ઝેરી જીવ-જંતુ, પ્રાણિઓના કરડવા પર કે જંગલી છોડ કે ઝાડને અડવાથી શરીરમાં ઝેર ફેલાય છે. અને ઘણી વખત ઝેર એટલું અસરકારક હોય કે તેનાથી માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. આજે અમે આવા ઝેર ના ઘરેલુ ઉપચાર વિશે જણાવવાના છીએ, આ ઘરેલુ ઉપચાર અજમાવીને તમે ઝેર ની અસર નાબૂદ કરી શકો છો. જાણવા માટે લેખ વાંચો.
ચાલો જાણીએ શરીરમાં કોઈ કારણસર ઝેર ગયું હોય તો તેના ઘરેલુ ઉપચાર કરીને રાહત કેવી રીતે મેળવવી. વાંદરાનું ઝેર ઉતારવા માટે સિંદૂર માખણમાં મેળવી ઘા ઉપર લગાડવું. આ ઉપરાંતમાં બકરીની લીંડીનો લેપ ડંખ ઉપર લગાડવો. અથવાતો બકરીની લીંડી બાળી રાખ કરીને દર્દીને ખાવામાં આપવી. સાપ કરડે તો ફટકડીનું પાણી પીવાથી ઝેરની અસર થતી નથી.
અંકોલનાં મૂળની છાલ ઘસીને પાવાથી ખનિજ જીવ-જંતુનું ઝેર ઊતરે છે. દારૂનું ઝેર ઉતારવા માટે ખારેક અને દ્રાક્ષ સમભાગે વાટી આંબલીના પાણીમાં મેળવીને પીવાથી ઝેર ઊતરે છે. અથવાતો ડુંગળીનો રસ પીવાથી પણ દારૂનું ઝેર ઊતરે છે.
પાકી આંબલીનું પાણી પીવા માટે આપવાથી દારૂનું ઝેર ઊતરે છે. મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.