કાનમાં થતા દુ:ખાવાને ‘કર્ણશૂલ’ કહે છે. જે ક્યારેક કાનમાં પાણી ભરાઈ જવાથી, કાનનો મેલ ફૂલી જવાથી કે ઘણીવાર કાનમાં મેલના અધિક દબાણને લીધે ઉત્પન્ન થાય છે. કોઈકવાર મેલના અધિક દબાણથી કાનનો પડદો ફાટી જવાની પણ સંભાવના રહે છે. જેથી બહેરાશ પણ ઉત્પન્ન થઈ શકે છે.
આદુના રસમાં લીંબુનો રસ ભેળવી લો. હવે આ મિશ્રણને ઈયરબડ ઉપર લગાવીને કાનમાં ફેરવો. આવું કરવાથી કાનનું (PH) લેવલ જળવાય રહે છે. તે કાનને સંપૂર્ણ સાફ કરવાની ખુબ સરળ રીત છે.
બદામના તેલની જેમ સરસીયાના તેલને ઉપયોગમાં લઇ શકાય છે. પણ સરસીયાના તેલની ગુણવત્તા ઉત્તમ પ્રકારની હોવી જોઈએ. તેલના ઉપયોગથી કાન માં રહેલી મેલ ની ફોતરી નરમ પડી જાય છે. અને સરતાથી બહાર નીકળી જાય છે.
બેકિંગ સોડા ને પાણી માં વ્યવસ્થિત રીતે મિક્સ કરો. ત્યાર બાદ મેલ વાળા કાન માં તેના થોડાક ટીપા ડ્રોપર ની મદદ થી નાખવા. કાનમાં ટીપા નાખ્યા પછી થોડીક મિનીટ માટે માથું એક જ બાજુ નમાવી ને રાખવું. કારણ કે આમ કરવા થી મેલ વ્યવસ્થિત રીતે પલળી જાય અને જયારે મેલ નરમ થઇ ને બહાર આવી જાય પછી કોટન ના એકદમ નરમ કપડા થી કાન સાફ કરી લેવો.
લસણની કળીને લઈને વાટી લો. હવે આ મિશ્રણને કપડામાં લપેટીને કાન પર રાખો. આશરે અડધો કલાક આ કપડાને કાન પર રાખી મુકો. પછી તેને હટાવી લો. આમ કરવાથી થોડા સમય પછી કાનનો દુખાવો ગાયબ થઇ જશે. લસણની કળીઓને કોઈ કઠોર વસ્તુથી દબાવીને મસળી લો, અને તેમાંથી રસ કાઢી કાનમાં નાખો. આ પ્રોસેસ કરવાથી કાનના દુખાવાની સાથે સાથે તેમાં લાગેલું ઇન્ફેક્શન પણ દૂર થઇ જશે.
નાના બાળકો માટે વાપરવા મા આવતા તેલ ની મદદ થી કર્ણ ની સફાઈ કરો. બાળક ના તેલ ની અમુક બુંદ ને કર્ણ મા નાખી રૂ લગાવવુ. જેના થી કાન માં રહેલ મેલ નરમ પડી જાય છે, અને જેને સરળતા થી દુર કરી શકાય છે. અડ્ધો કપ પાણી ઉકાળો અને તેમા થોડુ નમક નાખો. આ પાણી મા રૂ ના પુમડા ને ઝબોળી ને તે પાણી કાન મા નાખો. એક વાત નો ખ્યાલ રાખવો કે આ પાણી મા જાય. અને એક બાજુ વળી ને બધુ પાણી બહાર કાઢો
ઓલીવ નુ તેલ કાન ના મેલ ને દુર કરવા માટે વાપરી શકાય. આ રીત અપનાવવા માટે ઊંઘતા પહેલા અમુક બુંદો ને કાન મા નાખો. થોડા થોડા સમયે આ પ્રક્રિયા કરવી. જેથી કાન મા રહેલ ગંદકી નરમ પડે છે જેથી તે સરળતા થી દુર કરી કરી શકાય છે.
કાન દુઃખ તો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરીને કાનમાં નાખવાથી દુખાવો અને ચસકા મટે છે. સફેદ કાંદાના રસના ટીપા રોજ બે વખત કાનમાં નાખવાથી બહેરાશ મટે છે.
નાગરવેલના પાનનો રસ ગરમ કરીને તેના ટીપાં નાંખવાથી કાનનો ચસ્કો અને દુખાવો મટે છે. તલના તેલમાં હિંગ નાખી ઉકાળી તેલના ટીપા કાનમાં નાખવાથી દુખાવો મટે છે. કાંદાનો રસ અને મધ મેળવી તેના ટીપા નાખવાથી કાનના ચસકા મટે છે.
કાનમાં કોઈ જીવજંતુ પેસી ગયું હોય તો સરસિયાના તેલના ટીપા નાખવાથી તે મટી જાય છે. તુલસીના રસના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને ચસકા મટે છે.
વરીયાળી અધકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળી તે પાણીની વરાળ દુઃખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનમાં થતો અવાજ મટે છે. સવારના પેશાબ ના તાજા ત્રણ-ચાર ટીપા કાનમાં નાખવાથી બહેરાશ મટે છે.
આંબાના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાંખવાથી કાનના સણકા અને દુઃખાવા મટે છે. ફુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરી કાનમાં નાંખવાથી કાન પાક્યો હોય અને રસી નીકળતી હોય તો તે મટે છે.
તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે છે. તુલસીના રસના ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો અને સણકા મટે છે અને પરૂ નીકળતું હોય તે મટે છે. કાંદા નો રસ અને મધ મેળવી તેનાં ટીપાં નાંખવાથી કાનના સણકા મટે છે અને પરૂ થયું હોય તો તે પણ મટે છે.
પાણી તેમજ હાઈડ્રોજન પેરોક્સાઈડ ઉપયોગ કરવામાં આવે છે.પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડની સમાન માત્રામા બૂંદો લઈને કાનમા નાખો.બંને ને ભેળવીને કાનમાં આ પાણીને કાનમાં નાખો અને કાનને પછી એક બાજુ નમાવો.આમ કરવાથી કાનમાં રહેલું પાણી બહાર આવી જશે.૩ ટકા થી વધુ પ્રમાણમા હાઈડ્રોજન પેરોકસાઈડ ન હોવુ જોઈએ.આ રીતથી કાનનો મેલ એકદમ સ્વસ્થ થઈ જશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.