ઝાડા-ઊલટી બંને સાથે થાય તેને કોગળિયું અથવા કૉલેરા કહે છે. આ રોગમાં સખત ઝાડા-ઊલટી થાય છે અને માણસ બેહોશ જેવુ અનુભવે છે. આ રોગ ના કેટલાક ઘરેલુ ઉપાય પણ છે. કૉલેરાના ઘરેલુ ઉપચાર વિશે જાણવા માંગો છો તો આજનો આ મહત્વપૂર્ણ લેખ જરૂરથી વાંચો. અને અજમાવો આ ઘરેલુ ઉપચારો.
જેઠીમધને ખૂબ ઉકાળી તે પાણીમાં કાંદાનો રસ નાંખી દર્દીને પીવડાવવાથી કૉલેરામાં રાહત મળે છે. ઘોડા તેમજ ગધેડાની લાદ પાણીમાં પલાળી તે પાણી પા તોલો જેટલું પીવાથી દર્દીને રાહત મળે છે. નવટાંક તલનુ તેલ પીવું હિતાવહ છે. ૧ શેર તેલ પીતા જ કૉલેરા નાબૂદ થાય છે. લીમડાનાં પાનનો રસ અને મરી ભેગા કરી ખાવાથી કૉલેરા થતો નથી. અને થયો હોય તો મટે છે.
કાગજી લીંબુનો રસ રોજ પીનારને કૉલેરા થતો નથી. આદુની ચટણી રોજ ખાનારને પણ કૉલેરા થતો નથી. કાળા ધતૂરાનાં પાનના દસ ટીપાં હીંગમાં નાખીને ખાવાથી કૉલેરા નાબૂદ થઈ જાય છે. લીમડાનાં પાનનો રસ, કપૂર અને હિંગ આ ત્રણેય ભેગાં કરી ખાવાથી કૉલેરા મટી જાય છે.
આકડાનાં મૂળની છાલ અને મરી સરખે ભાગે લઈ આદુના રસમાં ચણા જેવડી ગોળી બનાવી, રોજ ચાર વાર આ ગોળી લેવાથી કૉલેરા નાબૂદ થાય છે. આ જ રીતે સૂકા નાળિયેરમાં અફીણ ભેળવીને તે અફીણ કૉલેરા માં ઉપયોગમાં લઈ શકાય છે. ૧ રતી મીણ, ૧ રતી મરચાં સાથે મેળવીને ઉપયોગ કરવાથી કૉલેરા મટે છે.
૧ શેર તલના તેલમાં પા શેર મરચાં ધીમે તાપે ઉકાળવાં. મરચાં કાળાં થાય એટલે તેલ ઉતારી-ગાળીને દર્દીને એક ચમચો પાવું, દર કલાકે આ તેલ પિવડાવવાથી કૉલેરા મટે છે. જાયફળને પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી કૉલેરા મટે છે. કપૂર, પીપરમીંટનાં ફૂલ અને અજમાનાં ફળનો અર્ક બનાવી તેનાં દસ દસ ટીપાં ખાંડ સાથે લેવાથી કૉલેરા મટે છે.
લસણ, શેકેલી હિંગ, મરી, મરચાંની માત્ર ચણા જેવડી ગોળી બનાવી લેવી. તેને ફુદીનો અને સૂંઠ નાંખી દૂધ વગરની ચા સાથે દર્દીને પીવા માટે આપવી તેનાથી કૉલેરામાં લાભ થાય છે. ગોબરનાં અડાયા બળી ગયા પછીની રાખ પા તોલો દર કલાકે પાણીમાં નાખીને પીવાથી કૉલેરા મટે છે.
લીમડાના વૃક્ષમાં કાણું પાડીને તેમાં ચારપાંચ તોલા અફીણ દાખલ કરી કાણું પૂરી દેવું છ મહિના બાદ આ અફીણ કાઢી લેવું માત્ર એક આની ભાર આ અફીણ ખાવાથી કૉલેરા મટે છે. મરીની ભૂકી પા તોલો ગરમ પાણીમાં મેળવીને દર્દીને પાવી. ગાયનું મૂત્ર દર ત્રણ ક્લાકે પીવાથી પણ કૉલેરા મટે છે.
કાંદાનો રસ દર અડધા ક્લાકે દર્દીને પવાથી કૉલેરામાં રાહત મળે છે. કારેલાના રસમાં તલનું તેલ નાંખી કૉલેરાના દર્દીને પિવડાવવું. આથી કૉલેરા મટે છે. લવિંગને આંકડાના દૂધમાં ખરલ કરી, મધ મેળવતા જવું, સારી પેઠે ઘૂંટાયા બાદ ચણા જેવડી ગોળી બનાવવી. દરરોજ ચાર ગોળી કેવાથી કૉલેરા માં ફાયદો થાય છે.
કારેલાના રસમાં તલનું તેલ નાંખી ગરમ કરવું પાણી બળે એટલે તેલ ઉતારી લેવું, આ તેલ લાભદાયી સાબિત થાય છે. લીંબુનો રસ હિંગ, જીરું, લસણ, સૂંઠ, ગંધક, મરી, પીપર, સિંધવ સમભાગે મેળવી પા તોલો જેટલું ઉપયોગમાં લેવાથી કૉલેરા મટે છે. આ ચૂર્ણ દર ત્રણ ક્લાકે લેવું જોઈએ.
લવિંગ પા તોલો, મરચાં પા તોલો, સૂંઠ પા તોલો, તજ પા તોલો, જાવંત્રી પા તોલો, જાયફ્ળ ૧ નંગ, સાત દિવસ ક્લાઈ કરેલા વાસણમાં પલાળી રાખ્યા બાદ ગાળીને શીશીમાં ભરી દેવું. આ પાણી દવા તરીકે રાખ્યા બાદ ગાળીને શીશીમાં ભરી દેવું. આ પાણી દવા તરીકે પીવાથી કૉલેરા મટે છે.
કાંદાની અને ફૂદીનાની ચટણી ખાવાથી કૉલેરા રોગની અસર થતી નથી, અને જો અસર થઈ હોય તો સારી પણ થઈ જાય છે. આઠ-દસ લાલ મરચાં શેકીને પાણીમાં નાંખવાં. તે પાણી અઢી તોલા દર્દીને પિવડાવવાથી કૉલેરા મટે છે. પિપર, કપૂર, હિંગ સરખે ભાગે લઈ તે ઠંડાં પાણીમાં મેળવીને પીવાથી લાભ મળે છે.
ઇન્દ્રજવ ૪ તોલા બે શેર પાણીમાં ઉકાળવું. ૧ શેર પાણી રહે ત્યારે ઉતારી લેવું. આ પાણી પાંચ તોલા પીવાથી કૉલેરા મટે છે. પેટ ઉપર સરસવને વાટી લેપ કરવાથી કૉલેરા માં આરામ મળે છે. રાતા જામફ્ળને ઉકાળી તે પાણી પાવાથી પણ કૉલેરા મટે છે. રાઈ વાટી ડોક અને બરડા પર લગાડવી તેનાથી લાભ મળે છે. કૉલેરા ના દર્દીને કેળનાં મૂળનો રસ સૂંઘવા આપવો.
પેટ ઉપર ખેતરની માટીનો લેપ કરવો, લસણની કળી સૂંઘતા રહેવું, કાંદાનો રસ પાવો જેથી કૉલેરાની અસર ઓછી થાય છે. લીમડાનાં સૂકાં પાન લાવીને ઘરમાં ધુમાડો કરવો. આથી કૉલેરા પ્રસરતો અટકે છે. લીમડાનાં પાનનું કે લિંબોળીનું તેલ પાંચ ટીપાં પાણીમાં મેળવીને દર્દીને પાવાથી કૉલેરા મટે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.