લીમડો સામાન્ય રીતે પુરા ભારત મળી આવતું વૃક્ષ છે પણ તમે શું જાણો છો કે લીમડો કેટલીક પ્રકારની ઐષધીના ગુણ થી ભરપૂર છે. આજે પણ આપણા ભારત દેશમાં કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં લીમડાના દાંતણ નો ઉપયોગ કરવામાં આવે છે.
લીમડાનો ઉપયોગ કેટલીક ટૂથપેસ્ટ બનાવામાં થાય છે. કેટલીય રીતે આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. જો તમને આ વાત ની ખબર ન હોય તો આજે અમે તમને આ આર્ટિકલમાં બતાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો હવે આપણે જાણીએ લીમડાના દાંતણ ના કેટલાક ફાયદાઓ વિશે.
આજે ઘણા લોકો પોતાના મોમાં આવતી વાસ ને દૂર કરવા માટે મોંઘા અને કેમિકલ યુક્ત પ્રોડક્ટ ને ઉપયોગ કરતાં હોય છે પણ તેના કરતાં લીમડાનું દાતણ પણ એક નેચરલ માઉથ ફ્રેશનર નું કામ કરી આપશે. જેથી મોઢામાંથી દુર્ગંધ નથી આવતી. સવારે અને રાત્રે બે વાર દાતણ કરી શકાય છે.
સામાન્ય રીતે લીમડાનું દાતણ કરવા માટે લીમડાની એકદમ કૂણી ડાળખીઓ નો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે આ ડાળખી ને એક બાજુ થી ધીમે ધીમે ચાવવામાં આવે છે, કે જેથી કરીને તેમાંથી ઝીણા ઝીણા તાર છૂટા પડે. લીમડાના દાતણ ની અંદર રહેલા તત્વો દાંત પર જામેલી પીળી પરત ને દૂર કરે છે. આથી જ લીમડાનું દાતણ કરવાના કારણે દાંતોની પીળાશ દૂર થાય છે.
લીમડાનું દાંતણ ફક્ત તમારા દાંત ને ચમકાવતુ જ નથી પરંતુ તે તમારી બૌદ્ધિક ક્ષમતા અને યાદશક્તિ પણ વધારે છે. પેઢા અને દાંત ની મજબૂતી માટે લીમડાનું દાંતણ ખૂબ જ લાભકારી છે. લીમડાનું દાતણ માત્ર દાંત જ સ્વસ્થ નથી રાખતું, તેનાથી પાચનક્રિયા પણ નિયમિત થાય છે અને ચેહરા પર પણ ગ્લો આવે છે. આ જ કારણે આજે પણ ઘણાં લોકો નિયમિતપણે લીમડાનું દાતણ કરે છે.
જે વ્યક્તિને પાયોરિયાની સમસ્યા હોય એવા વ્યક્તિ લીમડાના દાંતણથી પોતાના દાંતની સફાઈ કરે તો તેને ક્યારેય પણ પાયોરિયાની તકલીફ નથી થતી. તેના માટે તમે દાંતણને દાંતમાં રાખી શકો છો અને તેને ઉપર નીચેના દાંતમાં ફેરવો. જેનાથી સફાઈ બરાબર થાય.
લીમડાના દાતણનો ઉપયોગ ફક્ત દાંતો માટે જ લાભકારક નથી, પરંતુ જો દાતણ કરતી વખતે બનવા વાળી લાળ ના રસને આપણે થુકવાને બદલે ગળી જઈએ તો એનાથી ધણી જાતની પેટ ને લગતી તકલીફો થી બચી શકાય છે. લીમડા ના દાંતણ થી નિયમિત દાંત સાફ કરવાથી અવાજ સાફ અને મીઠો આવે છે. એટલા માટે જે લોકો અવાજ સંબંધિત ક્ષેત્ર મા રસ રાખે છે કે આ ક્ષેત્રમાં જોડાયેલા છે, તેમણે લીમડાના દાતણનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.
આજે ઘણા લોકોને શરદીના કારણે કફ થઈ જતો હોય છે. આયુર્વેદમાં મુખપૃષ્ઠ માટે કફને અતિરિક્ત સ્થાને કહેવાય છે. મોટાભાગે કફ સવારના સમયે વધારે બનતો હોય છે. અને આખી રાત સુવાથી મુખમાં કફ ઉત્પન્ન થાય છે. દાતણને કફ નાશક પણ કહ્યું છે કારણકે તે કફ દોષનું નિવારણ કરે છે.