Breaking News

દરરોજ માત્ર 1 ચમચી આનું સેવન 100+ બીમારીઓ થી રાખે છે દૂર, જરૂર જાણો આ ફાયદા અને અન્ય ને શેર કરીને જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

આપણે ગાયની ‘માતા’ તરીકે પૂજા કરયે છીએ તથા ગાય આપણને કેટ-કેટલીય રીતે ઉપયોગ બનતી હોય છે. તેવી જ રીતે તેના મૂત્રથી પણ અનેક ફાયદાઓ થતા હોય છે. હિન્દુધર્મના અનેક ગ્રંથોમાં ગૌમૂત્રના અનેક ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ પણ ગૌમૂત્રને ઘણાં જંતુનાશક તથા શરીરના અન્ય રોગોને દુર કરવામાં ઉપયોગી માન્યું છે.

ગૌમૂત્ર ના અર્ક માં કાર્બોલિક એસિડ, યુરિયા, ફોસ્ફેટ, યુરિક એસિડ, પોટેશિયમ અને સોડિયમ રહેલું હોય છે. એટલે કે શરીરની બિમારીઓને દૂર કરવા માટે જે-જે તત્વો જરુરી છે. તે બધાં જ તેમાં રહેલાં હોય છે. તે ઘણી બીમારીઓ માં અકસીર ઇલાજ છે.

ગૌમૂત્રના અર્ક નો ઉપયોગ તીવ્ર એસિડિટી, અલ્સર, કબજીયાત અને પેટના દૂખાવામાં ફાયદાકારક થાય છે આ સાથે પિત્તના દર્દીઓ માટે ગૌમૂત્ર ના અર્કને અને પાણીને સરખા પ્રમાણમાં લઇને પીવાથી પણ ઘણો ફાયદો થાય છે. આયુર્વેદ પ્રમાણે ગૌમૂત્ર પીવાથી કીટાણુંજન્ય બીમારી દુર કરી શકાય છે.

ગૌમૂત્ર પરમ રસાયણ છે પથ્ય છે, હદયને આનંદ આપવાવાળું છે બળ અને બુદ્ધિ ને વધારવાવાળું છે, તે દીર્ધાયું પ્રદાન કરવાવાળું અને રક્તના તમામ દોષોને દુર કરવાવાળું છે. તે વાત ,પિત અને કફ -જન્ય ત્રણેય દોષોને નષ્ટ કરવાવાળું, હદયરોગ અને વિષના પ્રભાવને દુર કરવાવાળું છે .

ગૌમૂત્ર ગાયના રક્તનો કીડની દ્વ્રારા ગળાયેલો ભાગ છે. ગાયના રક્તમાં જે પણ તત્વ હોય છે તે તમામ તેના મૂત્રમાં પણ હોય છે. ગૌમૂત્ર તીખું , કડવું, તિક્ષણ, ગરમખારું, તુરુ,  હલકું, અગ્નિપ્રદીપક, બુદ્ધિવર્ધક, પિતકારક અને કફ, વાત, શૂળ, ગોળો, ઉદરરોગ, ખંજવાળ, નેત્રરોગ, ખાંસી, વાતવિકાર, કોઢ, શ્વાસ, સોજો, કમળો અને પાંડુરોગ નાશક છે. કાનમાં ટીપાં નાખવાથી કાનના દર્દ ને દુર કરનાર છે.

કબજિયાત, આંખ ના કુંડાળાં, સાંધાના દુખાવા માં ફાયદાકારક :

જો આંખોની નીચે કાળા ધબ્બા થઇ ગયા હોય તો આંખોની નીચે રોજ-સવારે માત્ર ગૌમૂત્ર નો અર્ક લગાડો. એનાથી એ કાળા વર્તુળોના ધબ્બા દૂર થઇ જશે.
સવારે જમવાના એક કલાક પહેલાં અડધો કપ ગૌમૂત્રનો અર્ક પીવાથી બવાસીર, સંધિવા, સાંધાના દુખાવો, આર્થરાઇટીસ, હદયની બિમારી અને કેંસર જેવી બિમારીઓમાં ફાયદો પહોંચે છે. તેનાથી ઠંડી, અસ્થમાં અને ટીબી જેવી બિમારીઓના ઉપચારમાં મદદ મળે છે.

ટીબી ના રોગ થી છુટકારો :

ટીબીનો રોગી જો ડોટ્સની દવાઓની સાથે ગૌમૂત્રનો અર્ક પીવાનું શરુ કરે તો તેની અસરકારકતા ૨૦ ગણી વધી જતી હોય છે. માત્ર ગૌમૂત્રનો અર્ક પીવાથી ટીબીની બિમારીને ૩ થી ૬ મહિનામાં થીક કરી શકાય છે. જ્યારે ડોટ્સની દવાઓ અને ગૌમૂત્ર સાથે લેવાથી ટીબી માત્ર ૨-૩ મહિનામાં થીક થઇ શકે છે.

કિડની ના રોગ માં ફાયદાકારક :

મૂત્રપિંડના તમામ રોગો જેવા કે કીડની કામ કરતી બંધ થઇ જવી અને કીડનીની અન્ય સમસ્યાઓમાંથી છૂટકારો અપાવવામાં ગૌમૂત્રનો અર્ક અસરકારક માનવામાં આવે છે. આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા રોજ સવારના સમયે અડધો કપ ગૌમૂત્ર નો અર્ક પીવો જોઇએ.

મોતિયો, ગ્લુકોમા અને રેટિના ખસી જવું જેવી ગંભીર બિમારીઓની સાથે આંખ લાલ થઇ જવી આંખોમાંથી પાણી નીકળવું અને આંખ બળવીજેવી સમસ્યાઓમાં ગૌમૂત્રનો અર્ક પીવાથી ફાયદો થાય છે. ઉપરાંત ગૌમૂત્રનો અર્ક પીવાથી આંખોના ચશ્માના નંબર પણ ઉતારી શકાય છે.

ગેસ ની સમસ્યા માટે ઉપયોગી :

ગેસની સમસ્યા રહેતી હોય તેને વહેલી સવારે અડધા કપ ગૌમૂત્રના અર્ક માં થોડુક મીઠું અને લીંબુનો રસ મિક્સ કરી તેનું સેવન કરવું જોઈએ. તેનાથી જુનામાં જુનો ગેસ કે રોગ દુર થાય છે. આ ઉપરાંત ગૌમૂત્રના અર્કનું સેવન ફુલાઈ ગયેલા પેટને પણ ઘટાડવામાં મદદ કરે છે.

કેન્સર માટે 100 મિલી ગૌમૂત્રના અર્ક તથા સોપારી જેટલું ગાયનું છાણ બંને મિક્સ કરી સ્વસ્છ વાસણમાં કપડાથી ગાળી, રોજ સવારે નિત્ય કર્મથી નિવૃત થયા બાદ ખાલી પેટે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ સતત છ મહિના સુધી કરવું. રોજ ગૌમૂત્ર નો અર્ક પીવાથી પથરી નો રોગ પણ મટી જાય છે.

દાંત ના અમુક રોગો માટે ગૌમૂત્રનો અર્ક લાભદાયી છે.દાંત નો દુખાવો તેમજ જેને પાયેરિયા થયા હોય તેના માટે ગૌમૂત્ર નાઅર્ક ના કોગળા કરવાથી લાભ થાય છે.
ગૌમૂત્ર નો અર્ક શરીર માં રહેલા કીટાણુઓ નો નાશ કરે છે માટે ગૌમૂત્ર નો અર્ક પીવાથી કીટાણુજન્ય રોગો દૂર થાય છે.

કોરોના થી બચવામાં ફાયદાકારક :

હાલ સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે આ વાયરસની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. આ વાયરસે અનેક દેશોને પ્રભાવિત કર્યા છે. ભારતમાં પણ તેનો પગપેસારો વધી રહ્યો છે. સરકારે આ વાયરસને રોકવા માટે અનેક પ્રયાસો કર્યા છે. ત્યારે આવા સમયે કોરોના વાયરસને રોકવા માટેનો ઈલાજ કેવા કેવા હોય તેને લઈને પણ લોકોમાં અનેક શંકાઓ ઉત્પન્ન થઈ રહી છે.

બળદોના મૂત્રને સુંઘવા માત્રથી જ વાંઝણી સ્ત્રીને સંતાન પ્રાપ્ત થાય છે એવુ સાંભળવા મળ્યું છે. સામાન્ય માત્રા ૨૫ મિલીલીટર[૨૫ ગ્રામ ] છે ને તે પ્રાત : કાળમાં ખાલી પેટે એક વાર વસ્ત્રથી ગાળીને પીવું જોઈએ તે પીવાથી મળ નીકળીને આંતરડા શુદ્ધ થઇ જાય છે.બાળકોને એથી અડધી માત્રા માં આપવું જોઈએ.

આમ, ગૌમૂત્રના અર્ક નું નિયમિત પણે સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. જેથી કોઇ મોટી બિમારીનો ખતરો રહેતો નથી અને વ્યક્તિ લાંબા સમય સુધી સ્વસ્થ્ય અને તંદુરસ્ત રહે છે. આપ હોસ્પીટલમાંથી લાવીને ગંદી-ગંદી દવાઓ પીઓ છો ,આ ગોમૂત્ર તેનાથી ખુબ જ ઉતમ છે આ અમુત છે .તે રોગોના કાળછે અને સ્વાસ્થ્યપ્રદાતા છે ગાય પોતે જ એક દિવ્ય ઓષધાલય છે.

ગૌમૂત્ર વિષે આટલી વાતો ખાસ ધ્યાનમાં લેવી :

વૃદ્ધ, અસ્વસ્થ તેમજ ગર્ભ હોય તેવી ગાયનું ગૌમૂત્ર ન પીવું. ગૌમૂત્ર કાંચ તથા માટીના વાસણમાં લઈને સાફ કપડાથી ગાળીને ત્યાર બાદ જ તેનું સેવન કરવું જોઈએ. 8 વર્ષથી નીચેના બાળક તેમજ ગર્ભવતી સ્ત્રીઓએ સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

એવું અદભુત ઓષધાલય જેમાં ખર્ચ કશું જ કરવું પડતું નથી, અનેક રોગોના સફાયો થઇ જાય છે. ગોમાતા છે, તે પ્રાણદાતાછે. તેની શરણમાં આવો અને લાભ ઉઠાવો…

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!