામાં જેવા કે માંસપેશીઓ, સાંધાના દુખાવા વગેરેમાં મહુડાનાં તેલની માલિશ કરવાથી દુખાવા દૂર થાય છે. મહુડાના પાંદડામાંથી મળેલ મિથેનોલ વાઈ પર સારી રીતે કામ કરે છે. ખરજવું એ એક સામાન્ય સમસ્યા છે, જેના કારણે મોટાભાગના લોકો અવારનવાર આવે છે. તેનાથી છુટકારો મેળવવા માટે મહુડાના પાન પર તલનું તેલ પેસ્ટ તરીકે લગાવો અને ચેપગ્રસ્ત વિસ્તારમાં ગરમ ​​કરો. જલ્દી આરામ મળશે.

મહુડા ના ફૂલ ને પીસી ને તે જગ્યા પર લેપ કરવાથી વિષ ફેલાતું નથી અને તેમાં રાહત થાય છે. મહુડાનાં છાલનો ઉકાળો પીવાથી ઘૂંટણના દુખાવા અને સોજામાં રાહત મળે છે. ઉકાળો ના પીવો હોય તો એનો લેપ પણ લગાવી શકો છો એનો લેપ બનાવવા માટે એની છાલને પીસીને તેમાં ગરમ સરસોનું તેલ ભેળવો પછી આ લેપને લગાવી દો આ લેપ લગાવવાથી સોજામાં  રાહત મળે છે.

મહુડાના મધને નાના બાળકોને ચટાડવાથી જલ્દીથી દાંત ફૂટે છે. તથા તેનું દાતણ કરવાથી દુખતા દાંત,પેઢાં માંથી લોહી વગેરે તકલીફમાંથી દૂર થાય છે. શરીરમાં દાહ થતો હોય, ખંજવાળ આવતી હોય, ખંજવાળથી થી છોલાઈને જખમ થયો હોય તો 25 ગ્રામ મહુડાની છાલ તેનો પા લિટર પાણીમાં ભેળવવી.  આ કાઢો રોજ સવાર-સાંજ લેવાથી શરીરનો દાહ અને ખંજવાળ મટે છે.

મહુડામાં એન્ટિ-માઇક્રોબાયલ ગુણધર્મો હોય છે જે ચેપથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. મહુડાના ઝાડની છાલમાંથી તૈયાર કરેલો ઉકાળો આંતરડાની રોગો અને ઝાડામાં રાહત આપે છે. કાકડાનો સોજો અને ફેરીન્જાઇટિસમાં પણ છાલના અર્ક સાથે કોગળા કરવા અસરકારક છે. ઝાડા મટાડવા માટે, એક કપ છાલનો અર્ક રાહત આપે છે. તેની છાલમાં ટેનીન નામનું કેમિકલ ઘાને સુકા કરવામાં મદદ કરે છે.

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે. ડાયાબીટીસના દર્દી માટે મહુડાના છાલનો ઉકાળો ખૂબ લાભદાયક હોય છે અને ઉકાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે ઉકાળો નિયમિત પીવો જોઈએ.

બવાસીર થાય ત્યારે તમે મહુડાના ફળનું સેવન કરવું જોઈએ. મહુડાના થોડા ફૂલોને લઈ એને ધીમાં નાખી એનું સેવન કરો. રોજ પડેલા મહુડા ના ફળને ખાવાથી બવાસીર થી આરામ મળે છે. માથાનો દુખાવો, આંખમાં બળતરા જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે, મહુડાના ફૂલોનો તાજો રસ નાકમાં નાંખવાથી ફાયદો થાય છે.

મહુડાનાં ફૂલ ખૂબ ઠંડા હોય છે. એક કાચની બરણી લઈ તેમાં એક થર ખડીસાકરનો અને એક થર ફૂલનો તેવી રીતે ભરવું. આ બરણી બરાબર બંધ કરીને તડકામાં મૂકી દેવી. આ ગુલકંદ ગરમીની તકલીફ માટે ખૂબ સારો માનવામાં આવે છે. નાના બાળકને ભૂખ લાગતી ન હોય અને થોડા કૃમિ થયાં હોય એવું લાગતું હોય તો ૫ ગ્રામ છાલનો દોઢ-બે કપ પાણીમાં રસ કાઢી અને એમાં મધ નાખીને પીવું. આથી કૃમિ નીકળી જઈને ભૂખ લાગશે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top