અત્યારેના આ સમયગાળામાં દરરોજ રોગપ્રતિકારક શકતી વધારવાની વાત થતી હોય છે. વિટામિન સી મેળવવાથી શરીની રીગ પ્રતિકારક શક્તિ તરત જ વધી જાય છે. જો તમે ચા પીવાના શોખીન હોય, તો લીંબુ ચા પીવાનું શરૂ કરવું જોઈએ. લીંબુની ચામાં વિટામિન સી હોવાની સાથે એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણ હોય છે, જે ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવા અને શરીરના સંક્રમણને દૂર કરવા માટે કામ કરે છે.
લીંબુમાં ‘વિટામીન સી’નું પ્રમાણ ભરપૂર હોય છે. તેમાં સાઇટ્રીક એસિડ-૭ થી ૧૦ ટકાના પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત ફોસ્ફોરીક એસિડ, ફોલિક એસિડ, સાકર, કેલ્શીયમ, હેસ્પરડીન પ્રકારનું ગ્લુકોસાઇડ, વિટામીન બી, વિટામીન એ, પોટેશીયમ,મેગ્નેશિયમ વગેરેનાં તત્વો લીંબુના રસમાં હોય છે. લીંબુના ઔષધીરૂપે ગુણો પણ અનેક છે. લીંબુ રોજબરોજના જીવનમાં ખૂબ જ ગુણકારી છે. સૌ પ્રથમ આપણે જાણીશું લીંબુની ચા કેવી રીતે બનાવાય તેના વિશે.
સામગ્રી : ચાની ભૂકી – ¼ ચમચી, લીંબુનો રસ – ½, પાણી – 1 ગ્લાસ, સિંધવ મીઠું – 1 ચપટી, કાળામરી નો પાવડર – 1 ચપટી. બનાવવાની રીત : વાસણને ગેસ પર મુકીને એક ગ્લાસ પાણીમાં ચાની ભૂકી નાખીને તે સારી રીતે ઉકાળવું. ઉકાળવાથી તેનો રંગ હળવા નારંગી થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો. તેમાં એક ચપટી સિંધવ મીઠું નાંખવું. ઉકાળેલ ચામાં લીંબુનો રસ અને કાળા મરીનો પાઉડર થોડો થોડો ઉમેરો અને મિક્સ કરો. આ ચાને ગાળીને સેવન કરવું જોઈએ. આ ચામાં તમે ગોળ પણ નાખી શકો છો. આ રીતે બનાવેલી લીંબુની ચાનું સેવન કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. તો ચાલો હવે આપણે જાણીએ લીંબુની ચા પીવાથી થતાં ફાયદાઓ વિશે.
હાઈ બ્લડ પ્રેશરથી વાળા દર્દીઓ માટે લીંબુની ચા ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. લીંબુની ચા પીવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને ઘણી દૂર થઈ શકે છે. લીંબુની ચામાં પોટેશિયમની માત્રા ખૂબ હોય છે, તે બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવામાં મદદ કરે છે. તેથી જ બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ લીંબુની ચા ખોરાકમાં જરૂર સામેલ કરવી જોઈએ.
શરદી,ખાંસી અને ગળામાં દુખાવોએ કોરોનાનાં સામાન્ય લક્ષણો છે. લીંબુ ચા શરદી અને ફ્લૂના લક્ષણો ઘટાડવાનું કામ કરે છે. આ સિવાય ગળાના દુખાવાની સમસ્યામાં પણ રાહત આપે છે. કોરોના કાળ દરમિયાન દરેકને લીંબુની ચા પીવી જ જોઇએ.
લીંબુની ચા આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબુત કરવાનો સારો એવો ઉપાય છે. લીંબુની અંદર વિટામિન સી પુષ્કળ માત્ર રહેલું હોય છે. આથી આ ચા આપણી ઈમ્યુનિટી મજબૂત કરવામાં ઉપયોગી સાબિત થાય છે. આ ચા એક સંયંત્ર એન્ટી ઓક્સીડેન્ટ છે જે વિષાક્ત મુક્ત કણોને ખત્મ કરે છે અને પાચનને પણ વધારે છે.
જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે, તેના માટે લીંબુની ચા ખૂબ ફાયદાકારક છે. જ્યારે ચાના રૂપમાં તેનું સેવન કરવામાં આવે છે, ત્યારે તે વજન ઓછુ કરવાનું કામ સારી રીતે કરે છે. લીંબુની અંદર કેલેરી ખુબ જ ઓછી હોય છે. આથી જ તે વજન ઓછું કરવામાં તમારી મદદ કરે છે.
લીંબુની ચા કફ જેવી સમસ્યાઓને દૂર કરવામાં ખુબ જ મદદ કરે છે. તાવ આવે ત્યારે લીંબુની ચાનું સેવન કરવાથી જલ્દી તાવથી છુટકારો મેળવી શકાય છે. લીંબુની ચાનું સેવન કરવાથી આ કોરોના કાળમાં ઓક્સિજન લેવલ પણ વધારી શકાય છે. લીંબુ વિટામીન સી જેવા ગુણોથી ભરપુર હોવાથી લીંબુની ચા ખુબ ફાયદાકારક છે.
સ્કિન માટે વિટામિન સી ખૂબ જ સારું માનવામાં આવે છે. લીંબુ ચા પીવાથી સ્કિનની બધી સમસ્યાઓ દૂર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે. લીંબુમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળે છે, જે સ્લો એન્જીંગ એટલે કે વધતી ઉંમરની પ્રક્રિયાથી થતા પ્રભાવને ઓછો કરે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.