1 ગ્રામ તજ અને 5 ગ્રામ હરડેનું ચૂર્ણ, 100 મિ.લિ. ગરમ પાણીમાં રાત્રે પીવાથી સવારે ખુલાસાથી ઝાડો થઇ કબજીયાત મટે છે. 10 ગ્રામ લીંબુનો રસ અને 10 ગ્રામ ખાંડ 100 મિ.લિ. પાણીમાં એકાદ માસ સુધી દરરોજ રાત્રે પીવાથી કબજીયાત મટે છે. સવારમાં વહેલા ઉઠી થોડું ગરમ પાણી પીવાથી દસ્ત સાફ આવે છે અને કબજીયાત દૂર થાય છે.
આંબલીને તેનાથી બમણાં પાણીમાં 4 કલાક પલાળી રાખી, ગાળી, ઉકાળી અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી 20 થી 50 ગ્રામ જેટલું રાત્રે પીવાથી કબજીયાત મટે છે. જામફળનું થોડાં દિવસ સુધી નિયમીત સેવન કરવાથી 3-4 દિવસમાં જ મળ શુદ્ધિ થવા માંડે છે અને કબજીયાત મટે છે.
સિંધવ અને મરી બારીક વાટી દ્રાક્ષને લગાડી રાત્રે 1-1 દ્રાક્ષ ખૂબ ચાવીને ખાવાથી ઝાડાની શુદ્ધિ થઇ કબજીયાત મટે છે. એક ગ્લાસ સહેજ ગરમ પાણીમાં 1-1 ચમચી લીંબુ અને આદુનો રસ તથા 2 ચમચી મધ મેળવી પીવાથી અજીર્ણ અને કબજીયાત મટે છે. એક સૂકું અંજીર અને 5-10 ગ્રામ દૂધમાં નાખી ઉકાળી, તેમાં સહેજ ખાંડ નાખી રોજ સવારે પીવાથી કબજીયાત મટે છે.
આદુનો 10 ગ્રામ રસ અને લીંબુના 10 ગ્રામ રસમાં 1.5 ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી કબજીયાત મટે છે. પાકા ટામેટાંનો એક પ્યાલો રસ કે સૂપ દરરોજ પીવાથી આંતરડામાં જામેલો સૂકો મળ છૂટો પડે છે. અને જૂના વખતની કબજીયાત દૂર થાય છે. એક ચમચો કાળા તલ પાણીમાં પલાળી વાટી માખણ કે દહીંમાં મેળવી રોજ સવારે ખાવાથી કબજીયાત મટે છે.
સગર્ભા સ્ત્રીને કબજિયાત રહેતી હોય તો હરડે ના આપવી. કબજિયાતના સમયે સાટોડી, દેવદાર, ગળો, હરડે અને સુંઠનો નવશેકો ઉકેળો સવાર-સાંજ તેમાં 1 થી 2 ચમચી દીવેલ મેળવી પીવાથી લાભ થાય છે. 4 ગ્રામ હરડે અને 1 ગ્રામ તજ 100 ml પાણીમાં ઉકાળીને રાત્રે પીવાથી કબજિયાત મટે છે.
આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ ભેગો કરી ભોજનની શરાતમાં લેવાથી કબજીયાત મટે છે. એક ગ્લાસ ઠંડા પાણીમાં લીંબુનો રસ સવારે પીવાથી કબજીયાતમાં ફાયદો થાય છે. અથવા રાત્રે સૂતા પહેલાં પણ પી શકાય. ખજૂરની 4-5 પેસી રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી તેમાં મધ નાખી 7 દિવસ સુધી પીવાથી કબજીયાત મટે છે.
પાકા ટામેટાં ભોજન લેતાં પહેલાં છાલ સહિત ખાવાથી અને સાત્રે સૂતા પહેલાં નિયમીત ખાવાથી ધીમે ધીમે કબજીયાત કાયમ માટે દૂર થાય છે. રાત્રે સૂતી વખતે 3-4 અંજીર ખૂબ ચાવીને ખાઇ ઉપર એકાદ કપ હૂંફાળુ દૂધ પીવાથી કબજીયાત મટે છે. મેથીનું 3-3 ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ ગોળમાં કે પાણીમાં લેવાથી કબજિયાત મટે છે. મેથીનાં કુમળાં પાનનું શાક બનાવીને ખાવાથી કબજિયાત મટે છે.
ખજૂર રાત્રે પાણીમાં પલાળી, સવારે મસળી, ગાળીને પીવાથી રેચ લાગીને મળ શુદ્ધિ થાય છે. જામફળનું શાક બનાવી ખાવાથી કબજીયાત મટે છે. રાત્રે પાકાં કેળાં ખાવાથી કબજિયાત મટે છે. ત્રીફ્ળાનું ચૂર્ણ 1 ચમચી અથવા ગરમાળાનો ગોળ 10 ગ્રામ, પાણીમાં ઓગળીને પીવાથી ઝાડો ખુલીને આવે છે. આ સમયે દુધમાં ઘી નાખીને પણ પી શકાય છે.
રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દુધમાં 1 થી 2 ગ્લાસ ગરમ દુધમાં 1 થી 2 ચમચી એરંડાનું તેલ નાખીને પીવાથી કબજિયાત દુર થાય છે. એરંડાનું તેલ શરીરના આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે. બીલીનું ફળ કબજિયાત દુર કરવા માટે ફાયદાકારક છે. અડધો કપ બીલીના ફળનો ગર્ભ અને ચમચી ગોળ નાખીને સાંજે ભોજન લેતા પહેલા સેવન કરવાથી કબજિયાત દુર થાય છે. બીલીના ફળનું સરબત બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે.
એક ગ્લાસ પાણીમાં એક ચમચી મુલેઠીનું ચૂર્ણ અને એક ચમચી ગોળ ભેળવીને તેનું સેવન કરવાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે. મુલેઠી કબજિયાતમાં આંતરડામાંથી જૂના મળને સાફ કરવાનું કાર્ય કરે છે. ઈસબગુલનું ચૂર્ણ કબજીયાતનો રામબાણ ઈલાજ છે. જેનો ઉપયોગ દૂધ અથવા પાણીમાં ભેળવીને પીવાથી કબજિયાત બિલકુલ દુર થાય છે.
નારિયલ પાણી પણ પેટ સાફ કરવામાં રામબાણ છે. રોજ નારિયલ પાણી સવારે ખાલી પેટ પીવાથી પેટ સાફ થાય છે. અળસી ના બીજ એક ગ્લાસ હુફાળા દૂધ સાથે રાત્રે સેવન કરવાથી સવારે પેટ ખુબ સરળતાથી સાફ થઇ જાય છે. આંબળા પાવડરના સેવનથી અપચાની તકલીફ ને દુર કરી શકાય છે. રોજ રાત્રે સુતાપહેલા એક ચમચી આંબળા પાવડરનું સેવન તમારા માટે ખુબ જ વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.