Breaking News

યાદશક્તિ, કોલેસ્ટ્રોલ માટે બદામ કરતાં પણ વધુ ફાયદાકારક છે આનું સેવન, દરેક બીમારીથી છૂટકારો મેળવવા દરરોજ સાવરે પલાળીને કરો આનું સેવન, તમારા રોગ ના ઉપચાર માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ઠંડી ની ઋતુ દસ્તક આપી ચુક્યું છે અને આ ઋતુ માં ના તો ઘર થી બહાર નીકળવાનું મન કરે છે ના જ રજાઈ થી બહાર નીકળવાની, આ ઋતુ માં રજાઈ ની અંદર બેસીને મગફળી ખાવાનો આનંદ ઉઠાવવો દરેક કોઈ ને પસંદ હોય છે. મગફળી ને ઠંડી ની સૌથી ફેમસ ટાઈમપાસ પણ માનવામાં આવે છે.

ઠંડી મા આગ સળગાવીને તેની ચારે તરફ બેસીને મિત્રો ની સાથે મગફળી ખાવાનો પોતાની અલગ જ એક મજા હોય છે. મગફળીને ગરીબોની બદામ કહેવાય છે. મગફળીમાં એટલું પ્રોટીન હોય છે જેટલું દૂધ અને ઈંડાંમાં પણ નથી હોતું. મગફળીનું સેવન આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક મનાય છે.

મગફળી માં તબિયત નો ખજાનો છુપાયેલ હોય છે. તેમાં પર્યાપ્ત માત્રા માં પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ અને ઝીંક મળે છે જે શારીરિક વૃદ્ધિ માટે બહુ જરૂરી છે. સાથે જ તેમાં વિટામીન ઈ અને વિટામીન બી 6 ની ભરપુર માત્રા માં મળે છે.

મગફળી ને ખાધા પછી ઘણું લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જે કારણે તમારું પેટ ભરેલું રહે છે. અને ઓછુ ખાવાનું ખાવાથી અને ખાવાની વચ્ચે માં બરાબર અંતરાળ થવાના કારણે મગફળી તમારું વજન ઓછુ કરવામાં મદદ કરે છે.

મગફળીમાં ગુડ ફેટ્સ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા સંતુલિત રાખે છે. આ કારણે હેલ્થ એક્સ્પર્ટ વજન પર નિયંત્રણ રાખવા માટે સામાન્ય માખણની જ્ગ્યાએ પીનટ બટરના સેવન પર ભાર મૂકે છે.

મગફળી માં એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ ભરપુર માત્રા માં મળે છે જે કારણે મગફળી સ્ટ્રોક અને દિલ સંબંધી સમસ્યાઓ ના જોખમ ને પણ ઓછુ કરે છે. મગફળી માં ટ્રીપ્ટોફેન પણ મળે છે જે ડીપ્રેશન ની સમસ્યા ને પણ દુર કરવામાં મદદ કરે છે.

મગફળી માં ઘણું વધારે માત્રા માં ફાઈટોસ્ટેરોલ મળે છે, જેને બીટા-સીટોસ્ટેરોલ પણ કહે છે. આ ફાઈટોસ્ટેરોલ વ્યક્તિ ને કેન્સર થી સુરક્ષિત રાખવામાં મદદગાર સાબિત થાય છે. બાળકોને સવારમાં પલાળેલી મગફળી ખવડાવવાથી તેમની યાદશક્તિમાં વધારો થાય છે. પલાળેલી મગફળીના દાણા લોહીના સર્ક્યુલેશનને નિયમિત કરે છે અને હૃદયની બીમારીથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને સ્નાયુઓને પણ મજબૂત કરે છે.

યુએસ માં થયેલ એક સ્ટડી ની રીપોર્ટ ના મુજબ, જે પુરુષ અને મહિલાઓ અઠવાડિયામાં ઓછા માં ઓછી 2 વખત અથવા તેનાથી વધારે મગફળી નું સેવન કરો છો તેમને કેન્સર થવાનું જોખમ ઓછુ થઇ જાય છે. મહિલાઓ માં કોલોન કેન્સર થવાનું જોખમ 58 ટકા અને પુરુષો માં 27 ટકા ઓછુ થઇ જાય છે.

મગફળી માં મેંગેનીઝ ની સાથે સાથે મિનરલ્સ પણ મળે છે. આ મિનરલ્સ ના કારણે શરીર માં ફેટ, કાર્બોહાઈડ્રેટ, મેટાબોલીઝમ, કેલ્શિયમ એબ્જોર્પ્શન અને બ્લડ શુગર ને નિયંત્રિત રાખે છે.

મગફળીના દાણા એનર્જીનો મોટો સ્રોત છે. આ કારણે જ વ્રત દર‌િમયાન ફ્રળાહારમાં એનું સેવન વધારે કરાય છે. નિયમિત પલાળેલી કે સેકેલી મગફળીના ૨૦થી ૨૫ દાણા ખાવાથી ચમત્કારિક ફાયદા થાય છે. મગફળી પર થયેલી ઘણી સ્ટડી ની રીપોર્ટ માં જણાવવામાં આવી ચુક્યું છે કે મગફળી ના સેવન થી ડાયાબીટીસ થવાનું જોખમ 21 ટકા સુધી ઓછુ થઇ જાય છે.

મગફળી માં ફોલિક એસીડ મળે છે, જે મહિલાઓ ના શરીર માં ફર્ટીલીટી ને સારી બનાવે છે. જો તમે પ્રેગનેન્સી ના શરૂઆતી દિવસો માં જ મગફળી નું સેવન કરો છો તો તેનું સેવન બાળકો ના સ્વાસ્થ્ય માટે પણ ઘણું લાભકારી હોય છે. મગફળી સ્કીન માટે પણ ઘણું ફાયદાકારક હોય છે. મગફળી માં હાજર મોનોસેચ્યુરેટેડ એસીડ સ્કીન ને હાઈડ્રેટ કરવાની સાથે સ્કીન માં ગ્લો પણ લાવે છે.

મગફળીનો ખાસ ગુણ એ છે કે તે શરીર પર સ્માર્ટલી કામ કરે છે. તે શરીરમાં ખરાબ કોલેસ્ટરોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટરોલને વધારે છે. તેમાં મોનો-અનસેચુરેટેડ ફેટી એસિડ્ જે ખાસ કરીને ઓલિક એસિડ હોય છે, જે હૃદય સંબંધિત બીમારીથી રાહત અપાવે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!