કોકમને ઔષધીય ફળ માનવામાં આવે છે. આમલીની જેમ વાનગીઓમાં ખાટો સ્વાદ લાવનાર કોકમમાં પણ થોડા ઘણા અંશે પિત્તજનક અંશ રહેલો છે પરંતુ તેમ છતાંયે આયુર્વેદમાં કોકમનું એક અલગ સ્થાન રહેલું છે. કોકમનું શરબત, પાણી અને કઢી એક સ્વાસ્થ્યવર્ધક પાચક પીણું છે.
કોકમમાં વિટામીન સી અને વિટામીન ઈ ભરપુર માત્રામાં હોય છે. કોકમ પ્રાચીનકાળથી વપરાતું આવે છે. ઘણા રોગોમાં કોકમનો ઉપયોગ થાય છે. અહિયાં અમે તમને કોકમનો આયુર્વેદમાં કઈ કઈ બીમારી માટે ઉપયોગ થાય છે એ જણાવીશું. એન્ટી ફંગલ અને એન્ટીઓક્સિડેન્ટ તરીકે પણ કોકમ ફળ ખાઈ શકાય છે. કોકમ ફળમાં એન્ટી-ફંગલ અને એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે.
કોકમ ફળનું સેવન કરવાથી હૃદયની બીમારીઓથી બચી શકાય છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ, કોકમ ફળમાં બી-કોમ્પ્લેક્સ વિટામિન, પોટેશિયમ, મેંગેનીઝ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ તમામ ગુણધર્મો હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
કોકમમાં પાકા ફળોનું શરબત સવારે અને સાંજે પીવાથી એસીડીટી મટે છે. કોકમને વાટીને ખાંડ ભેળવેલા પાણીમાં ઘોળીને પીવાથી પેટની એસીડીટી મટે છે. તે તરસ અને અનિંદ્રાને પણ દુર કરે છે. એસીડીટી મટાડવા માટેનો કોકમ સરળ ઉપાય છે. કોકમ ફળમાં રહેલા એન્ટી ફંગલ પ્રોપર્ટી અલ્સરની અસરને દૂર કરવામાં મદદ કરી શકે છે.
કોકમનું શરબત પાચક પીણું છે તેનું નિયમિત સેવન કરવાથી ક્ષય, ફેફસાંના રોગો, ગાળાની ખરાશ, મરડો અને સંગ્રહણી વગેરે જેવા રોગો દૂર થાય છે. કોકમ, એલચી અને ખડી સાકરની ચટણી બનાવીને તેનુ સેવન કરવાથી એસિડિટી અને પિત્તની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત જો તમે કોકમનો કાઢો બનાવી તેમા થોડુ ઘી ઉમેરી તેનુ સેવન કરો તોઅપચાની સમસ્યા દૂર થાય છે. કોકમ, જીરું અને ખાંડને સમાન માત્રામા પીસીને તેનુ સેવન કરવાથી શીળસની સમસ્યા દૂર થાય છે
કોકમનું સેવન ન્યુરોનલ વિકાસની ક્રિયાની મદદ કરે છે. તેનાથી મગજ પર સકારાત્મક અસર પડે છે. સાથે તે ફ્રી રેડિકલ્સને નિષ્ક્રિય કરીને મગજના નુકશાનને થતું રોકે છે. આ રીતે તે મગજ માટે પણ ઉપયોગી છે. કોકમનું ફળ મેમરીની શક્તિ વધારે છે. સાથે તે સ્ટ્રેસને પણ દુર કરે છે.
કોકમના તાજા ફળને 5 થી 10 ગ્રામ ગર્ભને ખાવાથી લોહી નીકળતો મરડો મટે છે. કોકમના બીજના 5 મિલી કોકમ તેલને 200 મિલી દુધમાં ભેળવીને પીવાથી મરડો અને લોહી વાળો મરડો મટે છે. સુકા ફળના 2 થી ૩ ગ્રામ ચૂર્ણમાં ઘી તથા કોકમ તેલ ભેળવીને ગરમ કરીને સેવન કરો. તેનાથી દર્દ અને ગેસયુક્ત મરડામાં લાભ થાય છે.
કોકમ વજન ઓછું કરવાની ખુબ જ લાભકારી ઔષધિ છે. લગભગ 400 ગ્રામ કોકમના ફળને લીટર પાણીમાં નાખીને તેમાંથી ચોથા ભાગનું વધે ત્યાં સુધી ઉકાળો. આ પછી તેને ગાળી લો અને ઠંડા સ્થાન પર રાખી દો. દરરોજ સવારે આ રસને ખાલી પેટ 100 મિલીની માત્રામાં સેવન કરો. આ ઉપાય કરવાથી એક મહિનામાં વજન ઘટી જશે.
કોકમ ખાવાના ફાયદાઓમાં બવાસીર નું જોખમ ઘટાડવાનું શામેલ છે, કારણ કે તેમાં એન્ટી-પાઇલ્સ ગુણધર્મો છે. આ અવ્યવસ્થાથી બચવા માટે, તેના ફળો, છાલ અને કોકમના ઝાડના પાન નો રસ પણ વાપરી શકાય છે. કોકમના ફાયદા ત્વચાની બળતરા ના સારવાર માટે પણ છે. કોકમ ફળના શરબત નો ઉપયોગ કરવાથી સૂર્ય અને અન્ય કારણોને લીધે થતી ત્વચાની બળતરા ઓછી થાય છે અને ત્વચાના નુકસાનને અટકાવવામાં મદદ મળે છે.
કોકમના ફળથી બનાવવામાં આવેલી ચટણી કે દૂધ દહીંમાં ભેળવીને સેવન કરવું. તેનાથી લોહીવાળા ઝાડામાં થતો લોહીનો સ્ત્રાવ મટે છે. કોકમના બીજનું તેલ લગાવવાથી હોંઠ, હાથ તથા પગની ચામડી ફાટવાની સમસ્યા મટે છે. શીળસ જો એલર્જીના કારણે નીકળ્યા હોય તો કોકમની છાલ કે ફળના રસથી માલીશ કરવાથી શીળસ મટી જાય છે.
ગરમીની ઋતુમાં પીણાના રૂપમાં કોકમથી બનેલું પીણું, કોકમનું શરબત બનાવીને પીવાથી તડકો લાગતો નથી. સાથે તે સૂર્યના કિરણોથી પણ બચાવે છે. કોકમનું સરબત ખાંડ, ઠંડું પાણી, થોડું ભૂરું જીરું તેમજ ભૂરા જીરાથી અને કાળા મીઠાથી બને છે. કોકમ અને બીજા દ્રવ્યોથી બનેલા શીંધવાદિ ચૂર્ણનું 1 થી ૩ ગ્રામની માત્રામાં સેવન કરવું. તેનાથી લાંબી બીમારીના કારણે થયેલી કમજોરી દુર થાય છે. તેને ખુબ જ રુચિવર્ધક હોય છે. સાથે તે શક્તિ પણ વધારે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.