ઘણા લોકોમા કોઢની સમસ્યા જોવા મળે છે આ સમસ્યામાં શરીરમાં સફેદ અને કળા ડાઘ પડી જાય છે અને પછી તે વધતાં જાય છે. આ લેખ વાંચીને જાણો આ સમસ્યાના કારણો અને તેના ઘરેલુ ઉપચાર વિશે વિસ્તારથી. કોઢ થવાનું મુખ્ય કારણ આવા વિરોધી આહાર જેવાકે દૂધ અને ડુંગળી વગેરે આવા આહારથી જ ચામડી પર અસર થાય છે.
આ સિવાય ધંધા સાથે પણ આ રોગને સંબંધ છે. સ્પિરિટ માનવસર્જિત યાર્નનો વધુ સંપર્ક, જરી ગિલિટમાં વપરાતાં દ્રવ્યો, રંગરસાયણ સાથેનો સંપર્ક પણ આ સમસ્યા ઉત્પન કરી શકે છે. કોઢ બે પ્રકારના થાય છે. એક તો સફેદ અને બીજો કાળો કોઢ તેના કેટલાક આયુર્વેદિક ઉપાયો જાણવામાં આવ્યા છે. અમે આ ઉપાયો વિશે તમને જણાવવાના છીએ.
બાવચી, હળદર, ગંધક, બદામ અને લીમડાંનાં લીલાં પાનની ગોટી ગૌમૂત્રમાં ઘસીને ચોપડવી અથવા લિંબોળીને બાફીને તેલ કાઢવું અને તે તેલ કોઢ પર લગાડવાથી લાભ મળે છે. આંબળાંનું, કાળીજીરીનું, કાળી પાટનું, લીમડાના પંઢાગનું (ફળ-ફૂલ-છાલ-પાન-મૂળ) આમાંથી કોઈપણ એક ચૂર્ણનું દર્દીએ સેવન કરવું જોઈએ.
બાવચી અને આમલીના છોલેલા ભૂકાને સમાન ભાગે લઈ ગૌમૂત્રમાં વાટીને તેનો લેપ કરવાથી કોઢ મટે છે. ત્રિફળાના ઉકળા માં ગૂગળ મેળવીને પીવો અથવા આમળાં, ખેરસાલ અને બાવચીનું ચૂર્ણ ઉપયોગમાં લેવાથી લાભ મળે છે. મેંદીનાં પાનનો ઉકાળો પીવો અથવા માનસીલ લગાડવાથી ચામડીનો રંગ બદલાય છે અને કોઢ મટે છે.
જમાલ ગોટાના બીને લીંબુના રસમાં ઘસીને લગાડવાં. અથવા ધંતૂરાના બી પા તોલો, ક્લોજી નવટાંક, બાવચી 1 તોલો અને ૭ આકડાનાં પાન લઈ વાટીને કોઢ પર લેપ કરવાથી લાભ મળે છે. બાવચીનુ પા તોલોનું ચૂર્ણ બનાવી ફકવામાં આવે અથવા બે ભોંઆમળાં, હરડેનું દળ, બે આંબાહળદર, બે હીમજી હરડે એનું ચૂર્ણ બનાવી રોજ પા તોલો બે વખત ખાવું અથવા તેનો ઉકાળો પીવાથી લાભ મળે છે.
લીમડાના પાનની જડ પાણીમાં ઘસી રોજ ૪ વાર કોઢ પર લગાડવાથી ચામડીનો રંગ બદલાય છે અને કોઢ મટે છે. તુલસીનાં પાન રોજ ખાવાથી કોઢનું દર્દ નાબૂદ થાય છે. બાવચીનું ચૂર્ણ દહીંમાં મિક્સ કરી ખાવાથી કોઢમાં ફાયદો થાય છે. બાવચી દૂધ સાથે વાટી અથવા કોપરેલ સાથે વાટી લગાડવાથી કોઢમાં લાભ મળે છે.
બોરડીની અંતરછાલ અને અનિસાની જડ વાટી પાશેર લઈ ચૂર્ણ કરવું. એના ૪૨ દિવસ ચાલે એ રીતે પડીકાં કરવાં. દરરોજ ૪૨ દિવસ સુધી તે પદીકનું સેવન કરવાથી લાભ મળે છે. મેંદીનાં પાન ૧ તોલો લઈ પાણીમાં આખી રાત કોરા મટકામાં પલાળેલી રાખી એ પાણી સવારમાં નરણે કોઠે ૪૦ દિવસ સુધી પીવું.
તુલસીનાં સૂકા પાન વાટીને ચોપડવાં અથવા ગુલાબનો ગુલકંદ અને સોનામુખી દરરોજ પા તોલો મેળવીને ખાવાં. આ ઉપરાંત ચોલાઈની ભાજી મૂળિયાં સાથે બાળી તેની રાખનો લેપ કરી તડકે બેસવું. પછી ગરમ પાણીથી ધોઇ અને પછી સંચળખાર લગાડવો. આનાથી કાળો કોઢ દૂર થાય છે.
આકડાના દૂધમાં હળદર વાટીને લેપ કરવાથી કાળો કોઢ મટે છે. બાવચીનું ચૂર્ણ દૂધમાં મેળવીને લગાડવાથી લાભ થાય છે. કુંવાડિયાનાં બીજને દૂધમાં વાટી એરંડિયા તેલ સાથે મિક્સ કરીને લગાડવવાથી સફેદ કોઢ મટે છે. કરેણનું મૂળિયું તથા ફળ ઠંડા પાણીમાં વાટી સફેદ કોઢ ઉપર લગાડવાથી ફાયદો થાય છે.
ગરણીનાં બી વાટીને લેપ કરવો અથવા દૂધમાં ગંધક મેળવીને ખાવાથી પણ કોઢમાં ફાયદો થાય છે. ચણોઠી વાટીને કોઢ પર લેપ કરવો. આનાથી લાભ મળે છે. કોઢ તેમજ નાસૂર માટે ખજૂરના ઠળિયાને તેલમાં બાળી તે તેલ નાસૂરમાં મૂકવાથી ફાયદો થાય છે.
બાવળની છાલ રાત્રે પાણીમાં પલાળીને સવારે તે પાણી પીવાથી 90 દિવસમાં સફેદ કોઢ મટી જાય છે. કાચક અને ચીકણી સોપારી દરેક પાશેર બાળવાં. તેની. રાખમાં પા તોલો સિંદૂર મેળવી તેલ સાથે વાટીને કોઢ પર લગાડવાથી લાભ મળે છે. લિંબોળીનું તેલ લગાવવાથી કોઢના સફેદ ડાઘ દૂર થાય છે.
આકડા નાં પાનના રસમાં સમુદ્રકળ ધસી તેમા રૂ ભીંજવી કોઢ ઉપર લગાડવું. કાળા ભાંગરાના રસમાં લાલ ચંદન ઘસીને લગાડવાથી સફેદ કોઢ દૂર થાય છે. કાંટાળા થોરને બાફીને તેનો રસ લગાડવાથી અથવા બટમોગરા અને લિંબોળીનું તેલ લગાડવાથી અથવા મીઠી આવળની છાલ ચોખાના ધોવાણમાં ધસી સાત દિવસ લગાડવાથી સફેદ કોઢ દૂર થાય છે.
બાવચી ૨ શેર અને લીમડાનાં પાન ૩ શેર આ બંને ભેગું કરી તેનું ચૂર્ણ બનાવવું અને પા તોલો ચૂર્ણ દિવસમાં બે વાર છ મહિના સુધી ખાવાથી સફેદ કોઢ દૂર થાય છે. કાળીજીરી પણ બાવચી જેવો જ ગુણ ધરાવે છે તેનો પણ ઉપયોગ કરવાથી કોઢ મટે છે.