ઇનો ફક્ત પેટના ગેસ અને એસિડિટી માટે જ નહિ, આ રીતે પણ ઉપયોગ કરી શકાય છે, જાણો કેવી રીતે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લોકો ને પેટમાં દુખાવો થતો હોય કે એસિડિટી, જીભ પર પહેલું નામ ઇનો આવે છે. આ બંને સમસ્યાઓમાંથી એક ચપટીમાં છુટકારો મેળવવા માટે ઇનો શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ તેનો ઉપયોગ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ઘરના બીજા કામો માટે પણ કરી શકાય છે. ઈનોનો ઉપયોગ ઘણા ઘરોમાં રસોઈમાં પણ થાય છે.

ખાસ કરીને બેકિંગ અને બાફવામાં ઇનોનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. પરંતુ તમે ઇનો થી ઘણા કામ કરી શકો છો. ઈનોમાં ખરાબ ગંધને દૂર કરવાની અને સાફ સફાઈ માટેની ક્ષમતા છે, તેથી તમે ઘરના કામ માટે ઈનોનો ઉપયોગ કરી શકો છો. ચાલો તમને ઈનોના કેટલાક સરળ હેક્સ જણાવીએ.

રોજ પહેરવામાં આવતા સોના-ચાંદીના દાગીના પહેરવાથી તે કાળા પડી જાય છે. તો ઈનો થી તેમને સાફ કરી શકો છો. આ માટે તમારે એક બાઉલમાં ગરમ ​​પાણી લેવાનું છે. અને તેમાં એક ઈનો પાઉચ નાખી દેવાનું છે. પછી દાગીનાને આ પાણીમાં નાખો અને તેને 15 મિનિટ માટે પાણીમાં રહેવા દો. 15 મિનિટ પછી જ્યારે તમે દાગીનાને ઈનોના પાણીમાંથી બહાર કાઢશો તો તે ચમકતા દેખાશે.

ઇનોથી વાસણો પણ સાફ કરી શકો છો. ખાસ કરીને બળી ગયેલી તવી, કઢાઈ અને ગેસ બર્નરને સાફ કરવા માટે ઇનો ક્લીનીંગ નું કામ કરે છે. બળી ગયેલા વાસણોને ઈનોથી સાફ કરવા માટે એક ટબમાં ગરમ ​​પાણી લો અને તેમાં ઈનોના 3 થી 4 પેકેટ નાખો. હવે બળી ગયેલા વાસણોને આ ટબમાં નાખીને આખી રાત રહેવા દો. અને સવારે આ વાસણોને લીંબુ અને મીઠાની મદદથી સ્ક્રબ કરો. તમારા વાસણો નવા જેવા ચમકવા લાગશે.

જો તમારા પગ પર ડેડ સ્કિનનું પડ જામી ગયું છે, અને પગ ખૂબ જ ગંદા થઈ ગયા હોય તો ગરમ પાણીમાં ઇનોનું પેકેટ નાખીને તે પાણીમાં પગ નાખો. 15 મિનિટ પછી જ્યારે તમે તમારા પગને પાણીમાંથી બહાર કાઢશો તો તમારા પગ સાફ થઈ જશે. કાંસકો દરરોજ વાપરતી વખતે બહુ ગંદા થઈ જાય છે. અને તેમાં ગંદકી જમા થઈ જાય છે. તો તમે તેમને સાફ કરવા માટે ઇનો નો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ગરમ પાણીમાં ઈનોની 2 થેલી નાખીને પછી તે પાણીમાં કાંસકો નાખો. 15 મિનિટ પછી જૂના ટૂથબ્રશથી કાંસકો સાફ કરી લો.

ઘણા લોકોના પગરખાંમાંથી દુર્ગંધ આવે છે. આ દુર્ગંધ એવી હોય છે કે ધોયા પછી પણ દૂર થતી નથી. આવી સ્થિતિમાં તમારા પગારખાની અંદર ઈનોનું પાઉચ મૂકો અને આખી રાત આમ જ રહેવા દો. બીજા દિવસે તેમાંથી ઈનો કાઢીને સૂકા કપડાથી લૂછી લો. પગરખામાંથી આવતી દુર્ગંધ ઘણી હદ સુધી દૂર થઈ જશે.

રસોડામાં કામ કરતી વખતે હાથમાંથી ડુંગળી અને લસણની વાસ આવે છે. અને આ ગંધ હાથમાંથી સરળતાથી જતી પણ નથી. પરંતુ ઈનોથી તમે આ ગંધને દૂર કરી શકો છો. આના માટે તમારે ફક્ત હાથ પર ઈનોનું એક પેકેટ રગડો અને પાણીથી હાથ ધોઈ લો. હાથમાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top