ગોળ તેના નામ જેટલો બળવાન છે. સ્વાસ્થ્ય માટે ગોળને ખૂબ જ સારો ગણવામાં આવે છે. ગોળ ખાવાથી તમારા સ્વાસ્થ્ય અને પાચન માટે ફાયદાકારક છે. ગોળ સ્વાસ્થ્ય માટે અમૃત માનવામાં આવે છે કારણ કે ગોળ ખાધા પછી તે શરીરમાં આલ્કલી પેદા કરે છે જે આપણું પાચન સારું બનાવે છે. આજે અમે તમને ગોળ ખાવાથી આપણાં શરીરને થતાં ફાયદાઓ વિશે જણાવીશું.
જે લોકોના હાડકા નબળા હોય તે લોકો માટે ગોળ અકસીર ઈલાજ છે. ગોળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે તે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. કહેવામાં આવે છે કે, ગોળ અને આદુનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે. જે લોકો બહુ કમજોર અને થકાવટ મહેસુસ કરતા હોય તે લોકો માટે ગોળનું સેવન અકસીર ઈલાજ છે. ગોળ શરીરના તાપમાનને નિયંત્રિત રાખવામાં પણ સહાયક છે.
પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓ અથવા છોકરીઓને પેટમાં દુઃખવાની સમસ્યા માટે ગોળ ખૂબ ફાયદાકારક છે કારણ કે તેમાં ઘણાં વિટામિન અને મિનરલ્સ હોય છે. ગોળ તમારું પાચન બરાબર રાખે છે, તેથી પીરિયડ્સ દરમિયાન ગોળ ખાવાથી દુખાવો ઓછો થાય છે અને શરીર ગરમ રહે છે. અસ્થમા અને શ્વાસના રોગ માટે ગોળ અકસીર ઈલાજ છે. કાનમાં દર્દ થતું હોય તો ઘી સાથે ગોળનું સેવન કરવાથી દર્દની સમસ્યા દૂર થાય છે.
સ્વાદિષ્ટ હોવાની સાથે,ગોળમાં લોહી શુદ્ધિકરણના ગુણધર્મો છે. આનાથી શરીરના બધા ઝેરી તત્વો સરળતાથી બહાર આવી શકે છે. તેથી, ગોળ ખાવાથી ફાયદો થાય છે. એક ગ્લાસ પાણી અથવા દૂધ સાથે નિયમિત ગોળ ખાવાથી પેટ સારું રહે છે. આ સિવાય પેટની ગેસની તકલીફવાળા લોકોએ પણ સમસ્યાઓથી બચવા માટે ખાધા પછી થોડો ગોળ ખાવો જોઈએ, આ ગેસ દૂર કરશે.
પેટની સમસ્યા વાળા લોકો માટે ગોળ એક આસાન અને ફાયદેમંદ ઉપાય છે. ગોળ ખાવાથી ગેસ અને પાચન ક્રિયાથી જોડાયેલી સમસ્યાને હલ કરવામાં લાભદાયી છે. જે લોકોની યાદદાસ્ત ઓછી હોય તે લોકોએ નિયમિત સેવન કરવાથી યાદશક્તિ વધે છે. વજન ઓછું કરવા માટે પણ ગોળનો પ્રયોગ કરવામાં આવે છે. ગોળ ખાવાથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે.
ખૂબ વધારે થાક અને નબળાઇ અનુભવવા ઉપર ગોળનું સેવન કરવાથી તમારો ઊર્જા સ્તર વધે છે. ગોળ ઝડપથી પચી જાય છે અને તેનાથી શુગરનું સ્તર પણ વધતું નથી. તે ઉપરાંત જો ખાલી પેટ ગોળ ખાઈને હુંફાળું પાણી પીવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક હોય છે. જે લોકો વધુ પ્રદુષણ વાળા વિસ્તારમાં રહે છે તે લોકોએ પ્રતિદિન 100 ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ. 100 ગ્રામ ગોળનું સેવન કરવાથી પ્રદુષણથી થતા નુકસાનથી બચી શકાય છે.
ગોળ સાથે રાંધેલા ભાત સાથે બેસવાથી ગળા અને અવાજ ખુલે છે. ગોળ અને કાળા તલના લાડુ ખાવાથી દમ દૂર થાય છે. ગોળ અને ઘી ખાવાથી કાનનો દુખાવો મટે છે. જમ્યા પછી ગોળ ખાવાથી પેટમાં ગેસ ઉત્પન્ન થતો નથી. પાંચ ગ્રામ સુકા આદુનો દસ ગ્રામ ગોળ સાથે લેવાથી કમળો મટે છે. ગોળનો ખીર ખાવાથી મેમરી શક્તિ વધે છે. સરસવના તેલમાં સમાન પ્રમાણમાં પાંચ ગ્રામ ગોળ મેળવીને ખાવાથી શ્વાસ લેવામાં તકલીફ મટે છે.
સૂતા પહેલા ગોળને ગરમ પાણીમાં નાંખીને થોડી સુંઠ સાથે લેવાથી શરદી તેમજ દુખાવામાં રાહત મળે છે. કબજીયાતથી પીડાતા લોકો માટે તો ગોળ રામબાણ ઇલાજ છે. જમવાની થાળીમાં ગોળ ઉમેરી દેવાથી કબજીયાત દૂર થઇ જાય છે. ચિંતાને કારણે હાર્ટ એટેક નાની ઉંમરમાં આવી જતો હોય છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. ગોળ હાર્ટ એટેકથી તમને બચાવે છે. માટે ગોળનુ સેવન તમારા હ્રદય માટે ખૂબ સારુ છે.
ગોળ અને ચણા એકસાથે ખાવાથી હિમોગ્લોબીન વધે છે, મસલ્સ મજબૂત બને છે. આ બંને સાથે ખાવાથી હિમોગ્લોબિનની માત્રા વધારી શકાય છે. જો આંતરડાના ચાંદાની સમસ્યાથી પીડાતા હોવ તો તમારે કોઈપણ ભોગે ગોળ ખાવાથી દૂર રહેવું જોઇએ.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.