સ્નેહીજનો તમે બધા ઘરે કઈક વાગ્યું હોય કે નાના નાના દરદ માટે ઘરે એક ફર્સ્ટ એઇડ બોક્સ રાખતા હશો. તેમાં મોટા ભાગે એન્ટીબાયોટિક દવાઓ હશે. પરંતુ આજે મારે તમને આયુર્વેદિક ઓસડિયા કે જે આપની વર્ષો જૂની સંસ્કૃતિ ની દેણ છે તેના વિષે વાત કરવી છે. અહી આજે અમે સામાન્ય અને નાના રોગો માટે બજાર માં સરળતા થી મળી રહે તેવા અસરકારક અને આડઅસર વગર ના ઔષધિ નું રોગ પ્રમાણે વર્ણન કરવા જય રહ્યા છીએ. આ બધા ઓસડિયા ની પેટી તમારા ઘરે અવશ્ય રાખો તેવી અમને આશા છે.
તમે પેટ ને લગતા સામાન્ય દુ:ખાવા થતાં હોય તો તેના માટે હિંગ્વાષ્ટક ચૂર્ણ, અજમો, કાલા નિમક અને ગંધક વટી આમાંથી કોઈ પણ એક લઈ શકો છો. જો ઉધરસ થઈ હોય તો સિતોપલાદિ ચૂર્ણ, ત્રિકટુ અથવા અરડુસી ઉત્તમ છે. વારે વારે ચક્કર આવવા નો પ્રશ્ન રહેતો હોય તો તેવા રોગ માં ધમાસો તથા સફેદ મરી ઉત્તમ છે. મૂત્રદાહ માટે ચંદ્રપ્રભાવટી લઈ શકાય. મોંમાં ચાંદા પડ્યા હોય તો શુદ્ધ મધ ઉપયોગી થાય છે.
તમારા હદય ને લાંબા સામે સુધી નીરોગી રાખવા માટે સૂતશેખર તથા અર્જુનચૂર્ણ અને લક્ષ્મીવિલાસ આ વસ્તુ ઓ લઈ શકો.મળશુદ્ધિ માટે આરોગ્યવર્ધિની લેવા યોગ્ય છે. અતિસાર માં સૂંઠનું ચુર્ણ અથવા જીરું ખૂબ લાભદાયક છે. ઘણા લોકો ને નબળાઈ રહેતી હોય છે . તેવા લોકો જો અશ્વગંધા ચૂર્ણ નું સેવન કરે તો તેમણે ખૂબ લાભ થશે.
પેશાબમાં બળતરા રહેતી હોય તો ચંદ્રપ્રભાવટી ઉત્તમ ગુણકારી છે. શરીર માં કોઈપણ પ્રકારનો દાહ લાગતો હોય તો ગળો ચૂર્ણ અથવા સુતશેખર રસ લઈ શકે. રાહત નો અનુભવ થશે. થાક ને લીધે કે બીજા કોઈ કારણોસર સામાન્ય તાવ આવ્યો હોય તો ત્રિભુવનકિર્તિ રસ લેવા યોગ્ય છે. માથાનો દુ:ખાવો દશાચૂર્ણરિષ્ટ (વાતપ્રકોપ) થી સારો થાય છે.
ઉલટી માં મોરપીંછની ભસ્મ અથવા પ્રવાલપિષ્ટી લાભ કરે છે. ઘણા લોકો ને સ્નાયુઓની નબળાઈ રહેતી હોય છે , તેવા લોકો એ યોગરાજ ગુગળ અથવા ત્રિફળા ગુગળ લઈ શકે. કબજીયાત એ ઘણા બધા લોકો ને સતાવતો રોગ છે. કબજિયાત ને લીધે બીજા ઘણા રોગો પણ થવાની શક્યતા રહે છે. આ રોગ ને બને તેટલો વેલો મટાડવો જ દર્દી ના હિત માં છે.
કબજિયાત માટે ની સૌથી અકસીર ઔષચ હોય તો તે હરડે ચૂર્ણ છે.કોઈ કારણો સર સુકી ઉધરસ આવતી હોય તો તેના માટે બહેડાની છાલ ગુણકરી છે. શરીરે માલિસ કરવા માટે તમે નારાયણ તેલ કે નગોડ તેલ ના તેલ નો ઉપયોગ કરી શકો. જો વાગ્યું હોય તો લોહી બંધ કરવા માટે હળદર અથવા ગોદંતિ ભસ્મ નો પ્રયોગ કરવો. હળદર દાબવાથી ઇન્ફેકશન લાગતું નથી.
બાળકો ને કૃમિ નો પ્રશ્ન સદાય રહે છે. આ માટે કૃમિ કુઠાર રસ કે કાળીજીરી વાપરી શકે. બુદ્ધિ વધારવા માટે કુમાર કલ્યાણ રસ બાહ્મી ઘૃત લઈ શકાય. લૂ માટે લીંબુ, ચંદનનું શરબત અમૃત સમાન આવે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.