શું તમે જાણો છો ? કઈ રીતે કોલેસ્ટ્રોલ, મોટાપો અને કબજિયાત ની સમસ્યાને દૂર કરે છે ગુગળ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આયુર્વેદ પ્રમાણે ગૂગળ સ્વાદમાં મધુર છે એટલે તે વાયુને જીતે છે. તૂરો હોવાથી પિત્તને જીતે છે અને કડવો હોવાથી કફને જીતે છે. એમ વાયુ, પિત્ત અને કફ એ ત્રણે દોષોને ગૂગળ હરે છે. ગૂગળ ગરમ, ભૂખ લગાડનાર, યકૃત ઉત્તેજક, હૃદય માટે હિતકારી, લોહીનાં રક્ત અને શ્વેતકણો વધારનાર, રક્ત શુદ્ધિકર્તા, રસાયન, માસિક લાવનાર તથા મસા, કૃમિ, વાઈ, કોઢ, ગાઈટ, સંધિવાત, આમવાત વગેરે રોગનો નાશ કરે છે.

ગૂગળના ૪ થી ૧૨ ફૂટ ઊંચા વૃક્ષો સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, મૈસૂર, આસામમાં વધુ થાય છે. તેનાં સફેદ થડ પર છેદ કરવાથી અંદરથી જે રસ ઝરે છે.જુદા જુદા પાંચ પ્રકારના ગૂગળમાંથી હિરણ્ય અને માહિષાક્ષ એ બે ગૂગળ દવાઓમાં વધુ વપરાય છે. બજારમાં વેચાતો ગૂગળ શુદ્ધ હોતો નથી તેમાં કચરો અને માટી ભળેલા હોય છે. એટલે ગૂગળનો ઉપયોગ કરતાં પહેલા તેને શુદ્ધ કરી લેવો જોઈએ.

ત્રિફળા ગૂગળ અને મહાયોગરાજ ગૂગળની જેમ ગોક્ષુરાદિગૂગળ, કાંચનારગૂગળ, સિંહનાદગૂગળ, લાક્ષાદિગૂગળ, કિશોરગૂગળ વગેરે અનેક આયુર્વેદિય ઔષધોની બનાવટમાં ગૂગળ મુખ્ય ઔષધ રૂપમાં વપરાય છે. જે જુદા જુદા અનેક રોગોમાં પ્રયોજાય છે.

ગૂગળ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. જેથી કરીને તે હૃદય સંબંધી દરેક સમસ્યાને દૂર કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. સાથે બ્લડપ્રેશરની સમસ્યાને નિવારવા માં પણ તે ઉપયોગી સાબિત થાય છે. ગૂગળ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સને ઓછુ કરે છે. ગૂગળ ત્રણ મહિનામાં 30 ટકા કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. હ્રદય માટે ફાયદાકારક ગૂગળ લોહીમાં પ્લેટલેટ્સને ચીપકવાથી રોકે છે. તથા હ્રદયની બિમારી અને સ્ટ્રોકથી પણ બચાવે છે.

ગૂગળ નો ઉપયોગ શરીર ના પેટ ઘટાડવા માટે કરી શકાય છે. તેનું સેવન કરવાના કારણે પેટ સંબંધી દરેક સમસ્યાને દૂર કરી શકાય છે. તેનું સેવન કરવાથી શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય છે. જેથી કરીને પેટ યોગ્ય રીતે પાચન ક્રિયા કરે છે અને આથી મોટાપો ઘટી જાય છે. ગુગળના પ્રયોગથી મેટાબોલિઝમમાં વધારો થાય છે. અને મોટાપો દૂર થાય છે. ગૂગળ થાઇરોઇડ ગ્રંથીના કાર્યમાં સુધારો કરે છે.

ગૂગળ ને કબજિયાતની સમસ્યા માટે સર્વશ્રેષ્ઠ ચુર્ણ માની શકાય છે. એને ત્રિફળા ચૂર્ણની સાથે ભેળવી રાત્રે સૂતી વખતે નવશેકું ગરમ પાણી સાથે સેવન કરવાથી કબજીયાતની સમસ્યા કાયમી માટે દૂર થાય છે. પેટને લગતી દરેક પ્રકારની સમસ્યામાંથી રાહત મેળવવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. તે સાથે જ પેટમાં થતા ગેસમાંથી છુટકારો મેળવી શકાય છે.ગુગળનો ઉપયોગ ઘૂંટણના દુખાવામાં પણ લાભદાયી છે. ઉપરાંત પુરુષોના શુક્રના અને સ્ત્રીઓના રજ સંબંધી રોગોમાં પણ સારું પરીણામ આપે છે.

મહાયોગરાજ ગૂગળની બબ્બે ગોળી ભુકો કરી સહેજ નવશેકા પાણી સાથે લેવાથી આમવાત-સાંધાનો વા, ઉદાવર્ત, બહુમુત્રતા, ભગંદર, વાતરક્ત, કુષ્ઠ, સ્નાયુઓનો દુખાવો, કોઈપણ અંગનો સોજો, કંપવા તથા સર્વ પ્રકારના વાયુના રોગોમાં ફાયદો થાય છે. આ ઔષધોમાં એક ખાસ રસાયન ગુણ રહેલો હોવાથી તે વાયુ, પીત્તાદી દોષોને નીયંત્રણમાં રાખવાની સાથે સાથે સાતે ધાતુઓનું પ્રમાણ પણ જાળવી રાખે છે.

કમરના દુખાવામાં વધારે ઉપયોગી થાય છે. તેના માટે શુદ્ધ ગૂગળ 3 ગ્રામ લઈ એક ખજુરની પેશી લેવાની . તેમાંથી ઠળીયો કાઢી તેમાં શુદ્ધ ગૂગળ રાખીને પછી ખજુરમાં ગૂગળનો પાવડર નાખ્યા પછી ખજુર પર બાંધેલા લોટનું પડ ચડાવી દેવાનું છે. પછી તેણે ગરમ રાખમાં મૂકી દેવાનું છે. પછી પીસી લેવાનું અને તેની નાની ગોળીઓ બનાવવી પછી છાયામાં સુકવી અને પછી રોજ સવારે એક એક ગોળીનું સેવન કરવું.  આ રીતે સેવન કરવામાં આવે તો કમરનો દુખાવો બિલકુલ નાબુદ થઇ જાય છે.

જો કોઈ પ્રકારનો ઘાવ છે અને તે રૂજાતો ન હોય તો ગૂગળના ચૂરણને નાળિયેરના તેલમાં અથવા ઘી માં પીસીને લેપ બનાવી લેવો અને ઘાવ પર લગાવવામાં આવે એટલે માત્ર ત્રણ જ દિવસમાં ઘાવ બિલકુલ રૂજાય જાય છે. કાનમાં કીટાણું હોય અને તે મરી નથી રહ્યા તો ગૂગળની ધુમાડો કાનમાં લેવાથી કાનના કીટાણું મરી જાય છે.લકવા હોય તો 900 મીલીગ્રામ કેસર, ગૂગળ અને ઘી સાથે સેવન કરવાથી કોઈપણ પ્રકારનો લકવા મટી શકે છે.

કોઈપણ પ્રકારનો ટ્યુમર છે તો તેના માટે ગૂગળ ગરમ પાણીમાં પીસીને ટ્યુમર પર લગાવવામાં આવે તો મટી શકે છે. 600 થી 1200 મીલીગ્રામ રોજ સવારે સાંજે સેવન કરવાથી આ રોગમાં રાહત મળી શકે છે. વાળની સમસ્યાઓ માટે ગૂગળ ખુબ જ ફાયદાકારક છે આ સમસ્યા માટે ગૂગળને વિનેગરમાં ઘોળીને રોજ રાત્રે નિયમિત રીતે માથામાં લગાવવાથી લાભ મળે છે.ખાટા ઓડકાર આવતા હોય તો એક ચમચી ગૂગલના ચૂરણને એક કપ પાણીમાં ઓગળી ને એક કલાક પછી ગાળી લો અને જમ્યા બાદ આ પાણીનું સેવન કરવાથી ખાટા ઓડકાર આવતા નથી.

માત્ર થોડા જ ગૂગળથી બચી શકાય છે ઘણી બધી બીમારીથી. પણ માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે તેનું સેવન સાચી રીતે કરવાનું છે. જો તેનું યોગ્ય સેવન કરશો 80 વર્ષ સુધી કોઈ પણ બીમારી નહિ થાય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top