જાવિત્રી સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચા માટે પણ ખુબ જ લાભદાયી હોય છે. આ મસાલાનો ઉપયોગ પ્રાચીનકાળથી જ ત્વચાની સારસંભાળ રાખવા માટે થાય છે. તેમા સમાવિષ્ટ એંટી- બેક્ટેરીયલ અને એંટી- ઇન્ફલેમેટરી ગુણ ત્વચાની સારી રીતે સંભાળ કરી શકે છે.
આ સાથે જ તે ખીલના નિશાન અને ચહેરા પરના કાળા દાગ-ધબ્બાને દુર કરવામાં પણ મદદરૂપ છે. જાવિત્રી મા રહેલ એંટીઇન્ફલેમેટરી ગુણો સાંધામાં થતા દુઃખાવા અને સોજાને દુર કરવામાં મદદકરે છે. જો તમે પણ આર્થરાઈટીસના દુઃખાવા અને સોજાથી પીડાઈ રહ્યા હોવ તો નિયમિત બે ગ્રામ જાવિત્રી અને થોડીક સુંઠનું ગરમ પાણી નું સાથે સેવન કરવાથી સમસ્યા દુર થઈ જશે.
જાવિત્રી પેટને સંબંધિત સમસ્યાઓ જેવી કે, કબ્જ, અપચો, પેટમાં દુખાવો, ડાયરિયા વગેરે જેવી બીમારીઓને પણ દુર કરે છે. અને જો પેટને યોગ્ય રાખવું હોય તો ડાયટમા તેનો સમાવિષ્ટ કરી સેવન કરવું જોઈએ. ઘણીવાર લોકોને કબજીયાતની સમસ્યા થઈ જવાના કારણે ભૂખ ખુબ જ ઓછી થઈ જાય છે જેના કારણે આપણા શરીરમા નબળાઈ આવવા લાગે છે. તો જાવિત્રી નુ સેવન કરવુ. તેના નિયમિત સેવનથી તમારી ભૂખ વધવા લાગે છે અને તમે તુરંત જ સ્વસ્થ થઈ જશો .
જાવિત્રી ના મસાલાનુ નિયમિત સેવન કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારી શકાય છે, અને તમે તમારા શરીરને જીવલેણ બીમારીઓ જેવી કે, ડાયાબીટીસ અને કોઈપણ પ્રકારના ઇન્ફેકશનથી બચાવી શકો.
આ મસાલો એટલો અસરકારક છે કે તે તમારા શરીરમા બની રહેલા કીડની સ્ટોનને પણ અટકાવી શકે છે. તેમ છતા જો કિડનીમા સ્ટોન થઈ પણ જાય, તો તે તેને પ્રભવિત રીતે બહાર કાઢવામાં પણ મદદ રૂપ છે. તે કીડની ઇન્ફેકશન અને કીડની સાથે જોડાયેલ અન્ય સમસ્યાઓના ઉપચારમાં સૌથી સારી કુદરતી ઔષધી માનવામાં આવે છે.
આ મસાલો તમારા તણાવને બુસ્ટ કરવાનું કામ કરે છે. આ મસાલો પ્રભાવિત રીતથી તણાવને દુર કરીને તમને શાંતિનો અનુભવ કરાવે છે. તે તણાવ દુર કરવાની સાથે સાથે જ તમારા દિમાગને તેજ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. જાવિત્રી મસાલા ખાવાથી,શરીરમાં લોહી નો પરિભ્રમણ યોગ્ય થાય છે. અને તે લોહી સાફ કરવાના કામ માં પણ મદદ કરે છે. જાવિત્રી મસાલાની અંદર હાજર મેંગેનીઝ હોઈ છે જે શરીર માંથી હાજર ઝેરી તત્વોને દૂર કરી શકે છે અને શરીરના લોહીના પરિભ્રમણમાં સુધારો પણ કરે છે.
આ મસાલો તમારી શરદી અને ઉધરસની સમસ્યા દૂર કરવા માટે ખુબ જ કરગર સાબિત થઈ શકે છે. આ મસાલાનો ઉપયોગ કરીને એક સીરપ તૈયાર કરીને તેનુ સેવન કરવામા આવે તો આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.
ભૂખ ના લાગવાની સમસ્યાથી પરેશાન લોકો માટે જાવિત્રી મસાલો કોઈ જાદૂઈ દવાથી ઓછો નથી. જાવિત્રી મસાલામાં જિંક હોય છે, જેના કારણે તે ભૂખ વધારવામાં મદદરૂપ થાય છે. એટલા માટે જે લોકો પોતાનું વજન વધારવા માંગે છે અને જેને ભુખ ઓછી લાગે છે એ આ મસાલા નો નિયમિત સેવન કરતાં રેહવું જોઈએ.
જાવિત્રી મસાલા ને દાંત પર લગાવાથી દાંત મજબૂત રહે છે. સાથે જ તેનો ઉપયોગ કરવાથી મોં ની દુર્ગંધ અને મસૂડો ના દુઃખવાથી છુટકારો મેળવી શકાય છે. રોજ થોડા જાવિત્રી મસાલા ને લઈ ને તેમાં પાણી ભેગુ કરી ને તેને તમારા દાંત પર મંજન ની જેમ લગાવવું અને પછી ચોખ્ખા પાણીથી ધોઈ લેવું. જાવિત્રી મસાલા ને દાંત પર લગાવાથી તમે દાંત થી જોડેલી કેટલીક સમસ્યાઓથી રાહત મેળવી શકશો.
જાવંત્રી લબડતી ચામડીને યુવાન, હ્રદય રોગીને નીરોગી, લોહીને સાફ, સાંધાના દુઃખાવામાં તરત લાભ, કીડનીની સફાઈ કરીને પુનઃ જીવતદાન આપનારી સૌથી ઉપયોગી સંજીવની માનવામાં આવે છે. જાવંત્રી તમારા પાચન તંત્રને ઠીક રાખે છે. તે પેટના સોજા, કબજિયાત તથા અપચા માટે ખુબ ફાયદાકારક મનાય છે. જાવંત્રી નો ઉપયોગ ડાયરિયા ના ઇલાજ માટે પણ કરે છે.
દસ ગ્રામ જાવિત્રી, દસ ગ્રામ તજ તથા દસ ગ્રામ અક્કલગરા ને ભેળવીને મૂકી દો. આ ચૂર્ણ ને દિવસમાં ત્રણ વખત મધ સાથે લેવાથી હ્રદય રોગમાં ખુબ લાભ મેળવી શકાય છે. કેટલાક લોકો જાવિત્રી ના મસાલા ને દૂધ વાળી ચા માં પણ નાખે છે. જ્યારે કેટલાક લોકો આનો ઉપયોગ દૂધ સાથે પણ કરે છે. આ ખુબજ ફાયદાકારક છે.
જાવંત્રી અસ્થમાથી પીડાતા દર્દીઓ માટે એક અસરકારક ઉપાય છે. તે વિરોધી ફંગલ ગુણધર્મોને ધરાવે છે જેના કારણે ભારતીય પરંપરાગત દવાઓમાં તે મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે એકાગ્રતા અને યાદશક્તિમાં પસં વધારો કરે છે. જાવિત્રી એક સુંદર સુગંધ છે અને તે અત્તર તૈયાર કરવા માટે વપરાય છે. તે તમારા રાંધણ ના સ્વાદિષ્ટતા ને વધારે છે. પ્રાચીન કાળથીજ તેને આયુર્વેદિક દવા બનાવવામાં વાપરવામાં આવે છે.