હાલ ની આધુનિકતા ભરેલી અને અસ્તવ્યસ્ત જીવનશૈલી ના કારણે લોકો અનેકવિધ શારીરિક તથા માનસિક સમસ્યાઓ થી પીડાઈ છે. પરિણામે, વ્યક્તિ નિર્બળ બને છે અને યોગ્ય કાર્યક્ષમતા થી કાર્ય કરી શકતો નથી. આપણા શરીર મા જો રક્ત ની અંદર કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી જાય તો અનેક બીમારીઓ થી આપણું શરીર ઘેરાઈ જાય છે.
હૃદય નો હુમલો , બ્લડપ્રેશર , કિડની મા સમસ્યા થવી , પાચનતંત્ર બગડવું , નળીઓ ની અંદર રક્તપરિભ્રમણ યોગ્ય રીતે ના થવું વગેરે જેવી સમસ્યાઓ ઉદ્દભવી શકે છે. આપણા શરીર મા કોલેસ્ટ્રોલ મુખ્યત્વે બે પ્રકાર ના હોય છે. એક એચ.ડી.એલ. અને બીજું એલ.ડી.એલ. એચ.ડી.એલ. એ ગુડ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે જયારે એલ.ડી.એલ. ને બેડ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવા મા આવે છે.
એલ.ડી.એલ. એ આપણા શરીર ની નળીઓ મા વહેતા રક્ત મા સમાવિષ્ટ હોય છે ત્યાં જમા થાય છે. પરંતુ , એચ.ડી.એલ. આ બેડ કોલેસ્ટ્રોલ ને દૂર કરવાનો યથાર્થ પ્રયત્ન કરે છે. આ ઉપરાંત આપણા શરીર મા સમાવિષ્ટ અન્ય કચરા ને પણ દૂર કરે છે.
યોગ્ય સમયે આહાર ગ્રહણ ના કરવાને લીધેધૂમ્રપાન તથા મદિરા નું વધુ પડતું સેવન કરવાને લીધે.શરીર માં વધુ પડતી ચરબી હોવાના લીધે,એક ને એક ઓઇલ માં બનેલી વસ્તુઓ નું વધુ પડતું સેવન,માર્કેટ માં મળતા તીખા – તળેલા આહાર નું વધુ પડતું સેવન વગેરે વગેરે થી કોલેસ્ટ્રોલ વધે છે.
જો તમે વધુ પડતું ચાલો અને શ્વાસોચ્છવાસ ની ક્રિયા મા કઈ સમસ્યા સર્જાય તો સમજી જવું કે કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી ગયું.સામાન્ય એવું કાર્ય કરીને પણ શરીર માં થાકોડો અનુભવાતો હોય તો પણ કોલેસ્ટ્રોલ વધી ગયું તેમ સમજવું.વધુ પડતો પરસેવો વળે એ પણ કોલેસ્ટ્રોલ વધવાનું લક્ષણ છે.
ક્યારેય આંખોની નીચે કે ઉપરની પાંપણ પર પીળા રંગોનો ગ્રોથ જોયો છે, જેમાં કોઈ પ્રકારનો દુખાવો ન થાય? ગભરાઓ નહીં આનાથી આંખોની રોશની પર કોઈ અસર નહીં થાય પરંતુ આ ગ્રોથ એ વાતનો સંકેત આપે છે કે લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ વધી ગયું છે.
એસિડ કે લેસરનો ઉપયોગ કરીને આને હટાવી શકાય છે પરંતુ જો ઈચ્છો છો કે આ યલો-ગ્રોથ હંમેશા માટે ગાયબ થઈ જાય તો કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવું જરૂરી છે.
દર્પણની એકદમ નજીક ઊભા રહીને આંખને ધ્યાનથી જુઓ. શું આંખના સફેદ ભાગ (કોર્નિયા)ની આસપાસ ગ્રે રંગની રિંગ કે આર્ક જેવું કંઈ દેખાય છે? સામાન્ય રીતે આ સ્થિતિ વૃદ્ધોમાં જોવા મળે છે. પરંતુ ૪૫ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં આ દેખાય તો સમજી લેવું કે કોલેસ્ટ્રોલ લેવલ વધી ગયું છે.
રક્ત જાડુ થઈ જવું એ પણ કોલેસ્ટ્રોલ વધી ગયા નું લક્ષણ છે.જો અચાનક માથા માં અથવા પગ માં દુખવા માંડે તો તે પણ કોલેસ્ટ્રોલ વધી ગયું તેવું દર્શાવે છે. નિયમિત હળવો વ્યાયામ કરવો,ચા અને કોફી ની સાપેક્ષે ગ્રીન ટી નું સેવન કરવું.,વધુ તળેલું કે ગળ્યું ના ખાવું.,વધુ પડતું જંકફૂડ નું સેવન ના કરવું.,વજન નિયંત્રણ માં રાખવું.,ફાઈબરયુક્ત આહાર નું સેવન કરવું.
આહાર બનાવવા માં સોયાબીન ઓઇલ નો ઉપયોગ કરવો.,પરોઢે ઉઠીને ભૂખ્યા પેટે દૂધી નું સેવન કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ નિયંત્રણ માં રહે. આ દૂધી નો રસ બનાવતી વખતે તેમાં 3-4 ફુદીના ના પર્ણો તથા 3-4 તુલસી ના પર્ણો ઉમેરવા માં આવે તો લાભ મળશે.
રાત્રે સૂકા ધાણા ને પાણી માં પલાળી ને પરોઢે ભૂખ્યા પેટે તેનું સેવન કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ નિયંત્રણ માં રહે.,પરોઢે ભૂખ્યા પેટે લસણ ની બે કળીઓ નું સેવન કરવું જે તમારા શરીર માં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડવા માં મદદરૂપ સાબિત થાય છે.
બ્રેકફસ્ટમાં ઓટ્સનો આહાર શ્રેષ્ઠ છે. એ ન્યુટ્રિશનલ પાવરહાઉસ છે. દોઢ મહિના સુધી નિયમિત રીતે ઓટ્સનો ખોરાકમાં ઉપયોગ કરવાથી બેડ કોલેસ્ટ્રોલમાં લગભગ ૫ % જેટલો ઘટાડો કરી શકાય છે. જે લોકો નિયમિત ઓટ્સ ખાતા હોય છે તે તેમને ડાયાબિટીસ થવાની શક્યતા ઘટી જાય છે.
ડ્રાય ફ્રૂટ્સ એટલે ચરબીનો ભંડાર. પણ અમેરિકન હાર્ટ એસોસિએશન (એએચએ) ના રિસર્ચ મુજબ કેટલાક ડ્રાય ફ્રૂટ્સમાં પ્રોટીન, ફઇબર અને વિટામિન-ઈ પુષ્કળ માત્રામાં હોવાથી એ આરોગ્ય માટે ખૂબ જ સારા છે. એમાં રહેલું હેલ્ધી ફ્ટી એસિડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. બદામ અને પિસ્તામાં મોનો અનસેચ્યુરેટેડ ચરબી ભરપૂર માત્રામાં હોય છે, જે એલડીએલ કે ખરાબ કોલેસ્ટેરોલ ઓછું કરવામાં અને એચડીએલ અથવા સારા કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે.
બદામ શરીરમાં નવી પેશીઓની રચના અને ચિરાયેલી પેશીઓ રિપેર કરવામાં મદદરૂપ પ્રોટીન માટે શ્રેષ્ઠ આહાર છે. વજન વધી જવાના ભયના લીધે એનું સેવન ન કરતાં લોકો ચિંતામુક્ત થઈને યોગ્ય માત્રામાં એનો આહારમાં ઉપયોગ કરીને શરીરમાં ઊર્જા વધારી શકે છે. જોકે, હૃદયને લગતી ગંભીર બીમારીમાં દર્દીના રિપોર્ટને ધ્યાનમાં રાખીને એનું સેવન કરવું સલાહભર્યું છે.
લીલા શાકભાજીમાં રહેલા ગુણો શરીરમાં ચરબી અને કોલેસ્ટ્રોલ વધારતા નથી. તદુપરાંત તેને પચાવવા માટે શરીરનાં પાચનતંત્રને વધુ મહેનત પણ પડતી નથી. લીલા શાકભાજીમાંથી આયર્ન, કેલ્શિયમ અને વિટામિન એ, બી, સી પ્રાપ્ત થાય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. એમાં રહેલા આરોગ્યપ્રદ તત્ત્વો લોહીના પરિભ્રમણમાં સુધારો કરે છે.
સામાન્ય રીતે ઓલિવ ઓઇલ તરીકે ઓળખાતું જેતૂનનું તેલ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ખૂબ જ સારું છે. એમાં રહેલું મુફ (મોનો અનસેચ્યુરેટેડ ફ્ટી એસિડ) કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ બને છે.
લસણમાં રહેલું મેન્ગેનીઝ ખનીજ શરીરને નુકસાનકારક એલડીએલ કોલેસ્ટ્રોલમાં ઘટાડો કરે છે અને શરીર માટે જરૂરી એચડીએલ કોલેસ્ટ્રોલના પ્રમાણમાં વધારો કરે છે. ખોરાકમાં લસણનું નિયમિત સેવન લોહીના પરિભ્રમણમાં સુધારો કરે છે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોમાં ફયદાકારક લસણ બેડ કોલેસ્ટ્રોલમાં પણ ઘટાડો કરે છે.
ફ્ણગાવી શકાય એવા આહારમાં ચણા, સોયાબીન, મગ, રાજમા, અડદ વગેરેનું નિયમિત સેવન હૃદય માટે નુક્સાનકારક કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે. માત્ર કોલેસ્ટ્રોલ જ નહીં, પરંતુ વિટામિન, ખનિજ અને પ્રોટીનથી ભરપૂર હોવાને ફ્ણગાવેલો ખોરાક લીધે શરીર માટે શ્રેષ્ઠ છે.