આ શક્તિશાળી પીણાંથી ઢીંચણના દુખાવા, કોલેસ્ટ્રોલ, સળેખમ અને નપુસંકતા જડમૂળથી ગાયબ, જીવનભર દવાની જરૂર નહીં પડે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ખજુર નું ફળ પોષ્ટિક તત્વો નો ખુબ જ મોટો ખજાનો છે. તે શરીર ની સપ્ત ધાતુઓ ને પુષ્ઠી કરીને શરીરને લોખંડ જેવું ખડતલ બનાવવામાં સક્ષમ હોય છે. ખજૂરના ઝાડ જેટલા મોટા હોય છે તેના ફળ તેટલા જ નાના હોય છે.  મુખ્યત્વે આ આરબ દેશોમાં મળી આવે છે. અને તેના સ્વાદ અને ગુણોને કારણે આજે આખા વિશ્વ માં સમાન રીતે મળી આવે છે. ખજૂરને સુકવીને ખારેક બનાવવામાં આવે છે. ખજુર ખાવથી શરીર ને ખૂબ લાભ થાય છે.

ખજૂરમાં મોટી માત્રામાં એન્ટીઑકિસડન્ટો છે જે ધમનીની દિવાલોમાં તકતીના રચનાને અટકાવીને ધમની અવરોધને રોકવામાં મદદ કરે છે. જો મો માં આખો દિવસ દુર્ગંધ આવતી હોય તો ખજૂરનાં ઠળીયા બળીને તેની રાખ દાંત પર ઘસવી જોઈએ. જેથી દાંત પર જામેલું હઠીલું મેલ દૂર કરે છે.  જે જગ્યા પર ઘાવ કે જખ્મ હોય તેના પર ખજૂરના ઠળિયાની રાખ લગાડવાથી પાક થતો નથી ઉપરાંત ઘાવમાંથી લોહી વહેતું બંધ થઇ જાય છે. ખજૂરમાં તમારા રક્તવાહિની તંદુરસ્તીને સુધારવા માટે જાણીતી ઇસોફ્લાવોનો અને ફાયટોસ્ટ્રોજનની ઊંચી સંખ્યા પણ જોવા મળે છે.

ખજૂર પાંચ તોલા, જીરું એક તોલો, સિંધવ એક તોલો, મરી એક તોલો, સૂંઠ એક તોલો, પીપરીમૂળ અર્ધો તોલો અને લીંબુનો રસ (સાઇટ્રિક ઍસિડ) એક આની ભાર એ સર્વે બારીક વાટી ચાટણ બનાવી ચાટવાથી વાયુ બેસી જાય છે.આ ચટણ ધણું જ સ્વાદિષ્ટ અને પાચક છે.જે વ્યક્તિની જઠરાંત્રિય સ્થિતિને સુધારી શકે છે.ફાઇબરની વિશાળ માત્રામાં કબજિયાતને બગાડવામાં મદદ મળે છે, જ્યારે હાઇ પોટેશિયમ સામગ્રી ઝાડાથી પીડાતા દર્દીઓને રાહત આપે છે.ઉપરાંત, પાચન તંત્રમાં ફાયદાકારક બેક્ટેરિયાના વિકાસને લીધે કેન્સરનો નિયમિત વપરાશ થાય

ખજૂર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ તેમાંથી બે-ત્રણ તોલા જેટલું ચાટણ લઈ ચાટવાથી ક્ષય, ક્ષયની ખાંસી, શ્વાસ અને સ્વરભેદમાં સારો ફાયદો થાય છે. બાળકોને માટે પણ આ ચાટણ સ્વાદિષ્ટ હોઈ રુચિકારક અને બળપ્રદ છે. દરરોજ થોડી ખજુર ખાધા બાદ ઉપર ચાર-પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો બનીને ગળફાના રૂપમાં બહાર નીકળે છે, ફેફસાં સાફ થાય છે. સળેખમ, શરદી, ખાંસી અને દમ મટે છે તેમજ લોહીની શુદ્ધિ થાય છે.

દરરોજ વીસ-પચીસ ખજૂર ખાઈ ઉપર એક પ્યાલો ગરમ દૂધ પીવાથી થોડા દિવસમાં જ શરીરમાં સ્ફૂર્તિ આવે છે, બળ વધે છે, નવું લોહી પેદા થાય છે અને ક્ષીણ થયેલું વીર્ય વધવા માંડે છે. પાંચ પેશી ખજૂરના ઠળિયા કાઢી નાખી ભેંસના ઘીમાં પાંચ મિનિટ સુધી સાંતળીને તમે બપોર ભાત સાથે મેળવી ખાઈને અર્ધો કલાક ઊંઘ લેવાથી સુકલકડી દૂબળા માણસનાં વજન અને શક્તિ વધે છે. શિયાળાની ઋતુમાં સવારે ખજૂર ઘીમાં સાંતળી ખાઈ તેના પર એલચી, સાકર તથા કૌચા નાખી ઉકાળેલું દૂધ પીવાથી ઉત્તમ ધાતુપુષ્ટિ થાય છે.

સારી ખારેકના લઈ ઠળિયા કાઢી નાખી, તેને સાધારણ ખાંડી તેમાં બદામ, બલદાણા, પિસ્તા, ચારોળી, સાકર ની ભૂકી વગેરે મેળવી તેને આઠ દિવસ સુધી ઘીમાં પલાળી રાખવું અને આથો લાવવો. આથો ચડ્યા પછી તેમાંથી બબ્બે તોલા જેટલું દરરોજ ખાવાથી ધાતુપુષ્ટિ થાય છે અને પિત્તનું શમન થાય છે.

ખજૂરની એક પેશીને એક તોલા ચોખાનું ઓસામણ સાથે મેળવી ખૂબ વાટી થોડું પાણી મેળવી પ્રવાહી બનાવી નાના બાળકને બે-ત્રણ વખત આપવાથી નબળાં, કંતાઈ ગયેલાં શરીરવાળા બાળકો હૃષ્ટપુષ્ટ-ભરાવદાર થાય છે.ખારેકમાં કોલેસ્ટ્રોલને ઓછું કરવાની ક્ષમતા રહેલી છે. ખારેકમાં ભરપુર પોષકતત્વો, એન્ટીઑકિસડન્ટ અને ઇસોફ્લાવોન્સ રહેલા છે જે કોલેસ્ટ્રોલને રક્તવાહિનીમાં જમા થતું અટકાવે છે.

ખારેકની એન્ટી એથરોસ્ક્લેરોસિસની ગુણવત્તા હૃદયને સલામતી આપે છે. તે બ્લડ પ્રેસરપણ ઓછુ કરે છે.ખારેકની પોષણ ક્ષમતા ખૂબ ઊંચી છે, તેનામાં કોલેસ્ટ્રોલનું કોઈ પ્રમાણનથી.જો તમે તમારા હૃદયને યંગ રાખવા માંગો છો તો તમે ખારેકનો  ઉપયોગ કરી શકો છો.તાંબુ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને સેલેનિયમની ઊંચી માત્રાને લીધે ગર્ભાવસ્થા દરમિયાન ખારેક ખાવી લાભદાયક ગણવામાં આવે છે. હાડકાંની તંદુરસ્તી જાળવી રાખવા માટે આ તમામ મિનરલ્સ ખુબ જ નિર્ણાયક છે.

ખારેકમાં રહેલું વિટામીન-કે હાડકાંને મજબૂત અને તંદુરસ્ત બનાવવા માટે મદદ કરે છે. જો તમે વૃદ્ધાવસ્થામાં ઓસ્ટીયોપોરોસિસથી દૂર રહેવા માંગતા હો, તો હવે ખારેક સાથે મિત્રતા કરી લો!ખારેક ખાવાથી કબજિયાતથી રાહત મળે છે.તેમાં રહેલા મિનરલ્સ અને પોષકતત્વ પાચનતંત્રને તંદુરસ્ત બનાવે છે અને કબજિયાતમાંથી રાહત અપાવે છે.ફક્ત એક રાત ખારેકને પાણીમાં રાખી અને તેને આગામી સવારે ભૂખ્યા પેટે લેવામાં આવે તો તે શરીરમાં મિનરલ્સનું નિયમન કરવામાં મદદ કરે છે.

ખજુર, મિશ્રી, માખણ ભેળવીને ગરમ દુધની સાથે ખાવાથી સુકી ખાંસી ઠીક થઇ જાય છે. તાજા ખજૂરનું પાણી પીવાથી ઝાડા બંધ થઇ જાય છે. ખજૂર સાથે દાડમનું પાણી પેટની બળતરા અને ઝાડાની તકલીફમાં ખૂબ રાહત આપે છે. ખજૂરમાં પોટેશિયમ હોય છે. તેને ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે. જેનાથી સ્ટ્રોક, કોલેસ્ટ્રોલ અને હૃદયની બીમારીઓ પણ દૂર થાય છે. પાચ સાત ખજુર આખી રાત પાણીમાં પલાળીને સવારે મધ સાથે ખાવાથી લીવર અને તીલ્લી વધવાના રોગોં દુર કરે છે.

જ્યારે વ્યક્તિના શરીરમાં પૂરતું વિટામિન B6 હોય ત્યારે દિમાગ વધુ સારી રીતે કામ કરે છે. આ કારણે વધુ ફોકસથી કામ કરી શકાય છે, યાદશક્તિ સુધરે છે અને દિમાગને તેજ બનાવવામાં પણ ખજૂર શ્રેષ્ઠ આહાર ગણવામાં આવે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top