કમરના દુખાવા, ઉધરસ, દાંતના દુખાવા, ચામડીના રોગનો 100% અસરકારક ઉપચાર છે આનો ઉપયોગ, માત્ર આ રીતે કરો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સામાન્ય રીતે તમામ ઘરોમાં તલનો ઉપયોગ થાય છે. ઘણા પ્રકારની વાનગીમાં સ્વાદ વધારવા માટે તલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તમે જાણો છો કે શિયાળામાં તલ ખાવાથી મોટો ફાયદો થાય છે. તલમાં પોલીસેચુરેટેડ ફેટી એસિડ, ઓમેગા-6, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે, જે શરીરને મોટો ફાયદો પહોંચાડે છે.

એન્ટીઑકિસડન્ટ તલ તેલનો સ્રોત ત્વચા આરોગ્ય વાળની ​​દ્રષ્ટિએ તેના મહત્વ ઉપરાંત અસ્થિ આરોગ્ય માટે તે ઘણા ક્ષેત્રોમાં અસર પ્રદાન કરે છે. ખાસ કરીને ભોજનમાં વપરાતું તલનું તેલ પણ હાડકાંના આરોગ્યમાં ફાળો આપે છે. તલ ગુણમાં શીતળ અને સારક છે. અગ્નિદીપક તથા અલ્પ મૂત્રકારક છે. તો ચાલો હવે આપણે જાણીએ તલના ફાયદાઓ વિશે.

તલમાં આવેલા વિટામિન થી હાડકા મજબૂત રહે છે. શિયાળામાં તમે તલ ખાવાની ટેવ પાડી લો તો આ વાતાવરણમાં હાડકાના દર્દથી પરેશાન નહીં થાવ. એક ચમચી તલ ખાવાથી દાંત પણ મજબૂત થાય છે. તલમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટનું સ્તર ઉંચુ હોય છે, તેથી તલ ખાવાથી પ્રતિરોધક ક્ષમતા વધે છે.

તલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીવો જેનાંથી ઉધરસ દૂર થઈ જશે. એક ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર નવશેકુ પાણી પીવાથી પેટનો દુ:ખાવો ઓછો થઈ જાય છે. તલના તેલમાં હીંગ અને સુંઠ નાંખીને ગરમ કરેલા તેલની માલિશ કરવાથી કમરનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો અને કોઈ પણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે. તલના તેલમાં થોડુક સિંધાલુણ ભેળવીને મોઢાના ચાંદાની અંદર લગાવવાથી તે જલ્દી મટી જાય છે.

કાળા તલ ચાર તોલા, સૂંઠ એક તોલો, ગોળ બે તોલા એ દરેકનો એકત્ર કરી એનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના સેવનથી હૃદયરોગ, વાત ગુલ્મ, અર્શ, યોનિશૂળમાં ઉપયોગી નીવડે છે. તલનું ચૂર્ણ, રતાળુનાં બીજ, નાગકેસર અને જીરું સરખે વજને લઈ તેનું ચૂર્ણ તૈયાર કરવું. આ ચૂર્ણથી ઝાડો સાફ આવે છે તથા અર્શ પીડા મટાડે છે.

તલ ખાવાથી મગજની તાકાત વધે છે. તેમાં આવેલું લિપોફોલિક એન્ટીઓક્સીડેન્ટ તત્વ મગજ પર ઉંમરની અસર ઝડપી થવા દેતું નથી. વૃદ્ધા અવસ્થામાં યાદશક્તિ ઓછી થવા લાગે છે, ત્યારે તમે રોજ તલ અથવા તલની બનેલી વસ્તુ ખાશો તો તમારી મેન્ટલ હેલ્થ પર તેની સકારાત્મક અસર થઈ શકે છે. તલ ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેની મદદથી ત્વચાને જરૂરી પોષણ મળે છે.

કાળા તલ, પીપર, મજીઠ, હરડે, શતાવરી, બાવચી, ભીલામો, વાવડિંગ, વારાહીકંદ દરેક એક એક તોલો લઈ તેને મેળવી મધ અને ગોળમાં નાના ગોળી બનાવવી. આ ગોળીના સેવનથી લોહીમાં વધારો થાય છે. કામને ઉત્તેજન આપે છે તથા દરેક જાતનો કોઢ મટાડે છે. તલ ખાવાથી આપણા શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધે છે.

જો કોઈ વ્યક્તિને એનીમિયાની બીમારી હોય તો તેને પણ તલ ખાવા જોઈએ કારણ કે તલમાં આયર્ન પણ હોય છે જે લોહીની ઉણપની સમસ્યાને દૂર કરે છે. દાઝી ગયેલા ભાગ ઉપર લગાડવાથી વેદના ઓછી થાય છે. તલનાં પાનને પાણીમાં નાખી માથું ધોવાથી વાળ કાળા તથા લાંબા થાય છે. તલનું તેલ ખાવા, પીવા તથા શરીરે માલિશ કરવાના કામમાં ઉપયોગી છે. તલનું તેલ ખાવાથી બહુમૂત્રના તથા અર્થ મટે છે.

તલનો અળસીનાં બીજ સાથે ઉપયોગ કરવાથી વીર્યમાં વધારો થાય છે. તલને ખાંડી તેનો રસ પીવાથી સાકર નાખી પીવાથી પેટની બળતરા મટે છે અને તેનું લાંબો વખત સેવન કરવાથી પથરી થતી મટે છે. તલનો લેપ કરવાથી ચામડી પરના કાળા ડાઘ મટે છે. તલ, સાકર, ખસખસ દરેક એક તોલો, બદામનાં બીજ અડધો તોલો લઈ તેનું ચૂર્ણ બનાવી શકાય. આ ચૂર્ણના ઉપયોગથી પુરુષત્વમાં વધારો થાય છે.

તલના તેલના કાનમાં ટીપાં ટપકાવવાથી કાનની ધાક ઊઘડે છે. ઈસબગુલ સાથે તલનું તેલ ચોપડવાથી ખૂજલી તથા દાઝી ગયેલા ભાગ પર લગાડવાથી તેમાં ફાયદો થાય છે. માથામાં ઉંદરી થાય ત્યારે તેનું તેલ લગાડવાથી લાભ થાય છે. સિંધવ મીઠા સાથે મેળવીને લગાડતા શીળસ પણ મટે છે. તલનું તેલ ગરમ કરી ગંઠાઈ ગયેલા સાંધા પર લગાડવાથી પણ લાભ થાય છે.

તલમાં સેસમીન નામનું એન્ટીઓક્સિડેન્ટ તત્વ હોય છે, જે કેન્સરની કોશિકાઓને વધતા રોકે છે. તેનાથી લંગ કેન્સર, પેટનું કેન્સર, લ્યુકેમિયા, પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર થવાની આશંકા ઓછી રહે છે. તલમાં આવેલા મોનોસેચુરેટેડ ફેટી એસિટ શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે. હાર્ટની બીમારી સાથે જોડાયેલા લોકોને તલ ખાવા ફાયદાકારક છે. તે આપણા બ્લડપ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top