જે રીતે ખોરાક માનવજીવન માટે જરૂરી છે એ જ રીતે સ્વસ્થ જીવન માટે સ્ત્રી અને પુરૂષની વચ્ચે સામાન્ય શારીરિક સંબંધ પણ જરૂરી છે. સેક્સ દરેક વર્ગ માટે આનંદવર્ધક છે. સંતોષકારક જાતીય જીવનની અપેક્ષા દરેક દંપતિને હોય છે. સાથે જ દરેક દંપતિના મનમાં એવી ઈચ્છા પણ હોય છે કે તેઓ સેક્સ ક્રિયાનો આનંદ લાંબા સમય માટે લઈ શકે. લાંબા સમય માટે શારીરિક સંબંધોનો લાભ લેવા માટે જરૂરી છે કે દંપતિ સ્વસ્થ હોય.
લગ્નજીવનમાં શારીરિક સંબંધ નું પણ પોતાનું એક આગવું મહત્વ છે. સેક્સના નામથી જો ચીતરી ચઢતી હોય કે સૂગ આવતી હોય તો તમારે આ વાત જાણવી ખુબ જરૂરી છે. સપ્તાહમાં સમયાંતરે પાર્ટનર સાથે સંબંધ બાંધવાથી અનેક બીમારીઓમાંથી મુક્તિ મળે છે અને મૂડ તો સારો થાય તે અલગ. સેક્સ પહેલા તમારા સાથીનો વિશ્વાસ પૂર્ણ રીતે જીતવો જરૂરી છે. યાદ રાખો કે તમે સેક્સનુ સુખ લેવા જઈ રહ્યા છો, તેથી સેક્સ બંને માટે કમ્ફર્ટેબલ અને આનંદવર્ધક હોવો જોઈએ. સેક્સ દરમિયાન ઓરલ સેક્સ અને ફોરપ્લે ખૂબ જ મહત્વનું છે.
સેક્સ ટિપ્સ :
આલિંગન અને ચુંબનથી તમે સાથીમાં ઉત્તેજના વધારી શકો છો. સેક્સ જો યોગ્ય રીતે કરશો તો જ તમારા સાથીને સારુ લાગશે અને તમને પણ એવુ કરવામાં આનંદ આવશે. સેક્સ સમયે તમારા મગજમાંથી બધી ચિંતાઓ કાઢી નાખો. વધુ આનંદ મેળવવા માટે એ સમયે તમે જે કરી રહ્યા છો તેની પર જ ધ્યાન કેન્દ્રિત કરો. તણાવ સારા સેક્સ મૂડને ખરાબ કરી શકે છે. સેક્સ લાઈફની બોરિંગ થતી બચવા માટે દરેક વખતે નવા ઉપાય અપનાવો. કે પછી કેટલાક આસનોનો પ્રયોગ પણ કરી શકો છો. આવુ કરવાથી સેક્સ લાઈફ બોરિંગ નહી લાગે.
સેક્સ બળજબરીપૂર્વક કરવાની વસ્તુ નથી, તેથી બંને સાથી તૈયાર હોય તે ખૂબ જ જરૂરી છે. કહેવાય છે કે નશામાં સેક્સનો આનંદ બમણો થઈ જાય છે, પણ ઘણીવાર નશાને કારણે તમારા સાથીને નુકશાન પણ થઈ શકે છે. તેથી નશો ન કરો એ જ સારુ રહેશે. સેક્સ દરમિયાન અતિઉત્સાહ ક્યારેક નુકશાનકારક બની જાય છે. તેથી સેક્સમાં ઉતાવળ ન કરો. સારી રીતે સેક્સનો આનંદ ઉઠાવવા માટે તમે અને તમારો સાથી સ્વચ્છતાનું ધ્યાન રાખો એ જરૂરી છે.
સેક્સ સમયે તમારું પૂર્ણ ઈંવોલ્વમેંટ બતાવો. સેક્સ પછી તરત જ પાણી ન પીવો પણ થોડીવાર પછી પાણી પીવો. હા, સેક્સ પછી કંઈક ગળ્યુ જરૂર ખાઈ શકાય છે. સેક્સ પછી તરત હવામાં બહાર ન નીકળવુ જોઈએ. હવામાં બહાર નીકળવુ નુકશાનકારક છે. એકથી વધુ લોકો સાથે સેક્સ સંબંધ બનાવતા બચો અને તમારી વયને મળતાવડા સાથી સાથે સેક્સ સંબંધ બનાવો, આવુ કરવાથી તમે ઘણી શંકાઓ અને બીમારીઓથી પણ બચી શકશો. આવુ કરવાથી તમે સેક્સથી થતી બીમારીઓથી બચવા ઉપરાંત હેલ્ધી સેક્સનો આનંદ પણ ઉઠાવી શકશો.
હેલ્થી સેક્સ માટે ખોરાક ટિપ્સ :
કેટલીક એવી વસ્તુઓનું સેવન જે શારીરિક ક્ષમતાને તો વધારે જ છે સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભકારક હોય છે. તો જાણી લો કઈ કઈ છે આ વસ્તુઓ. વધારે માત્રામાં લીલા શાકભાજીનું સેવન કરવું, માંસાહારી સેવન કરતા પુરૂષો કરતા શાકાહારી સેવન કરતા પુરૂષ લાંબા અમય સુધી સેક્સ ક્રિયાના આનંદ મેળવે છે. કારણ કે ફળ અને શાકભાજીના સેવન કરવાથી તેમને જવ પૌષ્ટિકતા મળે છે એ સેક્સ ક્રિયાને કરવામાં તાકાત અને ઊર્જા આપવામાં સહાયતા કરે છે.
શારીરિક સંબંધ બાંધતાં પહેલા ફોરપ્લે પર ધ્યાન આપવું જરૂરી છે. આમ કરવાથી તમારા પાર્ટનર ઉત્તેજીત તો થશે જ પણ સાથે કરી તેને ચરમસીમા સુધી પહોંચાડવા માટે લાંબા સમય સુધી સેક્સનો આનંદ ઉઠાવી શકશો. શારીરિક સંબંધ બાંધતાં પહેલાં કેળા ખાવા જોઈએ. કેળાનું સેવન કરવાથી સેક્સનો આનંદ વધારે સમય સુધી માણી શકાય છે. કેળા સિવાય સ્ટ્રોબેરી પણ લાભકારક સાબિત થાય છે.આમળા એક સ્વાસ્થ્યવર્ધક વસ્તુ તો છે જ પરંતુ આમળાનો રસ શારીરિક ક્ષમતાને પણ વધારે છે. આ રસ નિયમિત રીતે પીવાથી પુરુષોનો સ્પર્મ કાઉન્ટ વધે છે. તેનાથી સેક્સનો આનંદ લેવામાં પણ મદદ મળે છે.
જો તમે તમારી ફિટનેસ પ્રત્યે સચેત હોવ તો તમારે જાણવું જોઈએ કે કોઈ સેક્સ એ કોઈ વર્કઆઉટથી જરાય કમ નથી. સેક્સ કરવાથી બોડીને શેપમાં રાખવામાં મદદ મળે છે. નિયમિત સેક્સ કરવાથી કમરની ચરબી ઓછી થાય છે. લગભગ અડધો કલાક સેક્સથી 80થી વધુ કેલરી બળે છે.માથાના દુ:ખાવાનો હવાલો આપીને જો લવમેકિંગથી બચતા હોવ તો આમ કરવાનું બંધ કરવું જોઈએ. કારણ કે જ્યારે ઓર્ગિઝમ પર પહોંચો છો ત્યારે શરીરમાં ઓક્સિટોસિન નામના હોર્મોનનું સ્તર 5 ઘણુ વધી જાય છે. જે શરીરમાં અનેક પ્રકારના દુ:ખાવાને દુર કરે છે.
હેલ્થી સેક્સ થી થતાં ફાયદા:
નિયમિત સેક્સથી બોડીની ઈમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા મજબુત થાય છે. તેનાથી તમારું શરીર સામાન્ય બીમારીઓને પહોંચી વળવા માટે સક્ષમ બને છે. જેમ કે સામાન્ય શરદી, ખાસી, તાવ વગેરે.સેક્સના મામલે એક્ટિવ પુરુષોને હાર્ટ એટેકનું જોકમ ઓછું રહે છે. સપ્તાહમાં ઓછામાં ઓછું 2 વાર સેક્સ કરનારા લોકો મહિનામાં એક વાર સેક્સ કરનારા લોકોની સરખામણીએ હાર્ટ એટેકનું જોખમ ઓછુ જોવા મળ્યું. હવે જરા વિચારો કે જો તમે દરરોજ સેક્સ કરશો તો આ જોખમ હજુ વધુ ઓછું થશે.
સેક્સ બાદ ઊંઘ સારી આવે છે. બીજા દિવસે ઊઠો તો રિલેક્સ ફિલ કરો છો અને તમારા કામને વધુ સારી રીતે કરી શકો છો. આ ઉપરાંત તમે પોઝિટીવ ફીલ કરો છો. કેલેરી બર્ન થવાથી તમારો મૂડ સારો થતા તણાવ પણ ઓછો રહે છે. જેનાથી તમે સારી ઊંઘ મેળવી શકો છો.