100% લોકો નથી જાણતા ગાય માતાનું માખણ કરી દે છે 100થી વધુ રોગો કજડમૂળથી ગાયબ, જાણી લ્યો તમારા દરેક રોગનો ઈલાજ છે આમાં

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

માખણ એ ડેરી ઉત્પાદન છે. ઘરોમાં સામાન્ય રીતે દહીંને વલોવીને તેમાંથી સારરૂપે માખણ કાઢવામાં આવે છે. દૂધને દહીથી મેળવી બાર કે પંદર કલાક પછી વલોણામાં વલોવવામાં આવે છે ત્યારે તેમાંથી જે ઉપર તરી આવે છે તેને માખણ કે નવનીત કહે છે. માખણ સ્પર્શે ખૂબ જ મૃદુ (સુંવાળું) હોય છે. ઘી કરતાં માખણ જલ્દી પચે છે. તાજું માખણ સ્વાદિષ્ટ હોય છે.

વલોણામાંથી કાઢેલું ખટાશવાળું તાજું માખણ શરદી કરતું નથી અને ઉત્તમ મનાય છે. તાજું માખણ સ્વાદિષ્ટ અને મધુર હોય છે. તાજું માખણ શીતળ, લઘુ, અને શરીરનો સર્વતોમુખી વિકાસ કરનારું છે. માખણ, મધ અને ખડીસાકર મેળવીને ખાવાથી મરડો મટે છે. ત્વચાને ચિકણો અને ચમકદાર બનાવવા ઈચ્છો છો, તો સાકરનો ભૂકો અને માખણ મિક્સ કરી ત્વચા પર મસાજ કરવું. આ મસાજ ત્વચાને પ્રાકૃતિક રૂપથી ચિકણી, ચમકદાર અને નરમ બનાવશે.

એન્ટી ઓક્સીડેંટ થી ભરપુર માખણ કેન્સર કે ટ્યુમર થી તમારું રક્ષણ કરવા સાથે જ ત્વચાને ફ્રી રૈડીકલ્સ થી સુરક્ષિત રાખે છે. તે ચામડી માટે ખુબ ફાયદાકારક રહે છે. તેના મસાજથી ત્વચામાં તાજગી આવી જાય છે. માખણ આંખનું આલોચક પિત્ત વધારનાર છે. તેથી તેનું નિયમિત સેવન કરનારને આંખના ચશ્મા આવતાં નથી. માખણ હરસ-મસા પર પણ ઉત્તમ છે. તે ખાંસીને પણ મટાડે છે. ગાયનું માખણ આંખો ઉપર ચોપડવાથી આંખોની બળતરા મટે છે. ભિલામાં આંખમાં પડ્યાં હોય તો ગાયનું માખણ આંખમાં આંજવાથી ફાયદો થાય છે.

ગાયના દૂધનું માખણ અને તલનું તેલ ભેળવીને ખાવાથી હરસ ની તકલીફમાં લાભ થાય છે. તે ઉપરાંત માખણમાં મધ અને ખડી સાકર ભેળવીને ખાવાથી લોહીવાળા હરસ ઠીક થઇ જાય છે. તેમાં મધની જગ્યાએ નાગકેસર નો ઉપયોગ પણ કરી શકાય છે. તાજુ માખણ એ શરીરને તમામ પૌષ્ટિકતા આપે છે અને ઘણા દિવસનુ જો વાસી માખણ ખારુ અને ખાટુ થઈ જાય છે અને તેનો આ પ્રયોગ એ ક્યારેય ન કરવો જોઇએ અને તેનાથી તમને આ ઉલ્ટી, મેદસ્વીતા વગેરેની તમામ આશંકા વધે છે. અને તેથી આ વાસી માખણ ન ખાવુ જોઇએ.

રોજ ૪૦ ગ્રામ માખણ ખાઇ શકાય છે. અને તેનાથી હ્રદય સ્વસ્થ રહે છે અને માખણ એ વ્યક્તિની પાચનશક્તિ વધારવાની સાથે સાથે આંતરડાની તમામ બિમારીઓથી પણ બચાવે છે અને માખણને બુધ્ધિ વધારનારુ પણ માનવામાં આવે છે. ગાયનું માખણ હિતકારી, વૃષ્ય (મૈથુનશક્તિ વધારનાર), વર્ણ (શરીરનો રંગ) સારો કરનાર, બળ આપનાર અને અગ્નિને પ્રદીપ્ત કરનાર છે. એ ઝાડાને રોકનાર તથા વાયુ, પિત્ત, લોહીનો બગાડ કે વાયુપ્રધાન રક્તપિત્ત, અર્શ, અર્દિતવાયુ, શોષ અને ઉધરસને મટાડનાર છે. સર્વ પ્રકારનાં માખણોમાં ગાયનું માખણ ઉત્તમ ગણાય છે.

ગાયના દુધનુ માખણ એ સૌથી ફાયદાકારક હોય છે. અને નિયમિત પ્રયોગથી તે વાયુદોષ પણ દુર કરે છે. અને તેનાથી પાચન શક્તિ વધે છે. અને તે એક બળવર્ધક હોય છે અને તે એસિડિટી, વાયુ અને ગેસ અને લોહીના રોગો એકદમ મટાડે છે. અને ખાંસી ડાયાબીટીસ, નેત્રરોગ, તાવમાં પણ તે કારગત સાબિત થાય છે.

માખણમાં વધારે પ્રમાણમાં સેલેનિયમ હોય છે જેને ખાવાથી નર્વસ સિસ્ટમ સારી રહે છે. આ ઉપરાંત માખણ મૂડ પણ સુધારે છે. જો પરિવારમાં કોઈ નાનું બાળક હોય તો તેને રોજ માખણ અને મિશ્રી ખવરાવો ભવિષ્યમાં પણ કયારેય કોઈ રોગ નહીં આવે નાના બાળકોને કાળા મરી, માખણ, ખાંડ વગેરે વસ્તુ ખવરાવવામાં આવે તો ક્યારેય પણ તેવા બાળકો બીમાર પડતા નથી.જો ક્યારેક ભૂલ થી દાજી ગયા હોય તો માખણ લગાવવાથી દર્દ માં આરામ મળે છે.

ભેંસના દૂધનું માખણ વાયુ અને કફ કરનાર તથા ભારે છે. એ દાહ, પિત્ત તથા શ્રમ (થાક)ને હરનાર તેમજ મેદ અને વીર્યને વધારનાર છે. ગાયના માખણ કરતા ભેંસનું માખણ થોડા વધારે સમયે પચે છે. બકરીના દૂધનું માખણ મધુર, તૂરું, હલકું, નેત્રને હિતાવહ, દીપક, બળકર અને હિતકર છે. એ ક્ષય, ઉધરસ, ગુલ્મ, પ્રમેહ, શૂળ, નેત્રરોગ, જ્વર, પાંડુરોગ અને શ્વેતકોઢનો નાશ કરે છે.

માખણ માણસ ના માનસિક વિકાસ અને યાદશક્તિ જાળવી રાખવામાં ખુબજ ફાયદાકારક હોય છે. માખણ મગજને ઠંડુ રાખી ને ગુસ્સો શાંત કરે છે. ફેફસા માટે માખણમાં રહેલા સેચુરેટેડ ફેટ્સ ખુબજ સારા ગણી શકાય છે. અને દમના દર્દીઓ માટે પણ માખણનું  સમયસર નું સેવન અસરકારક માનવામાં આવે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top