આપણા આયુર્વેદ શાસ્ત્રમાં અનેક પ્રકારની જડીબુટ્ટી વિશે વર્ણન કરવામાં આવ્યું છે કે, જેનાથી લોકો પોતાની દરેક બિમારીમાંથી છૂટકારો મેળવી શકે છે. આયુર્વેદ શાસ્ત્રમાં અમુક એવા ફૂલ વિશે પણ વર્ણન કરવામાં આવ્યું છે કે, જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. આ એક ફૂલ વિશે જાણો જેનું નામ છે કરેણ.
કરેણનો છોડ લગભગ ભારતના દરેક વિસ્તારમાં થાય છે. કરેણ ના છોડ માં સામાન્ય રીતે બે પ્રકારના ફૂલ આવે છે એક પીળા અને એક સફેદ. અને લગભગ બધાએ ક્યાંકને ક્યાંક આ કરેણ નો છોડ તથા તેના ફૂલ જોયા હશે. પરંતુ તમને તેના આયુર્વેદિક ગુણો વિશે જરા પણ ખ્યાલ નહીં હોય. પરંતુ આ કરેણના ફૂલ આયુર્વેદ પ્રમાણે આપણા માટે એક સંજીવની બૂટી જેવું કાર્ય કરે છે આ કરેણ ના ફૂલ નો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે.
કરેણ ના તાજા ફૂલોના રસ 50 ગ્રામ, 200 ગ્રામ ઓલિવ તેલ અને 100 ગ્રામ અન્ય તેલ દુખાવા ની નસોમાં આ મિશ્રણ થી માલિશ કરવાથી ફાયદો થાય છે. 200 ગ્રામ કરેણના પાન એક ડોલ પાણીમાં ઉકાળો અને આ પાણીથી સ્નાન કરો. આ રક્તપિત્ત ના ઘાને સમાપ્ત કરે છે.
પીળી કરેણ ના ફૂલ અને દૂધને ગ્રાઇન્ડ કરો . તેને ગોળ ઘી માં મિક્સ કરી માથા પર લગાવો. તે અકાળે સફેદ વાળ અને ટાલ પડવાની બીમારીમાં ફાયદાકારક છે. જો શરીરના કોઈપણ ભાગમાં સોજો આવે છે, તો લાલ અથવા સફેદ ફૂલો વાળા કરેણના પાન નો ઉકાળો બનાવો અને તેનાથી મસાજ કરો. તે સોજો માં ઝડપી રાહત આપે છે.
કરેણ ના પાંદડા, મૂળ, ફૂલો અને દાંડી સમાન પ્રમાણમાં મેળવીને 100 ગ્રામ જેટલો જથ્થો બનાવો. આ જથ્થો 500 મિલી સરસવના તેલમાં ઉકાળો. જ્યારે ઉકાળીને તે અડધું થઈ જાય ત્યારે તેને ફિલ્ટર કરો અને શીશીમાં ભરો. તેને દરરોજ ખંજવાળ પર લગાવવાથી ખંજવાળ સમાપ્ત થાય છે. તેનો ઉપયોગ ત્વચાના અનેક પ્રકારના રોગને દૂર કરવા માટે પણ થાય છે.
કરેણના પાન પીસીને તેલમાં મિક્સ કરો. આ પેસ્ટ લગાવવાથી સાંધાનો દુખાવો મટે છે. આ ફૂલની મદદથી ખરતા વાળ રોકી શકે છે . સૌ પ્રથમ આ ફૂલને પાણીમાં ઉકાળો, ત્યારબાદ તેને ગાળી લો અને તેને ઠંડુ કરો ત્યારબાદ તે પાણીથી વાળ ધોઈ લો. અઠવાડિયામા 3 દિવસ આ ઉપાય કરવાથી તમારા ખરતા વાળ ધીરે ધીરે અટકી જશે.
કરેણ ના ફૂલને ગ્રાઇન્ડ કરો અને તેને ચહેરા પર લગાવો, તેનાથી ચહેરાની ફોલ્લીઓ અને પિમ્પલ્સ જલ્દીથી દૂર થઈ જાય છે. સફેદ કરેણ ના મૂળને પીસીની તેને ડંખ પર લગાડવાથી સાપ અથવા વીંછીનું ઝેર દૂર થાય છે. અથવા તેના પાનનો રસ પીવાથી પણ ફાયદો થાય છે. કરેણ ના સૂકા પાંદડા નો પાવડર બનાવીને તેને ઘા પર લગાવવાથી ઘા ઝડપથી મટે છે.
સફેદ કરેણના મૂળને ૧૦ ગ્રામ લેવા અને તેને પીસીને ત્યારબાદ તેમાં વીસ ગ્રામ વનસ્પતિ ઘી સાથે થોડી વાર પકાવી લો . ત્યારબાદ તે એક મલમ જેવું બની જશે. આ મલમ ગુપ્તાંગ પર સવાર સાંજ લગાવવાથી નપુંસકતા બિલકુલ દૂર થશે. કરેણના ૧૦૦ ગ્રામ પાંદડાને બે લીટરપાણીમાં ઉકાળો તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એક લીટર પાણી બચે. ત્યારબાદ તેને સ્નાન કરવાના પાણીમાં ઉમેરી તેનાથી નિયમિત સ્નાન કરવાથી ચારથી પાંચ મહિનાની અંદર કોઢ દૂર થાય છે.
ગડ-ગુમડા ની તકલીફ હોય તો કરેણના ફૂલ પીસીને તેની પેસ્ટ બનાવી ફોલ્લાં-ગડ-ગુમડા થયા હોય તે જગ્યાએ લગાવી દો, બેથી ત્રણ દિવસ આમ કરવાથી ગુમડા સહિતની તકલીફો દૂર થઈ જશે. જો કે, ખાસ ધ્યાન રાખવું કે, ફોલ્લા ઉપર આ લેપ હાથેથી ન લગાવો. કેમ કે આમ કરવાથી ફોડલા નું ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે.
હરસ ની સમસ્યા માટે પણ કરેણ ઉપયોગી સાબિત થાય છે. કરેણ અને લીમડાના પાંદડા બંનેને એક સાથે પીસીને એક પેસ્ટ બનાવી લો. ત્યારબાદ હરસના મસા પર નિયમિત દિવસ દરમિયાન બે થી ત્રણ વખત આ લેપ લગાવવો. તેનાથી હરસના મસા સુકાઈને ગાયબ થઇ જાય છે. કરેણના ફૂલ સ્વાસ્થ્ય માટે તો લાભકારી છે જ પરંતુ સાથે-સાથે આ ફૂલની માળા બનાવીને ઘરના મંદિરમાં બિરાજ્યા ભગવાનને અર્પણ કરવામાં આવે છે