કેળા જે દરેક જગ્યાએ ખુબજ આસાની થી પ્રાપ્ત થતું ફળ છે, ક્યાંક સવાર ના નાસ્તા માં તો ક્યાંક અલગ અલગ ડીશ બનાવી ને અથવાતો ભૂખ લાગે એટલે તેનું સેવન કરવામાં આવે છે. ખાવામાં અને પચવામાં કેળા સરળ છે. કેળાની પેદાશમાં ભારત મોખરે છે. ભારતમાં કેળા બધી જગ્યાએ થાય છે. કેળામાં રહેલી મીઠાશ તેમાં રહેલા ગ્લુકોઝ તત્વને આભારી છે.
ગ્લુકોઝ એ કુદરતી સાકર છે. ગ્લુકોઝ સ્વાદમાં મીઠાશ આપવા ઉપરાંત સ્નાયુઓને પોષણ આપે છે. કેળા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, તો જાણીએ તેના ફાયદાઓ. કેળાની છાલ ગળા ઉપર બાંધવાથી ગળાનો સોજો મટે છે અને કાકડા ફૂલ્યા હોય તો ફાયદો થાય છે. કેળા લીંબૂ સાથે ખાવાથી મરડો મટે છે, અને ખોરાક જલ્દી થી પચી જાય છે. કેળા ને દહીં સાથે ખાવાથી મરડો અને ઝાડા મટે છે.એક પાકું કેળું સુકવી ચૂર્ણ બનાવી, અડધો તોલો ચૂર્ણ દૂધ સાથે દરરોજ લેવાથી ડાયાબીટીશમાં ફાયદો થાય છે.
કેળાના થડ વચ્ચેનો ગોળ ભાગ કાપી, તડકે સુકવી,તેનું ચૂર્ણ કરી, સાકર અને પાણી સાથે પીવાથી શરીરમાં રહેલી ગરમી તેમજ ડાયાબીટીસ મટે છે. એક પાકું કેળું અડધા તોલા ઘી સાથે સવાર સાંજ અઠવાડિયા સુધી ખાવાથી ધાતુ વિકાર મટે છે. ભોજન કર્યા બાદ ત્રણ પાકા કેળા અમુક મહિના સુધી ખાવાથી દુર્બળ માણસનું શરીર સારું બને છે. કેળાનું સેવન કરવાથી મોઢામાં પડેલા ચાંદામાં, પેટ માં રહેલા અલ્સરના કીટાણું પણ નાશ થઇ જાય છે. અલ્સરમાં બને તેટલુ કાચા કેળાનું સેવન કરવું.
બ્લડપ્રેશરના રોગીઓએ કેળાનું સેવન કરવાથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. શરીરનો કોઈપણ ભાગ જો બળી ગયો હોય તો તેના પર કેળાની છાલ અથવા કેળાને મેશ કરીને લગાવવાથી તરત જ રાહત થાય છે.કેળામાં પોટેશિયમની માત્રા વધારે હોય છે અને સોડિયમની માત્રા ખુબ જ ઓછી હોય છે. જેના કારણે તે તમારા બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે. તે તમારા શરીરમાં પાણીની ઉણપ પણ થવા દેતા નથી અને તમારા શરીરને હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચાવે છે.
કેળાને ઉર્જાનો ખૂબ જ સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે, તેમાં લગભગ ૧૦૫ કલેરી મળી આવે છે જે શરીરને કોઈપણ પ્રકારની નબળાઈથી બચાવે છે. જો તમે વ્યાયામ કર્યા પછી થાકી જાઓ છો, તો તરત એક કેળું ખાઈ લો. તે લોહીમાં ગ્લૂકોઝનું સ્તર વધારે છે અને તમને શક્તિ આાપે છે. કેળામાં ફાઈબર હોય છે, જેનાથી પાચનક્રિયા મજબૂત બને છે. ગૈસ્ટ્રિક જેવી બીમારીવાળા લોકોના માટે કેળા ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે. તે લોકો જેમને કબજીયાતની ફરિયાદ રહે છે, તેમણે કેળા ખાવા જોઈએ.
દમની તકલીફ હોય તો કેળાનું સેવન લાભદાયી રહે છે. કેળાની છાલ સાથે કાળા મરીનો પાવડર લગાવીને છાલને ગરમ કરીને તે દર્દીને ખવડાવાથી આરામ મળે છે. ઉનાળાની ગરમીમાં નસકોરી ફૂટવાની સમસ્યાને દૂર કરવા માટે પાકેલા કેળાને ખાંડમાં મિક્સ કરીને ખાવાથી અઠવાડિયામાં જ ફાયદો થાય છે. શરીર પર કોઈ ઘા થયો હોય તો કેળાની છાલ બાંધવાથી સોજો આવતો નથી. આંતરડાના સોજા પણ નિયમિત કેળા ખાવાથી દૂર થાય છે.
કેળાની અંદર પૂરતી માત્રામાં આયરન હોય છે જે તમારા શરીરની અંદર હિમોગ્લોબીનમાં વધારો કરે છે. આથી જ એનિમિયાથી પીડાતા લોકો માટે કેળા ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને વધુ માત્રામાં વિટામિન્સ અને પ્રોટીનની જરૂર હોય છે આવી પરિસ્થિતિની અંદર જો મહિલાઓને કેળાનું સેવન કરાવવામાં આવે તો તેના કારણે તેના શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો તેમાંથી મળી રહે છે.
કમળાના રોગમાં પણ કેળાનો પ્રયોગ કરવામાં આવે છે. આ માટે કેળાને છોલ્યા વગર ભીનો ચૂનો લગાવીને આખી રાત ઝાકળમાં મુકવામાં આવે છે, અને સવારે છોલીને ખાવામાં આવે છે. તેને ખાવાથી કમળાનો રોગ દૂર થાય છે. આ પ્રયોગ એકથી ત્રણ અઠવાડિયા સુધી નિયમિત રૂપે કરવો જોઈએ.પાકા કેળાને કાપીને, ખાંડ સાથે મિક્સ કરીને વાસણમાં બંધ કરીને મુકી દો. ત્યારબાદ એ વાસણને ગરમ પાણીમાં નાખીને ગરમ કરો. આ રીતે બનાવેલ શરબતથી ખાંસીની સમસ્યા દૂર થઈ જશે.
ગરમીમા ઋતુમાં નકસીર ફૂટવાની સમસ્યા થતા એક પાકુ કેળુ ખાંડ મેળવેલ દૂધની સાથે નિયમિત રૂપે ખાવાથી અઠવાડિયામાં લાભ થાય છે.તેનાથી નાકમાંથી લોહી આવવુ બંધ થઈ જાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.